SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ગોવિંદ નામનો સાધુ (શાહ, વણિક) હતો કે જેણે તારણ (તારંગા) ગિરિપર રહેલા કુમારપાલના કરાવેલા વિહારનો ઉદ્ધાર કર્યો અને તેમાં નવ ભારપદ (ભારવાડ) ચડાવ્યા અને સ્તંભો કરાવ્યા હતા. તેણે કરેલા ઉત્સવપૂર્વક જયચંદ્ર નામના વાચકને સોમસુંદર સૂરિપદ આપ્યું. પછી તે ગોવિંદ સાધુએ સંઘપતિ થઈ શત્રુંજય અને ગિરનારની, તથા સોપારક તીર્થની યાત્રા કરી. તારણગિરિ (તારંગા)નાં દર્શન કર્યા પછી તેમાં અજિતનાથ પ્રભુનું નવીન મોટું બિંબ આરાસણની ખાણના ખાસ આરસમાંથી કરાવરાવી તેમાં સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. (સં. ૧૪૭૯)જર તે ઉત્સવ વખતે પંજારાવના સુભટો લોકોનું રક્ષણ કરતા હતા અને (અહમદશાહ) પાતશાહના સભ્ય એકરાજ ગુણરાજ હાજર હતા; અને ઉટક નગરવાસી શકાન્હડ નામના શ્રેષ્ઠીએ સાતે ક્ષેત્રમાં દ્રવ્ય ખર્ચી તપસ્યા ગ્રહણ કરી. જિનમંડનને વાચકનું પદ આપ્યું. સોમસુંદરસૂરિએ દેવકુલપાટક ૪૩ (દેલવાડા-એકલિંગથી બે ગાઉ દૂર ઉદયપુર પાસે)માં વિહાર કર્યો (બીજી વખત), ત્યાંના નિંબ નામના સંઘપતિ કે જેણે ખાગહડીમાં જૈનમંદિર કરાવ્યું હતું. તેણે ભુવનસુંદર વાચકને સોમસુંદરસૂરિના હાથથી સૂરિપદમાં પ્રતિષ્ઠિત કર્યા. પછી કર્ણાવતીમાં આવતાં પાતશાહ (અહમદશાહ)ના માનપાત્ર (ઉક્ત) ગુણરાજે પ્રવેશોત્સવ કર્યો અને તે ગુણરાજના ભાઈ આષે દીક્ષા લીધી; પછી તે ગુણરાજે સંઘપતિ થઈ અહિમ્મદ પાતસાહ પાસેથી ઘણાં માણસો સાથેનો કબાહિ વિગેરે રાજપોશક મેળવી તારગતિ (રાવટી), સુભટો અને ઘોડેસ્વારો લઈ તીર્થયાત્રા કરવા માટેનું બાદશાહનું ફરમાન લઈ વિરમગામ, ધંધુકા, વલભીપુર થઈ શત્રુંજયની યાત્રા સૂરિ સાથે કરી. પ્રશસ્તિ પી. ૬, ૧૭, ૧૯) આ વસેલે ક્રિયારત્નસમુચ્ચયની દશ ઉત્તમ પ્રતો લખાવી હતી એમ તેના કર્તા ગુણરત્નસૂરિ તેની પ્રશસ્તિમાં જણાવે છે. ૪૪૨. “અજિતનાથની મૂર્તિ વિષે નીચે પ્રમાણે ખંડિત નોંધ કરેલી છે. સં. ૨૪૭૬ શ્રી.....પં. શોન માર્યા નાયકે. મુa ટુંકુન શ્રેયાર્થ.....ટૂમિ: ’ - શ્રી ફોર્બસ ગુ. સભાનાં હસ્તલિખિત પુ. સ. નામાવલી પૃ. ૩૩૪. ૪૪૩. આ નગર સંબંધી જુઓ દેવકુલપાટક' પ્ર. ય. ગ્રં. સં. ૧૯૧૬. ૪૪૪. ગુણરાજ એક મહા પ્રસિદ્ધ વ્યક્તિ હતી. તેના સંબંધની ટૂંક હકીક્ત એ છે કે પૂર્વે ઊકેશવંશમાં વીસલ હતો, તેનો પુત્ર દેદો તેનો પુત્ર ધનપાલ કર્ણાવતીમાં આવ્યો. તેના ચાર પુત્ર સાંગણ, ગોદો, સમરો, અને ચાચો. તેમાં ચાચો કર્ણાવતીનું ભૂષણ હતો, તેણે તીર્થયાત્રાઓ કરવા ઉપરાંત આશાવલ્લીમાં દેવાલય કરાવ્યું. તેને પ્રથમ પત્ની લાડીથી વીજડ સામલ અને પૂનો એ ત્રણ અને બીજી પત્ની મુક્તાદેવીથી ગુણરાજ, આંબાક, લીંબાક અને જયતો એ ચાર પુત્રો થયા. તે પૈકી ગુણરાજની પ્રતિષ્ઠા શ્રી ગુર્જરપતિએ પ્રસન્ન થઈ વધારી હતી. તે પાતસાહનો સુવર્ણશાલી (ઝવેરી) હતો. તેણે પહેલી સં. ૧૪૫૭માં અને બીજી સં. ૧૮૬૨માં શત્રુંજય રૈવતાચલની મહાતીર્થયાત્રા કરી. તેના નાના ભાઈ આમ્ર (આંબાક) સ્ત્રી તથા સમૃદ્ધિ તજી દીક્ષા લીધી અને દેવસુંદર ગુરુની વાણીથી મોટાં તપ કર્યો અને તેમને મુનિસુંદર ગુરુએ સં. ૧૪૬૫માં પાઠક પદ આપ્યું. સં. ૧૪૬૮ના દુકાળમાં ગુણરાજે સત્રાગાર કાઢી દીન-જનોનું રક્ષણ કર્યું સં. ૧૪૭૦માં સોપારકની તીર્થયાત્રા કરી, વળી જીરાવલ્લી, અને અર્બદ (આબુ)ની તીર્થયાત્રા કરી. પછી દશ દેવાલય સહિત સોમસુંદરસૂરિને સાથે લઈ પાતશાહના ફુરમાણ મેળવી એક મોટા સંઘના પતિ તરીકે ત્રીજી વિમલાચલની યાત્રા સં. ૧૪૭૭માં કરી. મધુમતી પુરી (મહુવા)માં સંઘ પતિએ ઉત્સવપૂર્વક જિનસુંદરની સૂરિપ્રતિષ્ઠા કરાવી, પછી રૈવત પર્વતની યાત્રા કરી. અનેક બંદિવાનોને છોડાવ્યા. ગુણરાજની સોમસુંદરસૂરિ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy