SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૬ ગુજરાતમાં મુસલમાનો (સં. ૧૩૫૬ થી ૧૪૦૦) जय जिणेसर ! जय जणाणन्द ! जय जीवरक्खण परम ! जय समत्थ तिहुयण दिवायर ! जय भीसणभवमहण ! जय अपारकारुन्नसायर ! ગય સિવાર ! સિનિય ! ઉદ્ધમાન ! નાડું तिहुयणपत्थियकप्पतरु, ! जयजय पणयसुरिन्द ! --જનને આણંદ કરનાર જિનેશ્વર ! જય થાઓ, જય થાઓ; જીવરક્ષામાં મહાન અને ત્રિભુવનને સમર્થ પ્રકાશ પાડનાર સૂર્ય ! જયવંતા રહો, ભીષણ ભવને હણનાર ! જય થાઓ, અપાર કરુણાના સાગર ! જય થાઓ; શિવના કારણ ! શિવના સ્થાન ! વર્ધમાન જિનેન્દ્ર ! તમે ત્રિભુવનમાં પ્રસરેલા કલ્પતરૂ છો અને સુરેન્દ્ર તમારા પગે પડે છે, તારો જય જય હો ! - નેમિચંદ્રસૂરિકૃત મહાવીરચરિત્ર - ૬૧૨. ગૂર્જર ભૂમિને મુસલમાનોનો અલાઉદીન ખીલજીના હસ્તક સ્પર્શ થયો ત્યારથી ગૂજરાત નવા જગતમાં દાખલ થયું. સર્વ પ્રાચીનતાઓ મૂળમાંથી ખળભળી ઉઠી. સર્વને આઘાત થયો-પૂર્વે કદિ નહીં થયેલો એવો પ્રબળ આઘાત થયો. જીવન બદલાયું-જીવનના માર્ગ બદલાયા. સાહિત્ય બદલાયું-ભાષા બદલાઈ. આ બધું આ કાળમાં થયું. પરાધીન જીવનનો આરંભકાળ તે આ જ. ઉલગખાન (અલફખાન નહિ)ના ૨૪ પગલાંની સાથે જ આ નવા અનુભવનો આરંભ થયો હતો અને દિનપ્રતિદિન તે વિસ્તાર પામતું ગયું. ૬૧૩. જૈન-શૈવ કે વૈષ્ણવ મંદિરો જમીનદોસ્ત થયાં-તેની જગાઓ મસીદોએ લેવા માંડી–તેના સુંદર પથ્થરો-કારીગરીના નમુનાઓ મસીદો બાંધવામાં વપરાયા. રાજ્ય વ્યવસ્થા બદલાતાં ગૂર્જર દેશના ભાગલા પડયા-ગૂજરાતની સ્થિતિ છિન્નભિન્ન થઈ ગઈ. જાનમાલની સલામતીને માટે લોકોને પગલે - ૪૨૪. જિનપ્રભસૂરિ તીર્થકલ્પમાં જણાવે છે કે “વિ. સં. ૧૨૫૬માં સુરતાણ અલ્લાવદણ (સુલ્તાન અલાઉદીન)ના નાનાભાઈ ઉલ્લખાન (ઉલગખા) ઢિલ્લિ (દિલ્હી) નગરથી ગુજરાત પર ચઢયો.” ચિત્તકૂડ (ચિત્રકૂટ-ચિત્તોડ)ના અધિપતિ સમરસીહે તેને દંડ આપી મેવાડ દેશની રક્ષા કરી. અલફખાન તો પછી સૂબા તરીકે ગુજરાતમાં આવ્યો હતો. જુઓ જિનવિજયનો લેખ “ઉલુગખાન અને અલપખાન' પુરાતત્ત્વ-પુ. ૪-અંક ૩ અને ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy