SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્તંભતીર્થમાં પોતાના જલ્પ-વાણીને દિગંબરવાદિ યમદંડને જીત્યો હતો અને જેણે બ્રહ્મકલ્પ કવિતામાં રચ્યો હતો. તેણે વિદ્યાનંદ' નામનું વ્યાકરણ) ભણાવ્યું, નૈવિઘ એવા વિજયદેવસૂરિએ પ્રમાણસાહિત્ય શીખવ્યું. જિનપાલ ઉપાધ્યાયે નંદ્યાદિ મૂલાગમની અંગવાચના આપી. આ ગ્રંથલેખનની પ્રશસ્તિ જિનેશ્વરસૂરિના શિષ્ય કુમાર કવિએ રચી (પ્ર. વીજાપુર વૃત્તાંત). આ રીતે ખ. જિનેશ્વરસૂરિના શિષ્યો ઉપરોક્ત પૂર્ણકલશ, લક્ષ્મીતિલક, અભયતિલક અને ચંદ્રતિલક બધા સમર્થ વિદ્વાનો હતા, ને બીજા શિષ્યો નામે જિનપ્રબોધસૂરિ-જિનરતસૂરિ, દેવમૂર્તિ ઉ., વિવેકસમુદ્ર ગણિ, સર્વરાજગણિ આદિ અનેક વિદ્વાન ગ્રંથકારો હતા. ૫૯૧. આ સમય લગભગ વિદ્યાનંદસૂરિ કે જે મૂલ ઉજ્જયિનિના જિનચંદ્રના પુત્ર વિરધવળ હતા કે જેમણે લગ્ન ન કરતાં તપા દેવેંદ્રસૂરિ પાસે પોતાના બંધુ સહિત સં. ૧૩૦૨માં દીક્ષા લીધી તેમણે વિદ્યાનંદ' નામનું નવું વ્યાકરણ બનાવ્યું. (ગુર્વાવલી ગ્લો. ૧૫ર-૧૭૨). પ૯૨. સં. ૧૩૧૩માં ઉપરોક્ત ખ. જિનેશ્વરસૂરિએ (સૂરિપદ સં. ૧૨૭૮ સ્વ. ૧૩૩૧) શ્રાવકધર્મવિધિ સંસ્કૃતમાં પાલણપુરમાં રચી (જે સ. પ્ર. ૩૬) અને તેના પર બૃહદ્ વૃત્તિ સં. ૧૩૧૭માં પોતે જાવાલીપુરમાં (જાલોરમાં) રચી સંભળાય છે. જ્યારે તેમના શિષ્ય ઉપરોક્ત લક્ષ્મીતિલકે પણ વૃત્તિ રચી (કા. વડો. નં. ૨૧૪). સં. ૧૩૧૯માં વાદિદેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિના શિષ્ય જયમંગલસૂરિએ સુંધા પહાડ પરના ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચી (એ. ઇ. સને ૧૯૦૭, જૈન સાહિત્ય સંમેલન વિવરણ) તેમણે કવિશિક્ષા રચી (પી. ૧, ૮૦) આ ચાચિગદેવે ૧૩૨૦માં કરહેડા ગામના પાર્શ્વનાથની પૂજા અર્થે દાનલેખ કરી આપ્યો હતો.૧પ ૫૯૩. (વરકર શિખિકર મિતે) સં. ૧૩૨(0)૧માં (ખ. જિનપતિસૂરિ-જિનેશ્વરસૂરિ શિષ્ય) પ્રબોધચંદ્ર ગણિએ સંદેહદોલાવલી પર બૃહદ્ વૃત્તિ રચી. (પ્ર. જૈતારણ નિવાસી શેઠ છગનલાલ હીરાચંદાદિ સંઘેન નં. ૧૯૭૫) તે કર્તા પોતે લક્ષણ અને સાહિત્ય પધદેવ ગણિ પાસેથી, કાતંત્રપંજિકા જિનચંદ્રસૂરિ શિષ્ય ગુણભદ્ર વાચનાચાર્ય પાસેથી, તર્કશાસ્ત્ર વિજયદેવસૂરિ પાસેથી અને આગમ જિનપાલ ઉપાધ્યાય પાસેથી શીખ્યા હતા. આ વૃત્તિ ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉ., જિનરત, અને ચંદ્રતિલક ઉ. એ શોધી હતી (લીં; કાં. વડો. નં. ૨૫૦). પ૯૪. સં. ૧૩૨૨માં ખ. જિનેશ્વરસૂરિ શિ. ધર્મતિલકે ઉલ્લાસિક સ્મરણટીકા-અજિતશાંતિ દિન સ્તવ ટીકા (કે જે મૂળ સ્તવન જિનવલ્લભસૂરિકૃત છે) રચી ને તેને ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે શોધી (વેબર નં. ૧૯૬૫, વિવેક. ઉદે; કાં. છાણી.) આ વર્ષમાં વાદિદેવસૂરિ વંશે મદનચંદ્રસૂરિ શિષ્ય મુનિદેવસૂરિએ સંસ્કૃતમાં શાન્તિનાથ ચરિત્ર રચ્યું.૧૭ (જેસ. પ્ર. પર; પી. ૧, ૪; બુહ, ૩, ; ૪૧૫. શિલાલેખ નં. ૩૩૦ પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ ૨. જિન વિજયજી સંપાદિત. ૪૧૬. આ મુનિદેવસૂરિએ પ્રદ્યુમ્નસૂરિની પ્રવ્રયાવિધાન વૃત્તિનો પ્રથમદર્શ લખ્યો હતો (બુહ. ૩ નં. ૧૦૭) ૪૧૭. આ ચરિત્રમાં હેમાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિકૃત બૃહત્ પ્રાકૃત શાંતિનાથ ચરિત્રને સંક્ષેપી આ રચ્યું છે એમ કર્તાએ જણાવ્યું છે. તેની સં. ૧૩૩૮ ની પ્રત પં. શાં. ભં. માં છે. પી. ૧૬. આ ચરિત્ર પરથી સં. ૧૪૧૦ માં મુનિચંદ્રસૂરિએ નવું શાંતિનાથ ચરિત્ર રચ્યું હતું. (પ્ર. યશો. ઍ.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy