SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૬૧ થી ૬૬૪ સોમસુદરસૂરિ ૨૯૯ ૬૬૧. ગુજરાતના પ્રવ્હાદનપુર (પાલનપુર)માં સજ્જન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેણે શર્યાદિ સમગ્ર તીર્થોની યાત્રા કરી અનેક પુણ્ય કાર્યો કરી જિનમતને દીપાવ્યો હતો. તેને માલ્ડણદેવી નામની ભાર્યાથી સં. ૧૪૩૦ માં સોમ નામનો પુત્ર થયો. સં. ૧૪૩૭ માં માત્ર સાત વર્ષની વયે માતાપિતાની સંમતિપૂર્વક તપાગચ્છના જયાનન્દસૂરિ પાસે દીક્ષા લઈ સોમસુંદર નામ રાખ્યું. સતત અને જબરો અભ્યાસ કરી એક ધુરંધર વિદ્વાન થયા. સં. ૧૪૫૦ માં વાચક ઉપાધ્યાયપદ મેળવ્યા પછી તુરતમાં દેવકુલપાટકમાં ગયા હતા તે વખતે લાખા રાણાના માનીતા મંત્રી રામદેવ અને ચુડે સામા જઈ પ્રવેશોત્સવ કર્યો હતો અને તેમણે ઘણાને વાતાદિ ગ્રહણ કરાવ્યાં હતાં. ૬૬૨. એક બાજુ સં. ૧૪૫૭ માં પાટણમાં સોમસુન્દર ઉપાધ્યાયને ૨૭ વર્ષની વયે નરસિંહ શેઠે કરેલા અદ્ભૂત મહોત્સવપૂર્વક દેવસુંદરસૂરિએ આચાર્યપદ આપ્યું, અને ત્યારપછી તપાગચ્છાધિપતિ થયા, ત્યારે બીજી બાજુ ૧૧ મે વર્ષે સં. ૧૪૬૮માં સાબરમતીના કિનારે પ્રાચીન કર્ણાવતીના સ્થાને અહમદાબાદ અહમદશાહે વસાવી ત્યાં પાટણથી રાજધાની સ્થાપી. ઉક્ત નરસિંહ શેઠની ગુરુભક્તિ કેટલી ઉત્તમ હતી અને તે કાળમાં જૈન સાધુઓ પ્રત્યે શ્રાવકોનો સામાન્ય રીતે પણ કેટલો પ્રેમ હતો તે આ મહોત્સવના “સોમસૌભાગ્ય' કાવ્યમાં કરેલા વર્ણન પરથી સમજી શકાય તેમ છે. ૬૬૩. તેમણે જૈન ધર્મની મંદિર નિર્માણથી, આચાર્યપદ અને વાચકપદના કરાવેલા ઉત્સવોથી, પુસ્તકોના ઉદ્ધારથી અને લોકભાષામાં ગદ્ય ગ્રંથો, રચવાથી-એમ અનેક પ્રકારે સેવા કરવામાં પાછી પાની કરી નથી. તેથી આ અર્ધશતકને સોમસુન્દરયુગ એ નામ આપી શકાય તેમ છે. ૬૬૪. સોમસૌભાગ્ય કાવ્યમાં વિશેષ જણાવ્યું છે કે - વૃદ્ધનગર (વડનગર) માં સમેલા નામનું તળાવ અને જીવંતસ્વામી તથા વીરના બે વિહારો નગરની શોભારૂપ હતાં, ત્યાં દેવરાજ, હેમરાજ અને ઘટસિંહ એ ત્રણ ભાઇઓ શ્રીમંત શ્રાવકો હતા; દેવરાજે ભાઇઓની સંમતિથી કરેલા ઉત્સવપૂર્વક ૪૪૦ સોમસુંદરસૂરિએ મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું; પછી દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદરસૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. ઈલદુર્ગ (ઈડર)માં રાજા રણમલ્લના પુત્ર પુંજરાજાએ (સ્વ. સં. ૧૪૮૪) “વીરાધિવીર’ નામનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તે રાજાનો માન્ય વચ્છરાજસુત ૪૪૦. સોમસુંદરસૂરિ માટે જુઓ મુનિસુંદરકૃત ગુર્વાવલી સં. ૧૪૫૫, ચારિત્રરત્નમણિકૃત ચિત્રકૂટદુર્ગમહાવીરપ્રાસાદપ્રશસ્તિ સં. ૧૪૯૫, પ્રતિષ્ઠા સોમકૃત સોમસૌભાગ્ય સં. ૧૫ર૪, સોમચારિત્ર ગણિકૃત ગુરુગુણરત્નાકર સં. ૧૫૪૧, “સોમસુંદરસૂરિ' એ નામનો મુનિ ચતુરવિજયનો લેખ વીરશાસનનો પર્યુષણ અંક સં. ૧૯૮૧, દેવકુલપાટક (ય. ગ્રં. વગેરે.) ૪૪૧. ઇડરના રણમલ્લભૂપના રાજ્યમાં વત્સરાજ તે ઊકેશ (ઓસવાલ) કુલનો સંઘાધિપ અને રાજ્યમાં રાજા જેવા માનવાળો કુબેર જેવો ધનવાન, અન્ય સ્ત્રીનો ત્યાગી શીલવાન દુકાળમાં સત્રાગાર કરાવનાર હતો અને તેને રાણી નામથી ચાર પુત્રો થયાઃ ૧ ગોવિંદ સંઘાધિપ કે જેણે આદિનાથનો ઉંચો પ્રાસાદ ઇડરમાં કરાવ્યો. ૨. વીસલ, ૩ અક્રૂરસિંહ, ૪ હીરો. તે પૈકી વીસલ દેઉલવાટકમાં વસી મેવાડાના શ્રી લક્ષ (લાખા) રાજાનો માન્ય પુણ્યશાલી સંઘાધિપ થયો. તે યાત્રા અને જિનવિહાર કરી કરાવી દુર્ભિક્ષને જીતનારો, અન્ય સ્ત્રીથી વિરક્ત હતો અને મેવાડના સચિવ રામદેવની મેલાકે પત્નીથી થયેલ પુત્રી શીલવતી ખીમાઈ નામની સ્ત્રી પરણ્યો હતો. તેનાથી બે પુત્ર નામે ધીર અને ચંપક અને એક પુત્રી નામે ધર્મણી થયેલ હતાં. (ક્રિયારત્નસમુચ્ચયના સં. ૧૪૬૮ના લેખનસમયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy