SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમ બંનેને લાગુ પડે છે. તે સૂચવે છે કે કવિના સમયમાં વિચારસ્વાતંત્ર્યનો જમાનો હતો અથવા કવિ દ્વિઅર્થના શ્લોકો રચવામાં કુશળ હતા કે જૈન તેમજ અન્ય હિંદુદેવને લાગુ પડે.” ૪૮આ કાવ્યમાં પ્રસિદ્ધ પૃથ્વીરાજનું પણ વિસ્તૃત વૃત્તાંત છે. રંભામંજરી નાટિકાનો નાયક જયચંદ્રને (જે–ચંદ્રને) બનાવ્યો છે. આ બંનેમાં કયાંક પૃથ્વીરાજ અને જયચંદ વચ્ચેની લડાઈ, જયચંદનો રાજસૂય યજ્ઞ કે સંયોગતાના સ્વયંવરનો ઉલ્લેખ કર્યો નથી તેથી જણાય છે કે આ સમય સુધી તો આ કથાઓ ઘડાઈ નહોતી તેથી પૃથ્વીરાજરાસાનું પૃથ્વીરાજે કનોજ જઈ જયચંદ સાથે ભીષણ યુદ્ધ કર્યાનું કથન માનવાયોગ્ય નથી.૪૩૯ ૬પપ. આ સમયમાં તાડપત્રપર પ્રતો લખાઈ તે પૈકી જે જણાઈ તે એ છે કે:- સં. ૧૪૦૪માં પર્યુષણાકલ્પ અને કાલિકાચાર્ય કથાનક (જે. ૩૪), ૧૪૦૯માં કવાવા ગ્રામ તિલકાચાર્યકૃત સામાચારી (જે. ૨૨), ૧૪૧૨માં સિદ્ધપ્રાભૃતવૃત્તિ અને નિરયાવલી શ્રુતસ્કંધ (જે. ૩૩), ૧૪૧૮માં બીબાગ્રામમાં ઉદયસિંહાચાર્યક્રત ધર્મવિધિવૃત્તિ, ૧૪૨૩માં શતકચૂર્ણિ (જે. ૩૬), ૧૪૨૫માં માલધારી હેમચંદ્રકૃત ઉપદેશમાલા-પુષ્પમાલા પર વૃત્તિ (પી. ૫, ૯૯), ૧૪૪પમાં સ્તંભતીર્થમાં આવશ્યકનિર્યુક્તિ સહિત તિલકાચાર્યની ટીકા (પી. ૧, ૯), ૧૪૫૪માં સ્તંભતીર્થમાં શીલાચાયત સૂત્રકૃતાંગ ટીકા (પી. ૫, ૭૧) અને ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ (જે. ૪૩) વગેરે. ૬૫૬. જૂની ગુજરાતીનું સાહિત્ય-સં. ૧૪૧૧ દીપોત્સવ દિવસે અણહિલ્લપત્તનમાં પાતશાહ પીરોજસાહિ રાજ્ય ચંદ્રગચ્છના ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિના શિષ્ય તરૂણપ્રભસૂરિએ ઠક્કર બલિરાજની અભ્યર્થનાથી પડાવશ્યક વૃત્તિ પર બાલાવબોધ-શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર વિવરણ રચ્યું. (સં. પ્રબોધ દોશી પ્ર. ભારતીય વિદ્યાપીઠ} આ સૂરિના વિદ્યાગુરુ યશકીર્તિ અને રાજેન્દ્રચંદ્રસૂરિ હતા. પ્રચલિત લોક ભાષામાં ગદ્યમય અર્થ પૂરનાર ગ્રંથને બાલાવબોધ “સ્તબુક' (ટબો), “વાર્તિક' કહેવામાં આવે છે. પંદરમા શતકમાં આ રીતે ગદ્યમય ભાષામાં વિશેષ લખવાનો આરંભ થયો અને તેવો પહેલો ગ્રંથ આ જણાય છે. ૬૫૭. ગુજરાતીનું કાવ્યસાહિત્ય-પણ જૈનોના હાથે આ સમયમાં ચાલુ હતું. જૈનેતરનો આ વખતનો તેમજ આ પંદરમા શતકમાં એક પણ ભાષાનો કાવ્યગ્રંથ મળતો નથી. જૈનો રચિત કૃતિઓ છે તે ટૂંકમાં જણાવીએઃ-ઉપર્યુક્ત મલધારી રાજશેખર સૂરિનો સં. ૧૪૦૫ લગભગનો નેમિનાથ ફાગ, આગમગચ્છના હેમવિમલસૂરિ-લાવણ્યરત્નના શિષ્ય વિજયભદ્રકૃત કમલાવતીરાસ, કલાવતી સતીનો રાસ, અને સં. ૧૪૧૧ નો હંસરાજવચ્છરાજ, વિનયપ્રભનો સં. ૧૪૧૨ માં ખંભાતમાં સુંદર કાવ્યરૂપ રચેલો ગૌતમસ્વામીનો રાસ, હરસેવકનો સં. ૧૪૧૩ (?) માં કુકડી ગામમાં મયણરેહાનો રાસ, ખ જિનોદયસૂરિનો સં. ૧૪૧૫ નો ત્રિવિક્રમરાસ અને તેજ વર્ષ લગભગ રચાયેલ જ્ઞાનકલશક્ત જિનદયસૂરિપટ્ટાભિષેક રાસ, સં. ૧૪૨૩ માં ખ. જિનદિયસૂરિના શિષ્ય તથા . માહેના પુત્ર ૪૩૮, જુઓ રા. કીર્તનની અંગ્રેજી પ્રસ્તાવનાનો સાર અમે કરી “નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય' એ નામે પ્રકટ કરેલ-જૈનયુગ' સં. ૧૯૮૪ આષાઢ-શ્રાવણનો અંક. ૪૩૯. ઓઝાજીનો લેખ “અનંદ વિક્રમ સંવતની કલ્પના' ના. પ્ર. પત્રિકા ૧, પૃ. ૪૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy