SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬ ૧૪ થી ૬ ૨૧ મુસ્લિમ આક્રમણો ૨૮૧ સહિત અજિતનાથનું વિધિચૈત્ય બંધાવ્યું.૨૫ પરંતુ સં. ૧૩૬૯ (એક પટ્ટાવલીના આધારે)માં (અને અચૂક ઉદ્ધાર વર્ષ સં. ૧૩૭૮ પહેલાં) આબુ પરનાં બે પ્રસિદ્ધ મંદિરો નામે વિમલમંત્રીકૃત વિમલવસતિ અને તેજપાલમંત્રીકૃત લૂણગવસહિ-એનો સ્વેચ્છાએ ભંગ કર્યો-મૂર્તિઓને તોડી હતી; તેમજ તે વર્ષ એટલે સં. ૧૩૬૯માં જ શત્રુંજય પર્વત પરના અધિરાજ આદીશ્વરની પ્રતિમાનો ભંગ કર્યો હતો. (સમકાલીન જિનપ્રભકૃત શત્રુંજયકલ્પ રચના સમય સં. ૧૩૮૫). ૬૨૦. “હવે તો નવી વાત છે કે જે દોહિલા દિવસોમાં ક્ષત્રિયો ખગ લઈ શકતા નથી, સાહસિકોનાં સાહસ ગળી જાય છે. તેવા વિકટ સમયમાં જિનધર્મરૂપી વનમાં સમરસિંહે દેખાવ દીધો. ૪૨૬ તે સમરસિંહ ઓસવાળ જૈન હતો. તેનો પૂર્વ જ સલક્ષણ પામ્હણપુરનો વાસી હતો. સલક્ષણનો પૌત્ર દેસલ પાટણવાસી થયો. તેના ત્રણ પુત્રો નામે સહજપાલ, સાહણ અને ઉક્ત સમરસિંહ. સહજપાલે દક્ષિણમાં દેવગિરિ (દોલતાબાદ)માં ચોવીશ જિનાલયમાં પાર્શ્વજિનને મૂલ નાયક તરીકે સ્થાપ્યા. સાહણ ખંભાતમાં રહીને પૂર્વજોની કીર્તિ વિસ્તારતો હતો, જ્યારે સમરસિંહ પાટણમાં પિતા સહિત રહેતો હતો; અને અલપખાનની સેવા (ઉચ્ચ અધિકારી તરીકે) કરતો હતો. શત્રુંજય પરની દુર્ઘટના સાંભળી તેના ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી અલપખાન પાસે જઈ જણાવ્યું “અમારી આશાના આધારભૂત સ્વામી ! હિંદુઓની હજ ભાંગી નાંખી છે, એની દુનિયા નિરાશ થઇ છે વગેરે. ૪૨૭ ખાને તેને માન આપી તીર્થ માંડવાનું ફરમાન કરી આપ્યું; ને તે માટે માલેક અહિદરને આદેશ કર્યો. ૬૨૧. સમરસિંહે આરાસણની ખાણના સ્વામી માહેશ્વર છતાં પણ જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળા ત્રિસંગમપુરમાં રાજ્યકર્તા રાણા મહિપાલદેવ (દાંતા રાજ્યના પૂર્વજ) પાસેથી તે ખાણમાંથી સરસ ફલોહી-પાષાણની લાંબી પાટો મેળવી તેમાંથી પ્રતિમા ઘડાવી. સં. ૧૩૭૧માં પોતાના પિતા દેસલને સંઘાધિપતિ કરી સમરાશાહે પોતાના બંધુઓ આદિ સહિત સંઘ કાઢી ત્યાં ઉપકેશ ગચ્છના (યક્ષદેવકક્ક-સિદ્ધ-દેવગુપ્તસૂરિ શિષ્ય) સિદ્ધસૂરિ ૨૮ પાસે આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી ગિરિનારની ૪૨૫. જુઓ પ્રા. ગૂ. કા. સંગ્રહનું પરિશિષ્ટ-તેમાં આપેલ શિલાલેખ. ૪૨૬, દિવ પુણ નવીયજ વાત, જિણિ દહાડઈ દોહિલઈ, ખત્તિય ખગ્યુ ન લિતિ, સાહસિયહ સાહસુ ગલઇ, તિણિ દિણિ દિનુ દિકખાઉ, સમરસીહિ જિણધર્મોવણિ, તસુ ગુણ કરઉં ઉદ્યોઉં, જિમ અંધારાં ફટિકમણિ. - અંબદેવસૂરિનો સમરા રાસો. સં. ૧૩૭૧. ૪૨૭. સામિય ! એ નિયુણિ અડદાસ આસાલંબ અહતણઉ એ; ભઇલી એ દુનિય નિરાસ, હજ ભાગીય હીંદુઅ તણી એ - એજન. ૪૨૮. છતાં સં. ૧૪૯૪માં રચાયેલ ગિરનાર પરના વિમલનાથ પ્રાસાદની પ્રશસ્તિમાં, પં. વિવેકધીર ગણિએ સં. ૧૫૮૭ માં રચેલા શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં, નયસુંદરના સં. ૧૬૩૮ના શત્રુંજય રાસમાં અને એને અનુસરતા પાશ્ચાત્ય લેખકોએ રત્નાકરસૂરિને પ્રતિજ્ઞા કરનાર જણાવ્યા છે, કક્કસૂરિએ નાવ પ્રબંધમાં સંઘમાં બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ આવ્યા હતા, એમ જણાવ્યું છે. તે રત્નાકરસૂરિ અને વૃદ્ધતપાગણમાં થયેલ રત્નાકરગચ્છના પ્રવર્તક ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy