SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૪૧ થી ૬૪૪ ૧૫મા શતકની રચના ૨૮૯ પાદલિપ્ત, વૃદ્ધવાદિ અને સિદ્ધસેનસૂરિ, મલ્લવાદી, હરિભદ્ર, બપ્પભટ્ટી, હેમચન્દ્રએ આચાર્યો, તેમજ હર્ષકવિ, હરિહર કવિ, અમરસૂરિ, મદનકીર્તિ, સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ ઉદયન, લક્ષ્મણસેન કુમારદેવ, મદનવર્મા, રત્નશ્રાવક, આભડ અને વસ્તુપાલ-ઉપર પ્રબંધ છે. (વે. નં. ૧૭૧૭-૧૯; પ્ર. પાટણ છે. ગ્રં. નં. ૨૦ {પ્ર. સિંઘી ગ્રં. “પ્રબંધકોશ કા પર્યાલોચન' ડૉ. પ્રવેશ ભારદ્વાજ. પ્ર. પ્રા.ભા.}) વળી કૌતુકકથા (અંતરકથા સંગ્રહ) રચેલ છે (બુ. ૪ નં. ૨૫ ગૂ. ભા. જૈ. ધ) રાજશેખરકૃત કથાસાહિત્ય ઉપરાંત બીજા ગ્રંથો છે નામે –સ્યાદ્વાદકલિકા-સ્યાદ્વાદ દીપિકા (બુ. ૪ નં. ૨૭૮), રતાવતારિકા પંજિકા (વે. નં. ૧૬૩૪ {પ્ર.લા.દ.વિ. રત્નાકરાવતારિકા સાથે }), શ્રીધરકૃત ન્યાયકંદલી પર પંજિકા (પી. ૩, ૨૭૨) પદર્શન સમુચ્ચય (પ્ર. ય. ગ્રં. નં. ૧૭, જુઓ તેની પ્રસ્તાવના) કે જેમાં પદ્યમાં છ દર્શનો નામે જૈન, સાંખ્ય, જૈમિનીય, યોગ, વૈશેષિક અને સૌગત બૌદ્ધનું સંક્ષેપમાં માત્ર ૧૮૦ શ્લોકમાં વર્ણન કર્યું છે. આ સૂરિના નિર્દેશથી સાધુ પૂર્ણિમા ગચ્છના ગુણચંદ્રસૂરિ શિ. પંડિત જ્ઞાનચંદ્ર રત્નાવતારિકા ટિપ્પન (વે. નં. ૧૬૩૫ {.લા.દ.વિ. રત્નાકરાવતારિકા સાથે }) રચ્યું ને તેમાં તે સૂરિએ સહાય કરી તેનાં દૂષણ કાઢી તેને સંશોધ્યુંતેમજ સં. ૧૪૧૦ માં મુનિભદ્રનું શાંતિનાથચરિત પણ સંશોધ્યું. ઉપર્યુક્ત શ્રીધરકૃત ન્યાયકંદલી પર પંજિકા૨રચ્યા પહેલાં ઉક્ત પ્રસિદ્ધ જિનપ્રભસૂરિએ તે મૂળ ગ્રંથ આ સૂરિને શીખવ્યો હતો. ૬૪૩. સં. ૧૪૦૬ માં ખ. જિનચંદ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ અંજણાસુન્દરી ચરિત્ર પ્રા.માં ૫૦૪ શ્લોક પ્રમાણ જેસલમેરમાં રચ્યું. (જે. ૪૯, જે. પ્ર. ૫૪, આ ચરિત માટે જુઓ શીલોપદેશમાલાવૃત્તિ પૃ. ૨૮૧-૨૮૯) મેરૂતુંગે . ૧૪૦૯ માં કામદેવચરિત (કાં. વડો.) અને સં. ૧૪૧૩માં સંભવનાથ ચરિત રચ્યાં. ૬૪૪. સં. ૧૪૧૦ માં બૃહદ્ગચ્છના (પ્રસિદ્ધ વાદિ દેવસૂરિ-ભદ્રેશ્વર-વિજયેન્દુ-માનભદ્ર-ગુણભદ્ર કે જેણે મહમુદશાહ સુલતાનને શ્લોકના વિવેચનથી રંજિત કરતાં તેણે આપવા માગેલા “સુવર્ણટંકાયુત” ને સ્વીકારેલ નહીં અને જે વ્યાકરણ, છંદસ, નાટક, તર્ક, સાહિત્ય એ સર્વમા નિષ્ણાત હતા તેના શિષ્ય) મુનિભદ્રસૂરિએ મુનિદેવસૂરિના રચેલા શાંતિનાથચરિતને અવલોકી પોતાનું નવું શાંતિનાથ ચરિત રચ્યું. {પ્ર.ય.જૈ.ગ્રં. ટીકા અને ગુજ. અનુ. પ્રિયંકરસૂરિ છે. નેમિદર્શન જ્ઞાનમાળા} રચનાના ૪૩૨. આમાં સૂરિ આરંભમાં જણાવે છે કે પૂર્વના કણાદ મુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ પદાર્થ ઉપદેશ્યા; પછી તે મહર્ષિએ લોકપર અનુકંપા લાવી છ પદાર્થના રહસ્યનું તત્ત્વ સમજાવવા માટે સૂત્રો રચ્યાં. સૂત્રો પર પ્રશસ્તકરદેવે ભાષ્ય રચ્યું. તે ભાષ્ય પર ચાર વૃત્તિ થઈ. વ્યોમશિવાચાર્યે વ્યોમવતી નામની, શ્રીધરાચાર્ય ન્યાયકંદલી એ નામની, ઉદયનાચાર્ય કિરણાવલી નામની અને શ્રી વત્સાચાર્યે લીલાવતી નામની રચી. તે પૈકી ન્યાયકંદલી પર પંજિકા રચવાનો આ જૈનાચાર્ય પ્રારંભ કર્યો. આ ગ્રંથ તેમજ તેવા બીજા ગ્રંથો રચી તેમણે બતાવી આપ્યું કે જ્ઞાનચંદ્ર રત્નાવતારિકા ટિપ્પનમાં તેમને માટે જે વિશેષણો નીચેનાં આપ્યાં તે યથાર્થ છે. श्री राजशेखरगुरु गरिमाऽविधानं तर्कागमाम्बुधिमहार्घजलाभिषेकी । ન્યાયકંદલી એ જૈનેતર ગ્રંથ હોવા છતાં તેનું પઠન પાઠન જૈન સાધુઓ કરતા હતા અને તેથી આ સૂરિએ તે પર પંજિકા રચી હતી એમ સ્પષ્ટ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy