SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૦૩ થી ૬ ૧૧ જિનપ્રભસૂરિ ૨૭૭ રાજ્ય એ સર્વે પોતાની જીન્દગીમાં જોયું છે, અને તેથી તેનો ટુંક સામટો પરિચય અત્ર કર્યો છે. તેમણે દિલ્લીમાં સાહિ મહમ્મદને પ્રતિબોધ્યો હતો. તેમની પાસેથી ન્યાયકંદલી શીખીને સં. ૧૪૦૫ માં પ્રબંધકોષકર્તા રાજશેખરે ન્યાયતંદલીવિવૃત્તિ રચી (પી. ૩, ૨૭૩) અને તેઓ (૧૪૨૨માં સમ્યકત્વ સપ્તતિકા (પ્ર. જિ. આ. } રચનાર) સંઘતિલકસૂરિના પણ વિદ્યાગુરુ હતા. (જે. પ્ર. ૫૮) ૬૦૫. “એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં પહેલવહેલાં કાગળોનો પ્રવેશ કુમારપાલના સમયમાં થયો; પરંતુ તેના એટલે ૧૩મા સૈકામાં લખાયેલાં કાગળ ઉપરનાં પુસ્તકો પાટણના ભંડારોમાં નથી. માત્ર એક બે તે સમયના જોવામાં આવે છે, પણ તેની લિપિ ઉપરથી તેનો સમય ખોટો લાગે છે. જો કે સં. ૧૩૨૯નું એક પુસ્તક જોવામાં આવે છે છતાં ભંડારોમાં જૂનામાં જૂનાં પુસ્તકો સં. ૧૩૫૬-૫૭માં લખાયેલાંની નકલ કરાયેલાં છે. આવાં કાગળ ઉપરનાં પુસ્તકોમાં સોનેરી રંગથી ચિત્રો ચીતરવામાં આવતાં અને તેવાં ચિત્રવાળાં પુસ્તકોની સંખ્યા પાટણના ભંડારોમાં છ એક વધુ નીકળે છે. ૪૫ આથી પૂર્વની કાગળની પ્રત પર લખાયેલ કોઈ પુસ્તક હજુ સુધી મળ્યું નથી જણાતું. કેટલાંકનું કથન છે કે હિંદમાં કાગળ ચૌદમી સદીથી પ્રચલિત થયો, પરંતુ તે સ્વીકારતાં વિચારને હજુ સ્થાન છે. જૈનોએ ગ્રંથ લખવા માટે તાડપત્રોનો મોટે ભાગે ઉપયોગ કર્યો હતો ને તે ૧૧મી સદીથી તે પંદરમી સદી સુધી ચાલુ રાખ્યો હતો. ૬૦૬. અપભ્રંશ સાહિત્ય-ઉપર્યુકત સિવાયના બીજા (આગમિક ગચ્છના) જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં અનેક કૃતિઓ કરી છે. સં. ૧૨૯૭માં મદનરેખા સંધિ, સં. ૧૩૧૬માં સંધિ કાવ્ય સમુચ્ચય અંતર્ગત પ્ર.લા.દ.વિ.} વયર સ્વામીચરિત્ર, મલિચરિત્ર, નેમિનાથરાસ, પર્ પંચાશદ્ દિકકુમારિકા અભિષેક, મુનિસુવ્રત જન્માભિષેક, જ્ઞા પ્રકાશ, ધર્માધર્મવિચારકુલક, શ્રાવકવિધિ પ્રકરણ, ચૈત્યપરિપાટી, સ્થૂલભદ્ર ફાગ, યુગાદિ જિનચરિત્ર કુલક, આદિ રચ્યાં છે. તેમાંની કેટલીક કૃતિ તો શત્રુંજય પર રહીને રચી છે. તેમના શિષ્ય નર્મદા સુંદરી સંધિ સં. ૧૩૨૮માં સંધિ કાવ્ય સં. . લા.દ.વિ.) અને ગૌતમસ્વામીચરિત્ર સં. ૧૩૫૮માં રચેલ છે. (વિસ્તારથી જુઓ જૈનગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પ્રસ્તાવના પૃ. ૭૯-૮૩). ૬૦૭. જૂની ગુજરાતીમાં સાહિત્ય-આ ચૌદમા શતકના પૂર્વાધમાં ગૂજરાતીમાં થોડાં સુંદર કાવ્યો ઉપલબ્ધ થયાં છે. તે જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગમાં પૃ. ૫-૮ માં જણાવ્યાં છે :- રતસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રકૃત જૈન તીર્થંકર નેમિનાથ પર ચતુષ્પાદિકા (ચોપઈ) રૂપે ૪૦ ટુંકનું કાવ્ય છે, તેમાં બાર માસ લઈ દરેક માસે રાજમતિ પતિવિરહથી કથન કરે છે એનું કાવ્યમય વર્ણન છે; તે જ કવિકૃત આનંદસંધિમાં આનંદ નામના ભ. મહાવીરના એક શ્રાવકનો સંબંધ છે; સં. ૧૩૨૭માં એક અજ્ઞાતકવિએ (જયવંતે) સપ્તક્ષેત્રિ રાસ રચ્યો. તેમાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ४२०. ढिल्लयां साहिमहम्मदं शककुलक्ष्मापालचूडामणिं येन ज्ञानकलाकलापमुदितं निर्माय षड्दर्शनी । __प्राकाश्यं गमिता निजेन यशसा साकं न सर्वागमग्रंथज्ञो जयताज् जिनप्रभगुरु विद्यागुरुर्नः सदा ॥ ૪૨૧. સ્વ. સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાલાલ દલાલનો “પાટણના ભંડારો' એ નામનો લેખ-લાયબ્રેરી મિસેલેની જુલાઈ-ઓકટોબર. ૧૯૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy