SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રકરણ ૧ સોમસુંદરસૂરિનું વૃત્તાંત जयति जिनवर्द्धमानो नवो रवि र्नित्यकेवलालोकः । अपहृतदोषोत्पत्ति र्गतसर्वतमाः सदाऽभ्युदितः ॥ સોમસુંદર-યુગ. (સં. ૧૪૫૬ થી ૧૫૦૦) -જેનો કેવલ (કેવલજ્ઞાનથી, માત્ર) આલોક નિત્યનો છે, જેની દોષની ઉત્પત્તિ વિનાશ પામી છે, જેનું સર્વ તમસ-અંધકાર દૂર થયેલ છે, જે સદા વિશેષે ઉદિત છે એવા નવીન-અપૂર્વ સૂર્ય તે વર્ધમાન જિન જયવંતા છે. -ગુણરત્નસૂરિકૃત ક્રિયારત્ન સમુચ્ચય સં. ૧૪૬૬ कीर्त्या गुरुं सुरगुरुं प्रतिभाप्रकर्षैः, श्री सोमसुन्दरगुरुं स्तुतिमानये तम् । યો ગૌતમસ્ય નૃપ્રવક્ષ્ય સામાં જામ્યું ધૌ ઋતિયુોડત્ર યુપ્રધાન । (સોમસૌભાગ્ય કાવ્ય ૧-૮) આ કલિયુગને વિષે ‘યુગપ્રધાન' એવા જે ગુરુ, ગણધરોમાં શ્રેષ્ઠ એવા ગૌતમની તુલ્યતા-સમાનતાને ધારણ કરતા હતા, તે કીર્ત્તિવડે ગુરુરૂપ અને બુદ્ધિના ઉંત્કર્ષથી બૃહસ્પતિરૂપ એવા શ્રી સોમસુન્દર ગુરુની હું સ્તુતિ કરૂં છું. अस्मिन् विस्मेररुचौ शुचौ च गच्छेऽप्यतुच्छमाहात्म्य । नानापदप्रतिष्ठाः सदा गरिष्ठा श्चकारैषः ॥ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - આ પ્રમાણે મોટા માહાત્મ્યવાળા તે ગુરુએ વિસ્મયકારક કાંતિવાળા પવિત્ર ગચ્છ (તપાગચ્છ) ને વિષે હમેશાં અતિ મોટી વિવિધ પદવીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (સો. સૌ. ૯, ૬૯.) ईदृकप्रौढतमप्रतापविततिः सौभाग्यभाग्योन्नतिः कीर्त्तिस्फुर्त्तिरनुत्तरा निरुपमा मूर्त्तिश्च सौम्यत्वभृत् । व्याख्यानस्य कला क्रिया च सकला गंभीरता धीरता दृष्टा श्रीयुतसोमसुन्दरगुरुत्तंसान् विनाऽन्यत्र नो ॥ Jain Education International એવી અતિ પ્રૌઢ પ્રતાપની વિસ્તૃતિ, એવી સૌભાગ્યભાગ્યની ઉન્નતિ, એવી કીર્ત્તિની અનુત્તરા સ્ફુર્તિ, એવી નિરુપમ સૌમ્ય મૂર્ત્તિ, એવી વ્યાખ્યાનની કલા, એવી સમગ્ર ક્રિયા, એવી ગંભીરતા, અને એવી ધીરતા શ્રીમત સોમસુન્દર ગુરુ વિના અન્યત્ર જોવામાં આવી નથી (સો. સૌ. ૯, ૧૦૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy