SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૬૨૬. સં. ૧૩૯૪માં મંત્રી વિમલના વંશમાં થયેલા મંત્રી અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહ અને તેના પુત્ર મંત્રી ભાણકે વિમલવસહિની અંદર અંબિકા દેવીની મૂર્ત્તિ કરાવી. ૨૮૪ ૬૨૭. હવે સાહિત્ય પ્રવૃત્તિ જોઇએઃ- સં. ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભ શિષ્ય મેરૂતુંગસૂરિએ વર્ધમાનપુર (વઢવાણ)માં પાંચ સર્ગમાં-પ્રબંધ ચિંતામણી ગ્રંથ રચ્યો (પી. ૨, ૮૬; વે. નં. ૧૭૫૩ ગૂ. ભા. સહિત રામચંદ્ર દીનાનાથ; અંગ્રેજી ભા. બિ. ઇ. સન ૧૯૦૨ {મૂળ અને હિન્દી અનુવાદ સિંધી ગ્રં}). જેમાં ઇતિહાસનાં તત્ત્વ હોય છે તેવા પ્રબંધ લખવાનો પ્રારંભ હેમાચાર્યથી જ થઇ ગયો હતો. જૈન ગ્રંથકારોએ ચરિત્રો લખવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત કરી છે. લગભગ પોતાના સમયના ભોજ કુમારપાલ જેવા રાજાઓ, વસ્તુપાળ તેજપાળ જગડૂશા જેવા શ્રીમંતો અને માધ વગેરે કવિઓનાં ચરિત્રોમાં તેઓએ સારો રસ લીધો છે-અને હેમચંદ્રચાર્યના સમયથી ઉદભવેલી આ પ્રવૃત્તિનાં ઉદાહરણોમાં ચૌદમા સૈકાના ‘પ્રબંધ ચિન્તામણી’કાર મેરૂતુંગાચાર્ય વગેરે ગણાવી શકાય.' ‘હેમચંદ્રે દ્વાશ્રય સંસ્કૃતમાં મૂલરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીનો ઇતિહાસ, અને પ્રાકૃત ચાશ્રયમાં કુમારપાલનો ઇતિહાસ આપ્યો; -તેમજ પરિશિષ્ટ પર્વમાં શ્રી મહાવીર ભ. પછી થયેલ સુધર્માથી વજ્રસ્વામી પર્યંતના આચાર્યો તથા ચંદ્રગુપ્ત સંપ્રતિ વગેરે જૈન રાજાઓનો ઇતિહાસ આપ્યો. ત્યાર પછી ઐતિહાસિક ચરિત્ર-પ્રબંધ રચવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. વસ્તુપાલ (અને તેજપાલ) સંબંધી લખાયેલાં વસન્તવિલાસ આદિ અનેક ગ્રંથો અગાઉ જણાવાયા છે; તેરમા શતકમાં કુમારપાલ પ્રતિબોધ, કુમારવિહાર પ્રશસ્તિ, કુમારવિહાર શતક, કુમારપાલ ચરિત્ર રચાયાં; ને પછી જગડૂચરિત, સં. ૧૩૩૨ માં પ્રભાવકચરિત અને પછી આ પ્રબંધ ચિંતામણી રચાયું. ૬૨૮. પ્રબંધચિંતામણીના ૧લા સર્ગમાં વિક્રમાર્કપ્રબંધ (અગ્નિવેતાલ, કાલિદાસ કવિ, સુવર્ણપુરુષસિદ્ધિ, પરકાયપ્રવેશવિદ્યા સિદ્ધસેન દિવાકર આદિ સંબંધવાળો), શાલિવાહનો, તથા વનરાજાદિ પ્રબંધ-વનરાજ, અન્ય ચાવડા રાજાઓ, મૂલરાજ સોલંકી, મુંજરાજ, સિંધુલ, ભોજ સંબંધીના છે, બીજામાં ભોજ તથા ભીમનો પ્રબંધ કે જેમાં પુલચંદ્ર દિગંબર, માઘ પંડિત, ધનપાલ પંડિત, મયૂર, બાણ, માનતુંગ, આદિના સંબંધ ને ભોજનો પરાજય સ્વર્ગવાસ; ૩ જામાં સિદ્ધરાજ પ્રબંધ (લીલાવૈદ્ય, ઉદયન અને સાંતુ મંત્રી, માતા મીનળદેવી, માલવેશનો પરાજય, સિદ્ધહેમ વ્યાકરણની ઉત્પત્તિ, રૂદ્રમાલો તથા સહસ્રલિંગ સરોવરનું નિર્માપણ, રામચંદ્ર, જયમંગલ, યશઃપાલ તથા હેમાચાર્યની કવિતા, નવઘનનો પરાજય, સજ્જન મંત્રીનો ગિરનારનો ઉદ્ધાર, સોમેશ્વરની યાત્રા, દિગંબર કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે સંવાદ, આભડશા વગેરે અનેક સંબંધવાળો) પ્રબંધ છે; ૪ થા સર્ચમાં કુમારપાલ પ્રબંધ છે (જન્મ, ભ્રમણ, રાજ્યાભિષેક, હેમાચાર્યનો પ્રસંગ ને ચરિત્ર, વાગ્ભટ્ટ તથા આમ્રદેવનો તીર્થોદ્ધાર, કપર્દિ, ઉદયચંદ્રસૂરિ, જૈનવિહારો-મંદિરો, બૃહસ્પતિ આલિગ અને વામરાશિવિપ્ર, હેમાચાર્ય ને શંકરાચાર્ય, કુમારપાળનું સ્વર્ગમાન અને અજયપાળની દુષ્ટતા, પ્રધાનોનું દુર્મરણ તથા બાળ મૂળરાજ અને ભીમનું રાજ્ય વગેરે છે.) પછી વસ્તુપાળ તેજપાલનો પ્રબંધ આવે છે. ખંભાતમાં વસ્તુપાળની સૈયદ સાથે લડાઇ, આલમખાન સાથે વસ્તુપાલની મૈત્રી, વસ્તુપાલની કીર્ત્તિ વગેરે છે. છેલ્લા ૫ મા સર્ગમાં પ્રકીર્ણ પ્રબંધો છે-જેવા કે નંદરાજ, શિલાદિત્ય ને મલ્લવાદી, વલ્લભીભંગ, મુંજ રાજા અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy