SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૨૨ થી ૬૨૫ સમરાશા-શત્રુંજયતીર્થનો ઉદ્ધાર ૨૮૩ ૬૨૪. આબુ પરનાં ઉક્ત બંને મંદિરોનો સં. ૧૩૭૮ માં ઉદ્ધાર થયો-વિમલવસહિનો ઉદ્ધાર મહણસિંહ પુત્ર શા. લલ્લ (=લાલિગ) અને શા. ધનસિંહના પુત્ર શા. વીજડ-આ બંને પિત્રાઈ ભાઇઓએ કરાવ્યો; અને લૂણિગવસહિનો જીર્ણોદ્ધાર ચંડસિહ પુત્ર સંઘપતિ પીથડે કરાવ્યો.૪૩૦ વળી ત્યાં એક સં. ૧૩૭૮ નો લેખ છે તેમાં જણાવ્યું છે કે ‘શ્રીમાળી જ્ઞાતીય ખેતલે ભગાનંતર આ મહાવીર બિંબ કરાવ્યું.’ તેમજ બીજાઓએ જુદાં જુદાં મંદિરો-દેવકુલિકાઓ કરાવી. આમ મુસલમાનોએ પોતાનાં મહા-મહા તીર્થોને કરેલું નુકશાન પાછળથી જૈનોએ સમારકામ કરાવી-પુનરૂદ્ધાર કરી ટાળ્યું, તો પણ પાટણ આદિ શહેરોનાં હિંદુ જૈન મંદિરો ભગ્નાવશેષ થયા. આમાં ઉલ્લેખ કરાયેલ પીથડપેથડનો વૃત્તાંત એક ઐતિહાસિક પ્રશસ્તિ (પુરાતત્ત્વ ૧,૧)માંથી સુભાગ્યે મળી આવે છે કે તે અણહિલપુર પાટણ પાસે આવેલા ગામ સાંડે૨ક (સાંઢેરા) કે જે વર્ધમાન સ્વામીના મંદિ૨થી અલંકૃત હતું, તેમાં પ્રાગ્વાટવંશના સુમતિશાહનો રાજમાન્ય પુત્ર આભૂ, તેનો આસડ એના મોખ અને વર્ધમાન, પૈકી વર્ધમાનનો ચંડસિંહ અને ચંડસિંહના ૭ પુત્રો પૈકી જ્યેષ્ઠ તે પેથડ. પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાવાળું મંદિર કરાવ્યું અને આગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાલ કારિત નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; તેમજ પોતાના ગોત્રમાં (?) થઇ ગયેલ ભીમાશાહ (જુઓ પારા ૬૨૫)ની કરાવતાં અપૂર્ણ રહેલ પિત્તલમય આદીશ્વરની પ્રતિમાને સુવર્ણથી દૃઢ સંધિવાળી કરી ઉદ્ધાર કર્યો, તથા ભ. મહાવીરની મૂર્તિ તૈયાર કરાવી ઘરમંદિરમાં સ્થાપિત કરી, અને પછી તેને સં. ૧૩૬૦ માં લઘુવયસ્ક કર્ણદેવ (કરણઘેલો) ના રાજ્યમાં નગરના મોટા મંદિરમાં સ્થાપન કરી, અને પછી સિદ્ધાચળ અને ગિરનારની યાત્રા સંઘવી થઇ કરી, પછી બીજી વખત સંઘપતિપણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. સં. ૧૩૭૭ ના દુષ્કાળ વખતે પીડાતા અનેક જનોને અન્નાદિકના દાનથી સુખી કર્યા. પછી ગુરુ પાસે જિનાગમ શ્રવણ કરતાં તેમાં વીર-ગૌતમના નામની ક્રમશઃ સુવર્ણ-રૌપ્ય નાણકથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્યવડે શ્રીસત્ય સૂરિના વચનથી તેણે ચાર જ્ઞાનભંડાર લખાવ્યા, તેમજ નવક્ષેત્રમાં પણ અન્ય ધનનો વ્યય કર્યો. તેનો પુત્ર પદ્મ, તેનો લાડણ, તેનો આહણસિંહ અને તેનો મંડલિક નામનો પુત્ર થયો (કે જે સંબંધી જુઓ પારા ૬૬૯ અને ટિપ્પણ ૪૪૯) ૬૨૫. એક રાજ્ય પટ્ટાવલીની પછવાડે વિ. સં. ૧૩૭૬, ૭૭ માં દુર્ભિક્ષયોગે ગૂર્જર જ્ઞાતીય સા. ભીમે (અતિ દાન) આપ્યું એમ જણાવ્યું છે. આબુ પરનું જે ભીમાશાહનું દેહરૂ-ભીમસિંહપ્રાસાદ કહેવાય છે તે કરાવનાર આ સા. ભીમ હોય તેમ સંભવે છે. ૪૩૦. જુઓ જિનપ્રભુસૂરિના તીર્થકલ્પમાંનો અર્બુદ કલ્પઃ तीर्थद्वयेऽपि भग्रेऽस्मिन् दैवान्म्लेच्छैः प्रचक्रतुः । अस्योद्धारं द्वौ शकाब्दे वह्निवेदार्कसंमिते (१२४३) ॥ तत्राद्य तीर्थस्योद्धर्त्ता लल्लो महणसिंहभूः । पीथडस्त्वितरस्याभूद् व्यवहृच् चंडसिंहजः ॥ લાલિગ અને વીજડે કરાવેલા જીર્ણોદ્ધાર સંબંધીની એક વિસ્તૃત પ્રશસ્તિ ત્યાં કોતરી કાઢેલી હજુ મળે છે તેમાં તે બંને પિત્રાઇઓનો વિસ્તૃત ઇતિહાસ મળે છે. લૂણિગવસહિના નવ ચોકિયાના અગ્નિકોણ તરફના સ્થંભ ઉપર એક સંસ્કૃત પદ્ય છે તેમાં સંઘપતિ પેથડે પોતાનું ધન ખર્ચીને લૂણિગવસહિતનો ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ છે. કલ્યાણવિજયજીનો લેખ નામે ‘આબુના જૈન શિલાલેખો' તા. ૧૬-૨૦-૨૭ નું ‘જૈન’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy