SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કારણમાં કવિ કહે છે કે જૈનેતરોએ રચેલાં પંચ મહાકાવ્યોને જૈનાચાર્યો પ્રથમાભ્યાસીઓ માટે વ્યુત્પત્તિની પ્રાપ્તિ અર્થે સતત ભણાવે છે તો સમ્યકત્વની વાસનાથી રચાયેલું જૈન કાવ્ય કેમ ઇચ્છિત ન થાય તે માટે આ ચરિત રચ્યું છે. કવિ એટલું બધું અભિમાન સેવે છે કે જે વિદ્વાનો કાલિદાસની ઉક્તિમાં, ભારવિ, માઘપંડિતના બે મહાકાવ્યોમાં, હર્ષના અમૃત સૂક્તિવાળા નૈષધ મહાકાવ્યમાં પણ દોષોનું પ્રતિપાદન કરે છે તેઓ આ ભગવાન્ શાન્તિના ચરિત્રમાં વૃત્તના વિવર્ણન વડે કેવલ ગુણોનું પ્રતિપાદન કરશે. કવિએ પીરોજશાહ સુલતાનની રાજ્યસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી અને ઉક્ત રાજશેખરસૂરિએ આ ચરિત્રએ શોધ્યું હતું. જુઓ તેની પ્રશસ્તિ (પ્ર. ય. ગ્રં. નં. ૨૦). આ કાવ્ય મનોહર છે. આ મુનિભદ્ર દેવેન્દ્રસૂરિની (સં. ૧૪૨૯ ની) પ્રશ્નોત્તર રત્નમાલાનું સંશોધન કર્યું હતું. ૬૪૫. સં. ૧૪૧૧માં ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય સોમકીર્તિએ અણહિલ્લપુરપત્તને કાતંત્રવૃત્તિપંચિકા લખી-લખાવી. (જે. ૧૨). સં. ૧૪૧૨ (રવિવિશ્વવ)માં ખંડિલ ગચ્છના કાલિકાચાર્ય સંતાનીય (ભાવદેવવિજયસિંહ-જિનવીર-જિનદેવસૂરિ શિ.) ભાવદેવસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર૪૩૩ (પી. ૪, ૧૦૬, કાં. વડો. પ્ર. ય. ગ્રં. સને ૧૯૧૨) રચ્યું, વળી તેમના ગ્રંથો પ્રા. માં યતિદિનચર્યા (કાં. વડો.) અને અલંકાર સાર આઠ પ્રકરણમાં (કાં. વડો) છે. કાલિકાચાર્ય કથાના રચનાર ભાવદેવસૂરિ (પી. ૧, ૩૦) પ્રાયઃ આ હશે. ૬૪૬. સં. ૧૪૨૨ માં કૃષ્ણર્ષિ ગચ્છના મહેંદ્રસૂરિ શિ. જયસિંહસૂરિએ ૧૩૦૬ શ્લોક પ્રમાણ પદ્યમાં કુમારપાલ ચરિત્ર રચ્યું (વે. નં. ૧૭૦૭ પ્ર. હી. હં. સને ૧૯૧૫, ને મુંબઇ ગોડીજી જૈન ઉપાશ્રય સન ૧૯૨૬) કે જેની તાડપત્રપરની પ્રત ભાં. ઇ. માં છે. તેમના ગુરુ મહેંદ્રસૂરિએ મહમ્મદશાહ પાસેથી નિર્લોભ ભાવ માટે ‘મહાત્મા’ તરીકે વખાણ પ્રાપ્ત કર્યા હતાં.૩૪ આ ચરિતનો પ્રથમાદર્શ પ્રમાણનિષ્ણાત અને કવિ મુનિ નયચંદ્ર લખ્યો હતો. આ ઉપરાંત જયસિંહે ભાસર્વજ્ઞ કૃત ન્યાયસાર (પ્ર. વિશ્નનાથ પ્ર. વૈદ્ય સને ૧૯૨૧) કે જેમાં વૈશેષિક તૈયાયિક વેદાન્તી આદિ અમુક અમુક પ્રમાણો માને છે તેની ચર્ચા છે તથા પંચાવયવ હેત્વાભાસો તથા પદાર્થોનું નિરૂપણ છે તે પર ટીકા નામે ન્યાયતાત્પર્ય દીપિકા રચી (પ્ર. શતીશચંદ્ર વિદ્યાભૂષણથી સંશોધિત રૉ. એ. બેં. સન ૧૯૧૦), વિશેષમાં નવું વ્યાકરણ રચ્યું હતું અને સારંગપંડિતને વાદમાં જીત્યો હતો એમ ઉક્ત નયચંદ્ર પોતાના હમ્મીર મહાકાવ્યના ૧૪મા સર્ગમાં જણાવે છે. ૪૩૫ આ સારંગપંડિત ને શાકંભરના રાજા હમ્મીરરાજનો પંડિત, શાર્ગધર પદ્ધતિ (વે. નં. ૧૨૨૮) નામનો સાહિત્યગ્રંથ રચનાર જણાય છે કે જેની સં. ૧૪૧૯ ની લખેલી પ્રત મળે છે. સં. ૧૪૨૪માં ઉક્ત સોમતિલકસૂરિએ પણ કુમારપાલ ચરિત્ર (ક. છાણી) રચેલ છે તે કહેવાઈ ગયું છે. (જુઓ પારા ૬૩૩.) 833. B1- HL2 M. Bloomfield sd 'The Life and Stories of the Jain Savior Parsvanath' Baltimore 1919 માં પ્રગટ થયો છે. ४३४. प्रत्यब्दं दीनदुःस्थोद्धृतिसुकृतकृते दीयमानं समानं साक्षाद् दीनारलक्षं तृणमिव कटति प्रोज्झ्य निर्लोभभावात्। एक: सोऽयं महात्मा न पर इति नृपश्रीमहम्मदसाहेः स्तोत्रं प्रापत् स तापं क्षपयतु भगवान् श्रीमहेन्द्रप्रभुर्नः ॥ ४३५. षटभाषा कविचक्रशक्रमखिलप्रामाणिकोग्रेसरं सारंगं सहसा विरंगमतनोद्यो वादविद्यानिधौ ॥ २३ ॥ श्री न्यायसारटीका नव्यं व्याकरणमथ च यः काव्यं । कृता कुमारनृपतेः ख्यातस्त्रैविद्यवेदिचक्रीति ॥ २४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy