SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૫૫ થી ૬૬૦ ૨૯૫ વિદ્વણુએ મગધમાં વિહાર કરતી વખતે રચેલી જ્ઞાનપંચમી ચોપાઇ, સં. ૧૪૩૨ ની આસપાસ મેરૂનંદને પોતાના ગુરુ ખ. જિનોદય સૂરિનો વિવાહલી અને અજિતશાંતિ સ્તવન, ચંદ્રગચ્છના સોમતિલકસૂરિ શિષ્ય દેવસુંદરસૂરિકૃત ઉત્તમરિષિસંઘમ્મરણા ચતુષ્પદી, કે જેમાં ૯૯ ટુંકમાં તીર્થકર, ગણધર અને અન્ય સાધુઓનું સ્મરણ છે તે, તે દેવસુંદરસૂરિના શિષ્ય (કુલમંડનસૂરિ ?) એ કાકબંધ ચોપઇ ધર્મકક્ક સં. ૧૪૪૦ આસપાસ, મુનિસુંદરસૂરિનો સં. ૧૪૪૫ (?) લગભગ શાંતવાસ, સં. ૧૪૪૮ પહેલાં રચાયેલ વસ્તિગત ચિડુંગતિ, ચોપાઈ, ત. જિનશેખરસૂરિજિનરત્નસૂરિ શિ. સાધુહંસે સં. ૧૪૫૫માં રચેલ શાલિભદ્રરાસ અને તે આસપાસ ગૌતમપૃચ્છા ચોપઇ, આદિ કૃતિઓ મળી આવે છે. ૬૫૮. સં. ૧૪૫૦ માં તપાગચ્છના ઉપર્યુક્ત કુલમંડનસૂરિએ મુગ્ધાવબોધ ઔક્તિક (લી.) રચ્યું. આ પરથી તત્કાલીન-મધ્યકાલીન ગુજરાતી ભાષા પર ઘણો પ્રકાશ પડે છે ને તે શ્રી હરિલાલ હર્ષદ ધ્રુવ મહાશયે પ્રકટ કરાવેલું છે. સં. ૧૪૫૬ માં સ્તંભતીર્થમાં બૃહત્ પૌષધશાલામાં બૃહત્તપા જયતિલક સૂરિએ અનુયોગદ્વારચૂર્ણિનો ઉદ્ધાર કરાવ્યો (પી. ૫, ૫૧) અને તેજ સ્થળે તેમના ઉપદેશથી કુમારપાલ પ્રતિબોધની પ્રત તાડપત્ર પર લખાઇ (પી. ૫, ૩૯૬)-એ બંને પ્રતો પાટણ ભંડમાં મોજૂદ છે. ૬૫૯. સં. ૧૪૬૮માં પાટણમાંથી ગૂજરાતની રાજધાનીને ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં મુસલમાની સુલતાનો આવ્યા. ૬૬૦. આ સર્વ જૈનના રચેલા સાહિત્યપરથી સ્વ. રણજિતરામનું કથન સત્ય ઠરે છે કે : “અલાઉદીન ખીલજીના સરદારોએ ગુજરાતના હીંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું; પણ મંદિર પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પોતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy