SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ ગૂજરાતમાં મુસલમાનો (સં. ૧૪૦૧ થી સં. ૧૪૫૬) सुकईहि सन्निबद्धा जहुत्तनायगा पसन्नपया । कस्स न हरन्ति हिययं वरप्पबन्धा मियच्छिव्व ॥ . यं दिटुं सुकईहि सारसरसं छेयाण पीइप्पगं थोवं जेव हवेदि चिट्ठदि चिरं कव्वं रसालव्व तं । जं गीयाइ पुणो हविज सुबहुं चिट्ठिज थोवंपि तं कालं चिब्भडियाकलुव्व सुकरं लोएहि सव्वेहि वि ॥ -સુકવિ એટલે દૂતિઓથી રચેલ યથાર્થ ગુણવાળા નાયકનો પોતાના સ્વેચ્છિતવરમાં પ્રબંધ થયેલ છે એવી મૃગાક્ષીઓ કેનું ચિત્ત હરતી નથી ? તેવી જ રીતે સકવિઓએ રચેલ યથાર્થ ગુણવાળા નાયક જેમાં છે એવાં ઉત્તમ પ્રબંધો કેનું ચિત્ત હરતા નથી ?-સર્વનું હરે છે (આ. જયવલ્લભક્ત પ્રાકૃત સુભાષિતાવલીમાં પણ છે.) - જે કાવ્ય સુકવિઓથી સારરૂપ અને સરસ રચાયું છે અને નાગરિકોને પ્રીતિપદ છે તે થોડું પણ જો હોય તોયે લાંબા કાલ સુધી રસાલ (આમ્ર)ની પેઠે રહે છે, જયારે જે ગીત વગેરે ઘણાં હોય છતાં થોડાં કાલ સુધી સર્વ લોકમાં સુલભ એવા ચીભડાના ફલની પેઠે રહે છે-તેનો આસ્વાદ થોડા કાલ સુધી લેવાય છે. - નયચંદ્રસૂરિકૃત રંભામંજરી નાટિકા. ૬૪૧. ઐતિહાસિક બનાવોમાં -સં. ૧૪૪૪ માં ખ. જિનરાજસૂરિએ ચિતોડમાં આદિનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૪૯ માં ખંભાતના શ્રીમાલી હરપતિશાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. એ બનાવ નોંધી સાહિત્યપ્રવૃત્તિ તરફ વળીએ. ૬૪૨. સં. ૧૪૦૧ માં ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિની ખ. જિન લબ્ધિસૂરિને ભેટ થયેલ તાડપત્રની પ્રત ભાં. ઇ. માં છે. સં. ૧૪૦૫ માં માલધારી બિરૂદધારી અભયદેવસૂરિ સંતાનીય હર્ષપુરીય ગચ્છના (નરેંદ્રપ્રભસૂરિ-પધદેવ-શ્રીતિલકસૂરિના શિષ્ય) રાજશેખરસૂરિએ “મૃદુગદ્યથી મુગ્ધાવબોધ માટે પ્રબંધકોશ (ચતુર્વિશતિ પ્રબંધ) દિલ્લીમાં (મહમ્મદશાહથી ગૌરવ પામેલા અને દુર્ભિક્ષનાં દુઃખ દળનાર એવા જગતસિંહના પુત્ર “પડદર્શન પોષણ” એવા) મહણસિંહની વસતિમાં રહીને રચ્યો. તેમાં ૨૪ ઐતિહાસિક પ્રબંધો છે-ભદ્રબાહુ અને વરાહમિહિર, આર્ય નદિલ, જીવદેવસૂરિ, આર્ય ખપટાચાર્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy