SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૯૮ થી ૬૦૨ ૧૪મા સૈકાનું સાહિત્ય ૨૭૫ માણિક્યસૂરિએ શકુનસારોદ્વાર ગ્રંથ રચ્યો. (મોટી ટોળી ભં. પાલીતાણા; સાગર ભં, પાટણ; પ્ર. પી.હં.) ૬૦૧. સં. ૧૩૪૯ (શક ૧૨૧૪)માં નાગેન્દ્રગચ્છના વિજયસેન શિષ્ય અને ધર્માલ્યુદય કાવ્યના કર્તા મધુસૂદન ઢાંકીના મતે નાગેન્દ્ર ગચ્છીય ધનેશ્વરસૂરિ-વિજયસિંહસૂરિ-વર્ધમાસૂરિ (બીજા) વાસુપૂજય ચરિતકારના શિષ્ય (પારો ૪૯૯) “સામીપ્ય’ એપ્રિલ-સપ્ટે. ૧૯૯૮} ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી રચી. મૂલ શ્રી હેમચંદ્રાચાર્યે ૩ર સંસ્કૃત શ્લોકની બે વર્ધમાન સ્તુતિ રચી છે કે જે પૈકી એકને અન્યયોગવ્યવચ્છેદિકા દ્વાર્નાિશિકા કહેવામાં આવે છે તેમાં અન્ય યોગ એટલે દર્શનોનું નિરસન છે અને બીજી અયોગવ્યવચ્છેદિકા કહેવાય છે તેમાં આહતમતનું પ્રતિપાદન છે. મલ્લિષેણે પહેલી બત્રીશી લઈ તે પર ટીકા રચી અને તેમાં સ્યાદ્વાદ-જૈન દર્શનનું સ્વરૂપ સુન્દર રીતે બતાવ્યું ને તેનું નામ ‘સ્યાવાદ મંજરી' રાખ્યું. આમાં નીચેના ખ. જિનપ્રભસૂરિએ સહાય આપી છે. (પી. ૪, ૧૨૫; વે. નં. ૧૬૯૯; પ્ર. હિંદી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવકમંડલ, ગુ. અનુવાદ સહિત ભીમશી માણેક, અજિતશેખર વિ. ના ગૂ. અનુ. સાથે પ્ર. દિ. દ. } મૂલ આહંત મત પ્રભાકર પુના, અને ચોખંભા ગ્રંથમાલા સને ૧૯૦૦ કાશી.) તે ગ્રંથ “મલ્લિષેણે અનેક બ્રાહ્મણ દર્શનોના ગ્રન્થો અવલોકીને લખ્યો છે. ગ્રન્થ બુદ્ધિવૈભવથી અંકિત છે.” (પ્રો. આનંદશંકર). ૬૦૨. જિનપ્રભસૂરિ-લઘુ ખરતરગચ્છ પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય ઉક્ત જિનપ્રભસૂરિ એક અસાધારણ પ્રતિભાવાન અનેક ગ્રંથના કર્તા હતા. તેમણે સં. ૧૩૨૭માં શરૂ કરીને ૧૩૮૯માં વિવિધતીર્થકલ્પ-કલ્પપ્રદીપ પૂર્ણ કર્યો. (બુ. ૩ નં. ૯૭; પી. ૪, ૯૧ પ્ર. બિબ્લિ. ઈ. કલકત્તા (પ્ર. સીંધી ગ્રં. રત્નત્રય વિ. નો ગુ. અનુ. પ્ર. રંજન વિ. લાયબ્રેરી }) તેમાં કુલ ૫૮ કલ્પો છે - તે તીર્થોની જુદે જુદે સમયે પોતે યાત્રા કરી છે અને તેના કલ્પો રચ્યા છે; જેમ કે અપાપા બૃહત્કલ્પ સં. ૧૩૨૭માં દેવગિરિ (હાલના દોલતાબાદ)માં રચ્યો. શત્રુજય કલ્પ સં. ૧૩૮૪માં, ચેલણા પાર્શ્વનાથ કલ્પ સં. ૧૩૮૬માં અને આખો ગ્રંથ સં. ૧૩૮૯માં પૂરો કર્યો. તે કલ્પોની યાદી ખાસ ઉલ્લેખવા યોગ્ય છેઃશત્રુંજય, ઉજ્જયંત-રૈવતક પર કલ્પ, ઉજ્જયંત સ્તવ, અંબિકા દેવી, કપર્દીયક્ષ, પાર્શ્વનાથ, અહિચ્છત્રા, અર્બુદ, મથુરા, અશ્વાવબોધ, વૈભારગિરિ, કૌશાંબી, અયોધ્યા, અપાપા, કલિકુંડેશ્વર, હસ્તિનાપુર, સત્યપુર, અષ્ટાપદ, મિથિલા, રત્નપુર-એ સર્વપર કલ્પો, અપાપા બૃહત્કલ્પદીપોત્સવ કલ્પ, (વે. નં. ૧૭૩૫૩૬) શ્રી કાત્યાયનીય મહાવીર કલ્યાણપુર, પ્રતિષ્ઠાનપત્તન, નંદીશ્વર, કાંપીત્યપુર, અરિષ્ટનેમિ, શંખપુર, નાસિકપુર, હરિકંખી નગરની વસતીના પાર્શ્વનાથ, કપર્દિયક્ષ, શુદ્ધદંતી પાર્શ્વનાથ, અભિનંદન, પ્રતિષ્ઠાનપત્તન (સાતવાહન રાજાની ઉત્પત્તિ), ચંપાપુર, પાટલીપુત્ર, શ્રાવસ્તી, વારાણસી, મહાવીર ગણધર, કોકાપાર્શ્વનાથ, કોટિશિલા, વસ્તુપાલ-તેજપાલ, ચેલ્લણાપાર્શ્વનાથ, તીર્થ નામધેય સંગ્રહ, સમવસરણરચના, કુંડગેશ્વર, યુગાદિદેવ, વ્યાધ્રી, અષ્ટાપદ પર કલ્પો, હસ્તિનાપુરસ્તવન, કાત્યાયનીય મહાવીર, આરામકુંડ પદ્માવતી દેવી, માણિજ્યદેવ, અંતરિક્ષ પાર્શ્વનાથ, સ્તંભનકલ્પ શિલોંછ, કલિકુંડ, કુકડેશ્વર, ફલવદ્ધિ પાર્શ્વનાથ, કોઠંડીયદેવ, અંબિયદેવી-કલ્પો. (પત્ર ૩૫ નં. ૧૪૩ સન ૧૮૭૩-૭૪, નં. ૯૭ સન ૧૮૭૨-૭૩ ભાં. ઇ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy