SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પનિષત્ એ નામનો સંગીત પર ગ્રંથ રચ્યો અને તેનો સાર નામે સંગીતોપનિષત્સાર છ અધ્યાયમાં સં. ૧૪૦૬ માં રચ્યો (વે. નં. ૪૩૪, કાં. વડો. નં. ૧૯૫૩). આ સુધાકલશે એકાક્ષરી નામમાલા નામનો કોશ (વેબર, ૨૫૯ નં. ૧૭૮૨) પણ રચેલ છે. તે કોશી એક પ્રતમાં કર્તાનું નામ સુધાકર આપ્યું છે. (પાટણ મં.) - ૬૩૨. સં. ૧૩૮૩ માં ખ. જિનકુશલસૂરિ (આચાર્યપદ સં. ૧૩૭૭) એ જિનદત્તસૂરિકૃત ચૈત્યવંદન-દેવવંદન કુલકપર વૃત્તિ રચી (તાડપત્ર કી. ૨, નં. ૧૯; ક. ૩, નં. ૧૪૮; કાં. વડો. નં. ૧૮૨) કર્તાના વિદ્યાગુરુ વિવેકસમુદ્ર ઉપાધ્યાય હતા અને આ કૃતિ રાજેન્દ્રચંદ્રસૂરિ, તરૂણકીર્તિ અને લબ્લિનિધાન ગણિએ સંશોધી હતી અને આ વૃત્તિપરનું ટિપ્પન કર્તાના શિષ્ય ઉક્ત લબ્લિનિધાને રચ્યું. (કાં. વડો. નં. ૧૯૩) ૬૩૩. સં. ૧૩૮૯ માં રૂદ્રપલ્લીય ગચ્છના સંઘતિકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિ (અપરનામ વિદ્યાતિલક) એ વીરકલ્પ (પી. ૪, ૯૯) અને ષડ્રદર્શનસૂત્ર ટીકા (દસાડા ભં.), સં. ૧૩૯૨ માં તથા જયકીર્તિકૃત શીલોપદેશમાળા પર શીલ તરંગિણી નામની વૃત્તિ (પ્ર. પી. હં; વેબર નં. ૨૦૦૬ વે. નં. ૧૬૬૩; કાં. વડો {ગુ.ભા. પ્રગટ થયું છે.}), લઘુસ્તવટીકા (વિવેક. ઉદે.) સં. ૧૩૯૭માં, અને કુમારપાલ પ્રબંધ (સં. ૧૪૨૪ માં ? કાં છાણી; બુહ. ૬, નં. ૭૦૯) એ ગ્રંથો રચ્યા. સં. ૧૩૯૮માં કૃષ્ણગચ્છના પ્રભાનંદસૂરિએ હરિભદ્રસૂરિકૃત જંબૂઢીપ સંગ્રહણી પર ટીકા રચી. સં. ૧૩૯૩માં રત્નદેવગણિએ બૃહદ્ગચ્છના (માનભદ્રસૂરિ-હરિભદ્રસૂરિ શિષ્ય) ધર્મચંદ્રના કહેવાથી શ્વેતામ્બર જયવલ્લભકૃત પ્રાકૃત વજ્રાલય (વિદ્યાલય. બુહ. ૬, નં. ૭૪૪) પર છાયા ટીકા (બુક ૮ નં. ૪૨૦) રચી. ૬૩૪. આ ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં તાડપત્રપર અનેક પુસ્તકોની પ્રતો લખાઇ છે. તેમાંથી ઉપલબ્ધ થતી એ છે કે : ૧૩૬પમાં પલ્લી (વા) લ ગચ્છના મહેશ્વરસૂરિ વિરચિત કાલિકાચાર્ય કથા (પી. ૧, ૨૯) અને ભુવનસુંદરી કથા (પી. ૧, ૩૯ {જુઓ પારા ૬૩0]), ૧૩૬૮માં હેમાચાર્યકૃત મહાવીરચરિત કોલાપુરીમાં (પી. ૫, ૬૧) ૧૩૭૦માં સ્તંભતીર્થમાં રત્નાકરસૂરિના ઉપદેશથી હેમાચાર્યકૃત શબ્દાનુશાસન વૃત્તિ (પી. ૫, ૧૧૦), ૧૩૭૮માં જિનકુશલસૂરિના ઉપદેશથી ખરીદાયેલ નૈષધકાવ્ય (જ. ૧૪) તથા જંબૂદીપપ્રજ્ઞપ્તિ ને તે પરની ચૂર્ણિ (જે. ૩૩), અને મલયગિરિકૃત બૃહત્કલ્પ પીઠિકા (જ. ૨૨) ૧૩૮૪માં અજિતપ્રભસૂરિકૃત શાંતિનાથચરિત (પી. ૫, ૧૨૩), ૧૩૮૯માં કલ્પચૂર્ણિ (જે. ૩૭), ૧૩૯૦માં સ્તંભતીર્થમાં હેમાચાર્યકૃત છંદોનુશાસનવૃત્તિ અને કાવ્યાનુશાસનવૃત્તિ (પી. ૫, ૧૩૫), ૧૩૯૧માં મલયગિરિકૃત વ્યવહારસૂત્ર ટીકા જિનપદ્મસૂરિના કહેવાથી સોમ શ્રાવક તરફથી (ભાં.ઇ.), ૧૩૯૨માં રત્નપ્રભકૃત અપભ્રંશમાં અંતરંગસંધિ (પી. ૫, ૧૨૭), ૧૩૯૪માં રત્નપ્રભકૃત ઉપદેશમાલા વૃત્તિ (પી. ૫, ૧૨૫), અને ૧૩૯૮માં પ્રા. પ્રત્યેકબુદ્ધ ચરિત્ર (પી. ૫, ૧૩૫) વગેરે. ૬૩૫. આ સૈકાના ઉત્તરાર્ધમાં રૂદ્રપલ્લીય ગચ્છના સ્થાપક અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy