SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૨૬ થી ૬૩૧ મેરૂતુંગસૂરિ-પ્રબંધચિંતામણિ ૨૮૫ તેની પુત્રી, ગોવર્ધન પુણ્યસાર એ રાજાઓ, લક્ષ્મણસેન તથા જયચંદ રાજા, જગદેવ તથા પરમર્દિ તથા પૃથ્વીરાજ તથા તુંગસુભટ, કોંકણ દેશની ઉત્પત્તિ, વરાહમિહિર, સ્તંભતીર્થ, ભર્તુહરિ, વાલ્મટ્ટ વૈદ્ય, રૈવત ક્ષેત્રપાળ વગેરે. આમાં મુખ્ય ગદ્ય અને વચ્ચે વચ્ચે પદ્ય છે. તેમાં શ્રી ધર્મદેવે વૃત્તછંદોથી સહાય કરી હતી અને તેનો પ્રથમાદર્શ ગુણચંદ્ર ગણિએ લખ્યો હતો. “રાજતરંગિણીના ઢંગ પર લખાયેલ છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોએ આ ગ્રંથને વિશ્વસનીય માન્યો છે. ગૂજરાતના ઇતિહાસને માટે તો કેવલ આ એક આધારભૂત ગ્રંથ ગણી" ફાર્બર્સે રાસમાળામાં તેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે.” ૬૨૯. મેરૂતુંગે રચેલા બીજા ગ્રંથોમાં ઐતિહાસિક વિગત પૂરી પાડતો વિચારશ્રેણિ-સ્થવિરાવલી છે, {આમાં અપાયેલ સંવતો પ્રાચિંડથી જુદા પડતા હોવાથી કેટલાક આ વિચારશ્રેણિના કર્તા આં. મેરૂદંગસૂરિને કહે છે. ડૉ. શિવપ્રસાદ શ્રમણ જુલાઈ-સપ્ટે. ૧૯૯૫} તેમાં ગુજરાતના રાજાઓના રાજત્વકાલનો પત્તો મળે છે તથા વિક્રમાદિત્ય અને ભ. મહાવીર વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. તેનો નિશ્ચય કર્યો છે. વળી કાલકાચાર્ય, આ. હરિભદ્ર અને જિનભદ્રનાં પણ આમાં વૃત્તાંત છે. (વે. નં. ૧૬૫૬ પ્ર. જૈ. સા. સંશોધક ખંડ ૨ અંક ૩-૪) વળી તે ઉપરાંત મહાપુરુષચરિત (અપરનામ ઉપદેશશતી) રચેલ છે (પી. ૩, ૨૬૬; પી. ૬, ૪૩, વેબર ૨, ૧૦૨૪ નં. ૧૯૮૬) તેમાં ઋષભ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન એ જૈન તીર્થકરોનાં તેમના પૂર્વભવો સાથેનાં, તેમજ બીજાનાં ચરિત્રો છે. ૬૩૦. સં. ૧૩૬૫ માં તાડપત્ર પર લખાયેલ પલ્લીવાલ ગચ્છના મહેશ્વરસૂરિકૃત કાલિકાચાર્ય કથા (પ્રા.) તથા નાઇલ્લગચ્છના સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિની રચેલ પ્રા. ભુવનસુંદરી કથા ખં. શાંતિનાથના ભંડારમાં છે. (પી. ૧, ૨૯; પી. ૧, ૩૯ (સંપા. અને કથાસાર લેખન આ. શીલચન્દ્રસૂરિ પ્ર. પ્રાકૃત ગ્રંથ પરિષદ }) સં. ૧૩૬૮માં વાદિ દેવસૂરિ સંતાને વિજયચંદ્રસૂરિ પટ્ટધર માનભદ્રસૂરિ શિ. વિદ્યાકર ગણિએ વિજયચંદ્રસૂરિની તેમજ વિદ્યાગુરુ હરિભદ્રસૂરિની કૃપાથી હૈમવ્યાકરણ બ્રહવૃત્તિની દીપિકા ઉદ્ધરી (ખેડા સંઘ ભં.) સં. ૧૩૭૨ માં ધંધના કુલમાં પરમજૈન ચંદ્ર ઠક્કરના પુત્ર ફેરૂએ પ્રા. માં ત્રણ ભાગમાં કારિકાવાળો વાસ્તુસાર નામનો ગ્રંથ રચ્યો (કાં. વડો. નં. ૬૮) આ ગ્રંથકારે જ્યોતિષસાર, દ્રવ્ય પરીક્ષા, અને રત્નપરીક્ષા રચી તેના પર વૃત્તિઓ પણ કરી. તેજ વર્ષમાં પૌ. (ચકેશ્વરસૂરિ-ત્રિદશપ્રભ-તિલક-ધર્મપ્રભ-અભયપ્રભ-રત્નપ્રભસૂરિ શિ.) કમલપ્રત્યે પુંડરીકચરિત્ર રચ્યું. સં. ૧૩૭૩માં સૂરિપદ પામેલ તપાગચ્છના (ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ શિ.) સોમતિલકે ૩૮૭ ગાથાનો નવ્ય ક્ષેત્રસમાસ, વિચારસૂત્ર, અને સં. ૧૩૮૭માં સતિશત સ્થાનક (વે. નં. ૧૬૮૩ પ્ર. . સભા) અને પોતાના ગુરુ સોમપ્રભકૃત ૨૮ યમક સ્તુતિઓ પર વૃત્તિ રચી. (પી. ૩, ૩૧૨) ૬૩૧. સં. ૧૩૮૦ માં માલધારી રાજશેખરસૂરિ (પ્રબંધકોશ કર્તા) ના શિષ્ય સુધાકલશે સંગીતો૪૩૧. જિનવિજયનો લેખ હિંદી ‘કુમારપાલ ચરિત'ની હિંદી પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy