SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૩ર થી ૬૪૦ ૧૪મા શતકની ગ્રંથરચના ૨૮૭ શિષ્ય શ્રી તિલક ઉપાધ્યાયે દેવભદ્રસૂરિના પટ્ટધર પ્રભાનંદસૂરિના પટ્ટધર શ્રીચંદ્રસૂરિ રાજ્ય ગૌતમપૃચ્છા પર વૃત્તિ રચી. આ શ્રીચંદ્રસૂરિએ ચારુચંદ્ર, જિનભદ્ર અને ગુણશેખર એ ત્રણને સૂરિપદવી આપી હતી અને તે ત્રણેએ શ્રી તિલકને ઉપાધ્યાય પદ આપ્યું હતું (વે. નં. ૧૬૦૦) - ૬૩૬. આ શતકમાં ધનપ્રભસૂરિ શિષ્ય સર્વાનન્દસૂરિએ જગડુચરિત રચ્યું. (બુ. નં. ૨૮૪ મુદ્રિત જુઓ ટિપ્પણ નં. ૪૧૨). અંચલગચ્છીય ભુવનતુંગસૂરિએ ઋષિમંડલપર વૃત્તિ (સં. ૧૩૮૦ પહેલાં જે. ૧૨૬, જે. પ્ર. પ૪) આતુરપ્રત્યાખ્યાન અને ચતુદશરણ પર વૃત્તિઓ રચી. જિનપ્રભસૂરિ કે જેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ એમ ત્રણે ભાષામાં મળીને અનેક ગ્રંથ રચ્યા તેમના સંબંધી અગાઉ કહેવાઈ ગયું છે. (પારા ૬૦૨ થી ૬૦૪) ૬૩૭. જૂની ગુજરાતીનું સાહિત્ય-સં. ૧૩૫૮માં લખાયેલ કાગળની પ્રતમાં નવકાર વ્યાખ્યાન તથા સં. ૧૩૬૯માં લિખિત તાડપત્રની પ્રતમાં અતિચારના સંબંધી ગૂજરાતી ગદ્યમાં લખેલ પ્રતો પાટણના ભંડારમાં છે. (મુદ્રિત પ્રા. ગૂ. કા. સંગ્રહ). ૬૩૮. સં. ૧૩૬૩ માં કોટામાં પ્રજ્ઞાતિલકસૂરિ (શિષ્ય ?) એ કડ્ડલી રાસ રચ્યો છે. કછૂલી નામ આબુ પાસે ગામ છે તેનું વર્ણન છે. તેમાં કેટલીક ઐતિહાસિક બિનાઓ છે. વિધિ માર્ગના શ્રીપ્રભસૂરિ (ધર્મવિધિપ્રકરણના કર્તા) થયા તેના શિષ્ય માણિકય પ્રભસૂરિએ કછૂલિમાં પાર્શ્વજિન ભુવનની પ્રતિષ્ઠા કરી. માણિકયપ્રભસૂરિએ પોતાની પાટ પર ઉદયસિંહસૂરિને સ્થાપ્યા. તે ઉદયસિંહે ચડાવલિ (ચંદ્રાવતી)ના રાઉલ ધંધલો દેવાની સમક્ષ મંત્રવાદિને મંત્રથી હરાવ્યો. તેમણે પિંડવિશુદ્ધિવિવરણ, ધર્મવિધિ (વૃત્તિ) અને ચૈત્યવંદન દીપિકા રચી અને તે સં. ૧૩૧૩માં સ્વર્ગસ્થ થયા. પછી કમલ સૂરિ, પ્રજ્ઞાસૂરિ, પ્રજ્ઞાતિલકસૂરિ થયા વગેરે. ૬૩૯. સં. ૧૩૬૫માં તાડપત્ર પર લખાયેલી ભુવનસુંદરી કથાની પ્રતને છેવટે દેશી ભાષામાં લખવામાં આવ્યું છે કે “સંવત ૧૩૬પ રત્નાદેવીય મૂલ્ય લેઈ સાધુને ઓરાવી.” (પી. ૧, ૩૯ (મુનિ પુણ્યવિજયજીના મતે આ પ્રત તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાઈ છે. ૧૩૬૫ સં.માં ખરીદ કરાઈ છે. જુઓ “શ્રી ભુવનસુન્દરી કથા'માં આ. શીલચન્દ્રસૂરિનું સંપાદકીય. પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદ્ }) સં. ૧૩૬૮માં વસ્તિગ નામના કવિએ વિહરમાન વીશ તીર્થકર સ્તવ રચ્યું. (પ્ર. જૈનયુગ પ્ર. ૫ અં. ૧૧૧૨ પૃ. ૪૩૮) સં. ૧૩૭૧ લગભગ નિવૃત્તિ ગચ્છના પાસડસૂરિ શિષ્ય અંબદેવસૂરિએ સમરારાસો રચ્યો; તેમાં સં. ૧૩૭૧માં ઉપરોક્ત સમરાશાહે કરાવેલા શત્રુંજય પર મુખ્ય નાયક આદિનાથની મૂર્તિના ઉદ્ધારનું સમકાલીન વર્ણન છે. આમાં રાજસ્થાની ભાષાનો પ્રયોગ પણ જણાય છે. ગુજરાતીરાજસ્થાની-હિંદી ભાષાનું સામ્ય આ સમય સુધી ઘણું જ હતું તે આમાંથી પરખાય છે. ખ. જિનપદ્મસૂરિએ સ્થૂલિભદ્ર ફાગ રચ્યો કે જે સૂરિ સં. ૧૪૦૦ માં સ્વર્ગસ્થ થયા. તે ફાગ ૨૭ ટુંકનું ટુંકું કાવ્ય છે. ૬૪૦. આ શતકમાં સોલણ નામના કવિએ ચર્ચરિકા (સ્તુતિકાવ્ય) રચેલું છે. વળી અનાથિકુલક, અને ધના સંધિએ બે કાવ્યો પાટણના ભંડારમાં છે કે જે અપભ્રંશ સાથે મળતી જૂની ગુજરાતીમાં છે. [આ ગૂ. સાહિત્ય માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૮ થી ૧૨; પ્રા. ગુ. કા. સંગ્રહ.] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy