SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ અને ન્યાયમંજરી નામના ગ્રંથો રચ્યાનું હી. હં. જણાવે છે. {જંબૂચરિયું - જયશેખરસૂરિ મ. આર્યજય કલ્યાણ કેન્દ્ર ગુ.ભાષા પ્ર.જૈ.આ.સ.} તેમણે ગૂ. ભાષામાં પણ કાવ્યો રચ્યાં છે તે હવે પછી જોઈશું. ૬૫૧. ઉક્ત આંચલિક મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય પટ્ટધર મેરૂતુંગ સૂરિએ સં. ૧૪૪૪ માં કાતન્ન વ્યાકરણપર સંસ્કૃત બાલાવબોધ વૃત્તિ રચી (વે. નં. ૨૨) તથા પદર્શન નિર્ણય કે જેમાં છ દર્શન નામે બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈનની તપાસ નિર્ણય કરેલ છે તે રચ્યો. (વે. નં. ૧૬૬૬ {પ્ર.લા.દ. વિદ્યા મં. “જૈન દાર્શનિક છે. સં.” અંતર્ગત સં. નગીન શાહ, સં. કલાપ્રભસા. છે. આર્યજય કલ્યાણ કેન્દ્ર}). તદુપરાંત સં. ૧૪૪૯ માં સપ્તતિભાષ્ય પર ટીકા બનાવી. તેમાં મુનિશેખરસૂરિએ રચવામાં ઉત્તેજન આપેલ હતું, અને તેની અંતની પ્રશસ્તિમાં કર્તા પોતાના ગ્રંથો નામે મેઘદૂત સવૃત્તિ, ઉક્ત પદર્શનસમુચ્ચય ને ઉક્ત બાલાવબોધવૃત્તિ, ધાતુપારાયણ વગેરેનો ઉલ્લેખ કરે છે. (ડે. ભ. ભાવ.) તે ઉપરાંત ભાવકર્મ પ્રક્રિયા, શતકભાષ્ય, નમુત્યુÍપર ટીકા, સુશ્રાદ્ધ કથા, ઉપદેશમાલાની ટીકા અને જેસાજી પ્રબંધ રચેલ છે એમ હી. હં. જણાવે છે. જેસાજી પ્રબંધમાં ઉમરકોટના જેસાજીએ ત્યાં સૂરિના ઉપદેશથી શાંતિનાથનો ૭૨ દેવકુલિકાવાળો પ્રાસાદ કરાવ્યો, શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી વગેરેનું વર્ણન છે. {ગ્રંથકારના અન્ય ગ્રંથોની વિગત માટે જુઓ મહાકવિ જયશેખરસૂરિ ભા. ૧ પૃ. ૪૯ પ્ર. આર્યજય કલ્યાણ } આ. મહેન્દ્રપ્રભ (મહેંદ્ર) કે જેમનો સ્વર્ગવાસ સં. ૧૪૪૪માં થયો તેમણે તીર્થમાલા પ્રકરણ રચ્યું કે જેમાં શત્રુંજય, સુપાર્શ્વનાથ સ્તૂપ મથુરા, ભરૂચ, થંભનપુરખંભાત, પાવકગિરિ, સત્યપુર (સાચોર), બંભનવાડ, નાણાગ્રામ, તારણગિરિ (તારંગા), ભિન્નમાલ તથા આનંદપુર (વડનગર) વગેરે તીર્થોનું ઐતિહાસિક વૃત્તાંત છે; પ્રાયઃ તેમણે જ વિચારસપ્રતિકા પ્રા.માં રચી. તપાગચ્છના સોમતિલકસૂરિ શિષ્ય જયાનંદસૂરિ (આચાર્યપદ સં. ૧૪૨૦ સ્વ. ૧૪૪૧) એ સ્થૂલિભદ્ર ચરિત (પી. ૫, ૨૧૬; વે. નં. ૧૦૯૦; પ્ર. હી. હં; દેલા.) રચ્યું. ૬૫ર. ત. દેવસુંદરસૂરિ મહાપ્રભાવિક આચાર્ય થયા. તેમણે અનેક પુસ્તકો તાડપત્ર પર હતા તેને કાગળ પર લખાવી તેનો ઉદ્ધાર કર્યો જણાય છે. તેમની આજ્ઞાથી સં. ૧૪૪૪ માં એક શ્રાવિકાએ જ્યોતિઃકરંડવિવૃત્તિ, તીર્થકલ્પ, ચૈત્યવંદન ચૂર્ણિ આદિ તાડપત્ર પર લખાવ્યાની નોંધ છે (જુઓ કાં. છાણી ભંડમાંની એક વૃત્તિની પ્રતની પ્રશસ્તિ). તેમને અનેક વિદ્વાન આચાર્ય શિષ્યો હતા-જ્ઞાનસાગર કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદર. ૬૫૩. આ પૈકી જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૪૪૦માં આવશ્યક પર અવચૂર્ણિ, સં. ૧૪૪૧ માં ઉત્તરાધ્યયન સૂત્રપર અવચૂર્ણિ (પી. ૨, નં. ૨૮૪), તથા ઓઘનિર્યુક્તિ પર અવચૂરિ (બુહ. ૭, નં. ૧૮); અને સ્તવ-મુનિસુવ્રતસ્તવ, ઘનૌઘ નવખંડ પાર્શ્વનાથસ્તવ આદિ રચેલ છે. કુલમંડને સં. ૧૪૪૩ (રામાબ્લિશ)માં વિચારામૃત સંગ્રહ (કા. વડો.), પ્રવચન પાક્ષિકાદિ ૨૫ અધિકારવાળા આલાપક નામે સિદ્ધાન્તાલાપકોદ્ધાર, તેમજ પ્રજ્ઞાપનાસૂત્ર તથા પ્રતિક્રમણ સૂત્ર પર અવચૂર્ણિ, કલ્પસૂત્ર પર અવચૂર્ણિ (ડો. ભાવ.), પ્રા. કાયસ્થિતિસ્તોત્ર પર અવચૂરિ (વે. નં. ૧૮૦૨, પ્ર. આ. સભા સં. ૧૯૬૮) તથા નાનાં સ્તવન-વિશ્વશ્રીધરેત્યાઘાષ્ટાદશારચક્રબંધ સ્તવ, ગરિયોહારબંધસ્તવ વગેરેની રચના કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy