SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૫૧ થી ૬૫૪ ૧૫મા સૈકાના ગ્રંથકારો ૨૯૩ સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરે ત્રેવેદ્યગોષ્ઠી સં. ૧૪૫૫માં અને તે જ વર્ષમાં-શક ૧૩૨૦ માં પી. (ચંદ્રપ્રભ-ધર્મઘોષ-ભદ્રેશ્વર-મુનિપ્રભ-સર્વદેવ-સોમપ્રભ-રત્નપ્રભ-ચંદ્રસિંહ-દેવસિંહ-પદ્ધતિલક-શ્રીતિલકદેવચંદ્ર-પદ્મપ્રભસૂરિ શિ.) દેવાનન્દ-અપરનામ દેવમૂર્તિએ ક્ષેત્રસમાસ અને તે પર સ્વોપજ્ઞવૃત્તિ (કાં. વડો; ભક્તિ. ભાવ.) અને ઉપર્યુક્ત સાધુરને યતિજીત કલ્પ પર વૃત્તિ સં. ૧૪૫૬ માં અને તે આસપાસ નવતત્ત્વ પર અવચૂરિ(વે. નં. ૧૬૨૨)ની રચના કરી. ‘દેવસુંદરસૂરિ શિષ્ય ક્ષેમંકર સૂરિએ પપુરુષ ચરિત્ર (બુ, ૨ નં. ૩૮૩, ગૂ. ભા. પ્ર. ભગુભાઈ કારભારી) અને સિંહાસન દ્વાત્રિશિકા કથા (પ્ર. હી. હં.) રચ્યાં.” ૬૫૪. આ શતકમાં સં. ૧૪૪૦ આસપાસ કુમારપાલ ચરિત્રના કર્તા કૃષ્ણર્ષિ ગચ્છના ઉક્ત જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય નયચંદ્રસૂરિએ ૧૪ સર્ગનું “વીરાંક' હમ્મીર મહાકાવ્ય (પ્ર. રાજસ્થાન પુરાતન ગ્રં. સંપા. જિનવિજય } અને રંભામંજરી નાટિકા રચ્યાં. તે સૂરિ ગ્વાલિયરના તોમર (તંવર) વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા.૩૭ હમ્મીર મહાકાવ્યનો નાયક રણથંભપુર (રણથંભોર) નો હમ્મીર ચોહાણ છે અને તે હિંદી ગીતોમાં પ્રસિદ્ધ છે. જે કેટલાક શૂરવીર પુરુષોએ મુસલમાનો સાથે તલવારથી યુદ્ધ કરી પોતાની સ્વતંત્રની રક્ષા અર્થે પ્રાણ આપ્યા તે પૈકી એક આ હમ્મીર છે. અલાઉદીનના રાજ્યને ત્રીજું વર્ષ થયું ત્યાં એક અમીરનું તેણે અપમાન કરવાથી તે અમીર હમીરનું શરણું લીધું. તે વખતે હમ્મીરનો રણથંભોરનો કિલ્લો હિંદના મજબૂત કિલ્લાઓમાંનો એક હતો. તે શરણાગત અમીરને પાછો સોંપવાનું હમ્મીરને કહેતાં હમ્મીરે ના પાડી અને લડાઈ થતાં તે, બચાવ કરતાં મરાયો અને તેના કુટુંબની સ્ત્રીઓ તેની પાછળ સતી થઇ એ વીરતા ભરી રાજસ્થાનની એક બિરદાવલી છે. (પ્ર. નીલકંઠ જનાર્દન કીર્તને સન ૧૮૭૯) તે રા. કીર્તને જણાવે છે કે-“આ કૃતિ એક કાવ્ય તરીકે પુષ્કળ ગુણો ધરાવે છે અને સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાં ભાગ્યે જ મળી આવતાં ઐતિહાસિક કાવ્યો પૈકીનું એક છે. નાયકના સમયમાં કવિ નથી થયો, છતાં તે સમકાલીન કવિ કરતાં ઓછી ઐતિહાસિક મહત્તાવાળું નથી. કવિ ધર્મથી જૈન છતાં હિંદુ દેવોમાંના મુખ્ય ગુણાતા દેવોના આશીર્વાદ લેવા માટે તેણે શ્લોક રચ્યા છે કે જે હિંદુ દેવો અને જૈનોના કેટલાક તીર્થકરો ૪૩૭. વળી તે હરિ પોતાને માટે જણાવે છે કે :छब्भासासुकवित्तजुत्तिकुसलो जो सारदादेवया-दिन्नपोढवरप्पसायवसओ रायाण जो रंजगो ।। जो पुव्वाण कईण पंथपहिओ एअस्स सो कारगो विक्खाओ नयचंदणामसुकई णीसेसविज्जाणिहि ॥ १२ ॥ - જે શારદાદેવીએ આપેલા પ્રૌઢ વરના પ્રસાદથી છ ભાષામાં સુકવિત્વની યુક્તિમાં કુશલ છે, જે રાજાના રંજક છે, વળી જે પૂર્વના કવિઓના માર્ગના પથિક છે એવા વિખ્યાત અને સર્વ વિદ્યાના નિધિ નયચંદ્ર નામના સુકવિ આ પ્રબંધના કર્તા છે. लालित्यममरस्येह श्रीहर्षस्येव वक्रिमा । नयचन्द्रकवेः काव्ये दृष्टं लोकोत्तरं द्वयम् ॥ १८ ॥ - (વેણીકપાણ અમર) અમરચંદ્રકવિના કાવ્યમાં લાલિત્ય છે. શ્રી હર્ષકવિના (નૈષધ) કાવ્યમાં વક્રિયા છે જ્યારે નયચંદ્ર કવિતા કાવ્યમાં લોકોત્તર બંને સાથે જોવામાં આવ્યાં છે - રંભામંજરી પૂ. ૯-૧૦ (પ્ર. રામચંદ્રશાસ્ત્રી તથા ભગવાનદાસ કેવલદાસ મિ. સા. સન ૧૮૮૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy