SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ સાત પુણ્યક્ષેત્રની ઉપાસનાનું વર્ણન છે. સં. ૧૩૩૧ માં ખરતર જિનેશ્વરસૂરિએ દીક્ષા લીધી તેનો દીક્ષા વિવાહ વર્ણના રાસ સોમમૂર્તિએ રચ્યો. સં. ૧૨૭૮ અને સં. ૧૩૩૦ વચ્ચે ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય જગડુએ સમ્યકત્વમાઈ ચઉમઈ રચી. તેમાં સમ્યકત્વ-સમ્યગ્દર્શનનો વિષય ચર્યો છે. સં. ૧૩૫૮માં લખાયેલ પ્રતમાં ઉપરોક્ત નેમિનાથ ચતુષ્પાદિકા ઉપરાંત પદ્મત શાલિભદ્ર નામના મહાઋદ્ધિમાન શ્રાવકે ભ. મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેના ગુણની વર્ણના રૂપે કક્કાવારીશાલિભદ્રકક્ક, તે જ પડ્યે રચેલ માતૃકા એટલે બારાખડીના દરેક વર્ણ લઈ તે પર ઉપદેશ આપતા દૂહાઓ-દૂહામાતૃકા ઉપલબ્ધ થાય છે. (જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૧ થી ૧૨). ૬૦૮. સં. ૧૩૩૦, સં. ૧૩૪૦, સં. ૧૩૫૮ના ગૂજરાતી ગદ્યના નમૂનાઓ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ' (ગા. ઓ. સિરીઝ તરફથી પ્રકાશિત)માં પ્રસિદ્ધ થયેલા છે. ૬૦૯. વળી સં. ૧૩૩૬માં શ્રીમાલ ઠ. કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે બાલશિક્ષા નામનો ગ્રંથ રચ્યો છે. તે ગૂજરાતી પરથી સં. કાતંત્ર વ્યાકરણનું જ્ઞાન કરાવનાર છે. (જે. ૪૫ જુઓ પં. લાલચંદનો લેખ પુરાતત્ત્વ પુ. ૩, અંક ૧ પૃ. ૪૦-૫૩) કર્તા જૈનેતર લાગે છે. ૬૧૦. સં. ૧૩૫૬માં વાઘેલા કરણઘેલાના નાગર પ્રધાન માધવ ગૂર્જર દેશમાં અલાઉદીન બાદશાહની સેનાનો પાટણમાં પ્રવેશ કરાવ્યો. ગુજરાતમાં હિન્દુ રાજ્યનો અંત આવ્યો. પ્રાચીન ગુજરાતની જાહોજલાલી અને ભવ્યતાનું છેલ્લું પ્રકરણ પૂરું થયું. ૬૧૧. વલભી નગર ભાંગ્યા પહેલાં તથા ચાપોત્કટ (ચાવડા) વંશથી માંડીને અંતે વાઘેલા વંશનો નાશ થયો ત્યાં સુધીમાં ગુજરાતની જાહોજલાલી સર્વોપરી હતી. તે વખતમાં જ ઘણાખરા કવિઓ વિદ્વાનો થઇ ગયા છે અને તેમાં પણ જૈન પંડિતોએ તો સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.૨૩ ૪૨૨. મેરૂતુંગ સૂરિની વિચારશ્રેણિ-સ્થવિરાવલીમાં જણાવ્યું છે કે (સ) ૨૩૬. વના માધવના રવિન માનીતા: | નાગર કવિ પદ્મનાભ સં. ૧૫૧૨ ના રચેલા કાન્હડદે પ્રબંધમાં કહે છે કે : માધવ મહિતઈ કર્યું અધર્મ, નવિ છૂટીઈ જે આગિલ્યા કર્મ, નવખંડે અપકીરતી રહી, માધવિ મ્લેચ્છ આણિયા સહી. ૪૨૩. સ્વ. શ્રી મણિલાલ ન. દ્વિવેદી – ‘પ્રિયંવદા' જુલાઈ સન ૧૮૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy