SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા ૧૪ર કારિકામાં પ્રાકૃતમાં શ્રાદ્ધ જિતકલ્પ (ભાં. પ, નં. ૧૨૩૨. ક. વડો. નં. ૬૦ {સં. લાભસાગર પ્ર. આગમોદ્ધારક ગ્રં. }), ચતુર્વિશતિ જિનસ્તુતિ (વે. નં. ૧૮૦૫), પ્રા. માં દુઃષમ કાલસંઘ સ્તોત્ર (કા. વડો. નં. ૧૦૫) ની રચના કરી; તે ધર્મઘોષસૂરિ સં. ૧૩૫૭માં સ્વર્ગસ્થ થયા. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. પેથડ મંત્રીના તે ગુરુ હતા. ઉક્ત ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ (પી. ૩, ૩૧૨) તથા યતિજિતકલ્પ {પ્ર. આગમોદ્ધારક ગ્રં.} વગેરે અનેક પ્રકરણની રચના કરી; {શૃંગાર વૈરાગ્ય તરંગિણી –સોમપ્રભાચાર્ય -સં. અશોક મુનિ હિંદી સાથે છે. પાર્શ્વનાથ વિદ્યાપીઠ} તેમણે ચિત્રકૂટ (ચિત્તોડ)માં બ્રાહ્મણોની સભામાં જય મેળવ્યો હતો. એ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. જૈન-આગમોના પણ એ અગાધ અભ્યાસી હતા. ભીમપલ્લીનો થનારો ભંગ, સૌથી પહેલાં જ્ઞાનાતિશયથી એમણે જાણ્યો હતો. (જુઓ કલ્યાણવિજય મુનિનો લેખ જૈનયુગ' ભાદ્રપદથી-કાર્તક સં. ૧૯૮૫-૮૬ નામે “જૈનતીર્થ ભીમપપલ્લી અને રામસૈન્ય') પ૯૮. વૃદ્ધતપાગચ્છ સ્થાપક વિજયચંદ્રસૂરિ થયા તેમના ત્રણ શિષ્યો-આચાર્યો નામે વજસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ થયા તે પૈકી ક્ષેમકીર્તિએ સં. ૧૩૩૨ માં ભદ્રબાહુકૃત (બ્રહ) કલ્પસૂત્ર પર તે પરના ભાષ્ય અને ચૂર્ણિને ધ્યાનમાં રાખી વિશેષ વિવરણ કરવા માટે વિવૃત્તિ-વૃત્તિ રચી કે જેનો પ્રથમાદર્શ નયપ્રભ આદિ મુનિઓએ લખ્યો (પી. ૫. ૧૦૧; લીં. {સં. મુનિ પુણ્ય વિ. પ્ર. જૈ.આ.સ. ભા. ૧ થી ૬ }) અને માનતુંગાચાર્ય સં. માં. શ્રેયાંસચરિત રચ્યું. પ્ર. લે. જૈ. J. ગુ. ભાષા. જે.આ.સં. } સં. ૧૩૩૪માં નાગૅદ્રકુલના હેમપ્રભ-ધર્મઘોષ-સોમપ્રભ-વિબુધપ્રભના શિષ્ય ધર્મકુમારે, સાત પ્રસ્તાવમાં શાલિભદ્રચરિત રચ્યું કે જેમાં ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ અને પ્રભાચંદ્રગણિએ સંશોધન લેખનાદિમાં સહાય આપી (વે. નં. ૧૭૭૯ મુનિચંદ્ર વિ.ની સંસ્કૃત ટીકા અને ગુ. અનુ. સાથે પ્ર. મનફરા સંઘ }) તથા ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય વિવેકસાગરે પુણ્યસાર કથાનક જેસલમેરમાં રચ્યું કે જે ઉક્ત જિનપ્રબોધસૂરિએ શોધ્યું-તેમાં સાધર્મિક વાત્સલ્યના ફલ રૂપે પુણ્યસારની કથા છે. (જેસ. પ્ર. પ૩; કાં. વડો.) વિવેકસાગરે સમ્યકત્વાલંકાર (જે. ૮; જે. પ્ર. ૩૭) નામનો પણ ગ્રંથ રચ્યો છે. ૫૯૯. આજ વર્ષ એટલે સં. ૧૩૩૪માં રાજગચ્છીય ધનેશ્વરસૂરિ-અજિતસિંહ-શાલિભદ્ર-શ્રીચંદ્રજિનેશ્વરાદિ-પૂર્ણભદ્ર-ચંદ્રપ્રભસૂરિ શિષ્ય પ્રભાચસૂરિએ પ્રભાવકચરિત સંસ્કૃત કાવ્યમાં ર... (પ્ર. નિર્ણયસાગર પ્રેસ. સન ૧૯૦૯; સિંધી ગ્રં. } વે. નં. ૧૭૫૫ ગૂ. ભા. પ્ર. ૩ૐકારસૂરિજ્ઞાન મંદિર }) કે જેમાં જૈનોના પ્રભાવક-મહાન્ પુરુષોનાં પ્રબંધો-ચરિત્રો છે. તેમાં વજ, આર્યરક્ષિત, આર્યનન્ટિલ, કાલભાચાર્ય, પાદલિપ્ત, વિજયસિંહ, જીવસૂરિ, વૃદ્ધવાદિ, હરિભદ્રસૂરિ, મલ્લવાદિ, બપ્પભટ્ટિ, માનતુંગ, માનદેવ, સિદ્ધર્ષિ, વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરસૂરિ (બીજા), દેવસૂરિ તથા હેમચંદ્રસૂરિ ઉપર પ્રબંધો' ચરિત્રો છે. આ ચરિત્ર અનેક ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. તેથી તે ઘણો કિંમતી ગ્રંથ છે. તે પણ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધ્યો. ૬૦૦. સં. ૧૩૩૭માં ભાલચંદ્ર વિષયવિનિગ્રહ કુલકપર વૃત્તિ રચી. (બુ. ટિ.) સં. ૧૩૩૮માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy