SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ યાત્રા કરી કે જ્યાં તેમને ત્યાંના રાજા મહીપે (મહિપાલદેવે) માન આપ્યું. દેવપટ્ટણમાં મુગ્ધરાજ રાજાએ, દીવમાં તેના સ્વામી મૂલરાજે સન્માન કર્યું. ત્યાંથી શત્રુંજય પુનઃ આવી પાટણ સંઘસહિત આવ્યા. દેશલશાહે સં. ૧૩૭૫માં પુનઃ મહાયાત્રા કરી. સમરસિંહ દિલ્લી સુલતાનના આમંત્રણથી જતાં ત્યાં કુતુબદીન બાદશાહે માન આપ્યું ને પછી તેના પુત્ર સુલતાન ગ્યાસુદીને શાહના કહેવાથી ત્યાં બંદી તરીકે રાખેલ પાંડુદેશના સ્વામી વીરવલ્લ (બીરબલ)ને મુક્ત કર્યો. બાદશાહના ફરમાનથી ધર્મવીર સમરે મથુરા અને હસ્તિનાપુરમાં સંઘપતિ થઈ જિનપ્રભસૂરિ (જુઓ પારા ૬૦૨) સાથે તીર્થયાત્રા કરી. ૬૨૨. પછી સમરાશાહ તિલંગ દેશમાં ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાનના આશ્રિત થયા. ખાને પણ સમરને વિશ્વાસપાત્ર પોતાના ભાઇ તરીકે સ્વીકારી તિલંગ દેશનો સ્વામી (સૂબો) બનાવ્યો હતો. ત્યાં તુર્કોથી બંદી તરીકે પકડાયેલ પુષ્કળ મનુષ્યોને તેણે મૂકાવ્યા; શ્રાવકોના કુટુંબોને ત્યાં સ્થાપી ઉરંગલપુરમાં જિનાલયો કરાવી ધર્મપ્રભાવના કરી. સમરસિંહ સં. ૧૩૯૩ પહેલાં તે લગભગ સ્વર્ગસ્થ થયા, કે જે વર્ષમાં કંજરોટપુરમાં રહી ઉપર્યુક્ત સિદ્ધસૂરિના શિષ્ય પટ્ટધર કક્કસૂરિએ તે સમરસિંહનો ચારિત્રાત્મક ગ્રંથ નામે નાભિનંદનોદ્વાર પ્રબંધ પૂરો કર્યો. ૨૯ ૬૨૩. આબુ પર “ભંગ થયો ત્યાર પછી સં. ૧૩૭૨ અને ૭૩ની, વિમલવસહિ, મહાવીરમંદિર અને વિમલ હસ્તિશાળા-આ ત્રણેની વચ્ચે જે મોટો મંડપ આવેલો છે તેમાં કેટલાક રાજકીય શાસન લેખોવાળી સુરહિઓ (સુરભિ-ગાયો) છે, કે જેમાં ચંદ્રાવતીના રાજાઓએ અવારનવાર આબુનાં જૈન દેહરાઓના રક્ષણની અને યાત્રિકો પાસે યાત્રાકર જેવા કોઈ પણ લાગા નહિ લેવાની પ્રતિજ્ઞાઓના લેખો કોતરાવેલા છે. આમાં ૩ લેખો ચંદ્રાવતીના મહારાજ દેવડા લૂંટાક (હાલના સિરોહીના મહારાવના પૂર્વજો ના છે, તેમાં સં. ૧૩૭૨ ના એક લેખમાં આદિનાથ (વિમલવસહિ) અને નેમિનાથ (લૂસિગવસહિ) ઉપરના અમુક લાગા માફ કર્યાની હકીકત છે. તે જ વર્ષના બીજા લેખમાં તે રાજાએ આબુની યાત્રાએ આવનાર યાત્રિકો ઉપરનો કર બાઇશ્રી નામલદેવીના પુણ્યાર્થે માફ કર્યાની હકીકત છે અને ત્રીજા સં. ૧૩૭૩ ના લેખમાં દેલવાડાના જૈન મંદિરોના પૂજારીઓ પરનો કર માફ કર્યાની હકીકત છે. વળી આ લેખોમાં આ આજ્ઞાઓ પોતાના પછીના સ્વવંશજ વા પરવંશજ રાજાઓ પાળે એવી તેમાં પ્રાર્થના કરેલી છે. રત્નાકરસૂરિ એ બંને એક હોય તો પણ સં. ૧૩૭૧ માં શત્રુંજય તીર્થના મૂલનાયક આદીશ્વરની પ્રતિષ્ઠા કરનાર ઉપદેશ ગચ્છના સિદ્ધસૂરિ જ જણાય છે. બાકી આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોય, એમ સંભવી શકે. પંડિત લાલચંદ જૈનયુગ” ૧, ૨૫૯. વિવિધ તીર્થકલ્પમાં શત્રુજય કલ્પ (ર. સં. ૧૩૮૫)માં જિનપ્રભસૂરિએ આ ઉદ્ધારનો સં. ૧૩૭૧ આપ્યો છેઃ वैक्रमे वत्सरे चन्द्रहयाग्नीन्दुमिते सति । श्रीमूलनायकोद्धारं साधुः श्री समरो व्यधात् ॥ ૪૨૯. જૂઓ “અંબદેવસૂરિકૃત સમરારાસો (પ્ર. પ્રા. ગુ. કા. સં; જૈ. ઐ. ગૂ. સંચય) અને કક્કસૂરિકૃત નાભિનંદનોદ્વાર પ્રબંધ (પ્ર. લે. ગ્રં) અને તે બંને પરથી અનેક ઐ. ટિપ્પણો સહિત ઘણી કાળજી અને પરિશ્રમથી પંડિતશ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીનો લખેલો લેખ નામે “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહ (તિલંગ દેશનો સ્વામી)' જૈનયુગ વર્ષ ૧ પૃ. ૧૦૨, ૧૮૩, ૨૫૫, ૪૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy