SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૪૫ થી ૬૫૦ ૧પમા શતકના ગ્રંથો ૨૯૧ ૬૪૭. સં. ૧૪૨૬ માં રૂદ્રપલીય ગચ્છના અભયદેવસૂરિ રાજ્ય તે ગચ્છના (ગુણશેખર-ગુણચંદ્ર શિ.) ગુણાકરે ભક્તામર સ્તોત્ર પર વૃત્તિ રચી (લી.; બુ. ૨. નં. ૩૦૨; પી. ૫, ૨૦૦૭; વે. નં. ૧૮૧૭) સં. ૧૪૨૭ માં મદનસૂરિના શિષ્ય અને દિલ્હીના ફિરોઝશાહ તઘલખના મુખ્ય જ્યોતિષી મહેન્દ્રપ્રભૂસરિએ યંત્રરાજ નામનો ગ્રંથ (અમુક સિદ્ધિ થાય તે માટેનાં યંત્રો કેમ કરવા તે પર) પાંચ અધ્યાયમાં રચ્યો અને તેનાપર તેમના જ શિષ્ય મલયેન્દુ સૂરિએ ટીકા રચી (વે. નં. ૨૫૫-૨૫૭; પ્ર. બનારસ સન ૧૮૮૩, ઈ. આ. નં. ૨૯૦૫-૬; થીબા પૃ. ૬૧, દીક્ષિત પૃ. ૩૫૧). ૬૪૮. સં. ૧૪૨૮ માં બૃહદ્ ગચ્છના (પછી થયેલ નાગોરી તપાગચ્છના) વજસેનસૂરિ હેમતિલકસૂરિ શિ. રત્નશેખરસૂરિએ પ્રાકૃતમાં સિરિવાલ કહા-ચરિત્ર (શ્રીપાલ ચરિત્ર) ર... (પી. ૪, ૧૧૮, પી. ૩, ૨૦૩ પ્ર. કે. લા. નં. ૬૩) કે જે તેમના શિષ્ય હેમચંદ્ર લખ્યું. તે ઉપરાંત તે રતશેખરે પ્રાકૃતમાં છંદકોશ રચ્યો, તેમાં પ્રાકૃત છંદો કેટલાક સુપ્રસિદ્ધ છે અને તેમાં તે છંદોનાં લક્ષણો ગણમાત્રાદિ આપ્યાં છે. ૪૩૬સં. ૧૪૪૭ માં રચેલ ગુણસ્થાનક ક્રમારોહ સવૃત્તિ (બુ. ૮ નં. ૩૭૬, વે. નં. ૧૭૮૩; પ્ર. જૈન આ. સભા; હી. હં; દે. લા. નં. ૩૮), ગુરુ ગુણષત્રિંશત્ પત્રિશિકા, સંબોધસત્તરી (મુ), (પ્ર. આ. સભા નં. ૫૩ ગુણવિનયની સં. ટીકા સહિત) લઘુ ક્ષેત્રસમાસ સ્વપજ્ઞ વિવરણ સહિત કે જે મલગિરિની ટીકાનો આધાર લઈ કરેલ છે (પ્ર. જૈ. આ સભા નં. ૪૬; મૂળ ભી. મા. ના પ્રકરણ રત્નાકર ભાગ ૪; વે. નં. ૧૫૯૨-૯૩, બુહ. ૨, નં. ૪૦૨), સિદ્ધચક્ર યંત્રોદ્ધાર (ચુનીજી ભં. કાશી) આદિ ગ્રંથો છે. ૬૪૯. સં. ૧૪૨૯માં રૂદ્રપલીય ગચ્છના સંઘતિલકસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિએ વિમલચંદ્રસૂરિકૃત પ્રશ્નોત્તરરત્નમાલા પર વૃત્તિ (પી. ૪, ૧૦૮ વેબર નં. ૨૦૨૧) રચી કે જેમાં શીલોપદેશમાળા વૃત્તિકાર સોમતિલકને કર્તા પોતાના જ્યેષ્ઠ ગુરુબંધુ જણાવે છે; ને તે ઉપરાંત પ્રા. માં દાનોપદેશમાલા સંસ્કૃત ટીકા સહિત રચી (ક. છાણી (પ્ર. ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર સૂરત. સં. રમ્યરેલુ }). ૬૫૦. આંચલિક મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિ એક વિદ્વાન્ કવિ થયા. તેમણે સં. ૧૪૩૬ માં ઉપદેશચિંતામણિ સાવચૂરિ (પ્ર. હી. હં.; વે. નં. ૧૫૬૫), સં. ૧૪૬૨ માં ખંભાતમાં પ્રબોધચિંતામણિ (પ્ર. જૈ. ધ. સભા) તથા ધમિલચરિત્ર કાવ્ય (લી. પ્ર. હી. હં.) એ બંને, જૈનકુમારસંભવ (પ્ર. ભી. મા; વે. નં. ૧૫૬૫ અને ૧૭૨૧ {પ્ર. પ્રા. ભારતી રમેશચંદ્ર જૈનના હિન્દી સાથે }) આ ચાર મોટા ગ્રંથો અને શત્રુંજય ગિરનાર મહાવીર એમ ત્રણ પર સંસ્કૃત બત્રીશીઓ (પ્ર. આ. સભા) આત્મબોધકુલક (પ્રા.), ધર્મ સર્વસ્વ. ઉપદેશમાલા પર અવચૂરિ (વેબર નં. ૨૦૦૩ અને પુષ્પમાલા પર અવચૂરિ, નવતત્ત્વ ગાથામાં (વિવેક. ઉદે.), ૧૭ શ્લોકમાં સં. અજિત શાંતિસ્તવ (પી. ૧, નં. ૩૧૬), સંબોધ સપ્તતિકા (વે. નં. ૧૬૯૦-૯૧. પ્ર. ગૂ. ભા. સહિત આ. સભા સને ૧૯૨૨) આદિ અનેક ગ્રંથો રચ્યા. આ ઉપરાંત નલદમયંતી ચંપ, કલ્પસૂત્ર પર સુખાવબોધ નામનું વિવરણ ૪૩૬. આ પર તેમના સંતાનીય ચંદ્રકીર્તિસૂરિએ ૧૭મા સૈકામાં ટીકા રચી છે. (બુ, ૪, નં. ૭૫; પી. ૫. ૧૯૩.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy