SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૮૫ થી ૫૯૦ તાડપત્ર પર - લખાયેલા ગ્રંથો ૨ ૭૧ લખાયેલી પ્રત જે. ભ. માં છે,) (જ. નં. ૩૦૧) ૧૩૦૫માં યશોદેવે મૂલ પ્રાકૃત ધર્મોપદેશ પ્રકરણબહુકથાસંગ્રહવાળું રચ્યું. પ૮૭. સં. ૧૩૦૬માં “વાગેવતા ભાંડાગાર' કરવા માટે મધુમતિમાં દેવેન્દ્ર અને વિજયચન્દ્રસૂરિની સદેશનાથી અનેક શ્રાવકો-ધવલક્ક દ્વીપ મધુમતિ ઢિવાણક દેવપત્તનના વાસી-શ્રાવકોએ મળી સર્વજ્ઞાગમ સૂત્ર ચૂર્ણિ નિર્યુક્તિ ભાષ્ય ટિપ્પનક ચારિત્ર પ્રકરણ આદિ વસુદેવ હિંડિ પ્રભૂતિ સમસ્ત કથા લક્ષણ સાહિત્ય તર્કદિ સમસ્ત ગ્રંથ લખવા માટે પ્રારંભેલાં પુસ્તકોમાં પ્રવચનસારોદ્ધારવૃત્તિ તૃતીયખંડ પુસ્તક તાડપત્રપર લખાયું. (પી. સૂચિ. નં. ૬૩) સં. ૧૩૦૭માં પી. ચંદ્રસૂરિ-દેવ-તિલકપ્રભવિરપ્રભ શિષ્ય અજિતપ્રભસૂરિએ શાંતિનાથ ચરિત રચ્યું. (પી. ૫, ૧૨૧; વે. નં. ૧૭૭૮; પ્ર. જૈ. ધ. સભા સં. ૧૯૭૩ અને બિઇ. ગુજ. ભા. પ્ર. જે. આ. સ. }) આ સૂરિએ ભાવનાસાર નામનો ગ્રંથ પણ ઉક્ત ચરિતની પહેલાં રચ્યો હતો. ૫૮૮. સં. ૧૩૦૭માં ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય પૂર્ણકલશે હેમચંદ્રકૃત પ્રાકૃત દયાશ્રય પર વૃત્તિ રચી. (પ્ર. મુંબઈ સંસ્કૃત સીરીઝ સને ૧૯૦૦) કે જે તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે સંશોધી. તે લક્ષ્મીતિલક સં. ૧૩૧૧માં ૧૭ સર્ગવાળું પ્રત્યેકબુદ્ધ ચરિત્ર નામનું સંસ્કૃતમાં “જિનલક્ષ્મી” અંકવાળું મહાકાવ્ય રચ્યું. આ ચરિતમાં કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિ એ નામના ચાર પ્રત્યેકબુદ્ધ મહારાજર્ષિઓનાં ચરિત્ર છે. (જે. પ્ર. ૫૧), લક્ષ્મીતિલકના વિદ્યાગુરુ જિનરતસૂરિ હતા. ૫૮૯. આ લક્ષ્મીતિલક પાસે અભયતિલક ઉપાધ્યાયે ન્યાયશાસ્ત્રનું અધ્યયન ક્યું હતું. તે અભયતિલક સં. ૧૩૧૨માં હેમચંદ્રના ૨૦ સંર્ગાત્મક સંસ્કૃત યાશ્રય કાવ્ય પર વૃત્તિ રચીને પાલણપુરમાં પૂર્ણ કરી. (તે દશસર્ગ સુધીની પ્રસિદ્ધ થઈ છે, અને એનું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિભાઈ નભુભાઇએ કરેલું પ્રસિદ્ધ થયું છે, ગાયકવાડ કેળવણી ખાતા તરફથી જેસ. પ્ર. ૬૦); વળી તેમણે ન્યાયાલંકાર ટિપ્પન અપનામ પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા રચી; (જેસ. પ્ર. ૩૧) તે વ્યાખ્યાના સંશોધક ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉપાધ્યાય પોતાના વિદ્યાગુરુ હતા અને પોતાના દીક્ષાગુરુ જિનેશ્વરસૂરિ હતા. અક્ષપાદનું ન્યાયતર્ક સૂત્ર, તે પર વાત્સ્યાયનનું ભાષ્ય, ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાત્પર્ય ટીકા, ઉદયનની તે તાત્પર્ય ટીકા પર-તત્પરિશુદ્ધિ-ન્યાયતાત્પર્યપરિશુદ્ધિ અને તે ઉપર શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિ અને તે કંઠવૃત્તિપર આ અભયતિલકે પંચપ્રસ્થન્યાયત નામની વ્યાખ્યા રચી. ન્યાયાલંકાર પ્ર. ગા. ઓ. સિ. } પ૯૦. સં. ૧૩૧૨માં ખ. જિનેશ્વરસૂરિશિષ્ય ચન્દ્રતિલક ઉપાધ્યાયે ૯૦૩૬ શ્લોક પ્રમાણ અભયકુમાર ચરિત વાભટ્ટમેરૂ (બાહડમેર)માં શરૂ કરીને દિવાળીને દિને વિશલદેવના રાજ્યમાં ખંભાતમાં રચી પૂર્ણ કર્યું. તે ઉપરોક્ત લક્ષ્મીતિલકે તેમજ અભયતિલકે સંશોધિત કર્યું. (પ્ર. પી. હં; જે. ૪ {જૈ.આ.સ. }) તેમાં કર્તા પોતાના વિદ્યાગુરુઓનાં નામ જણાવે છે કે તપસ્વી નેમિચંદ્ર ગણીએ તેને સામાયિક શ્રુતાદિ ભણાવી પાળ્યો, સિદ્ધસેન મુનિએ “પ્રભાણિ” શીખવ્યાં, જિનચંદ્રસૂરિના મોટા શિષ્ય અને વાચનાચાર્ય ગુણભદ્રસૂરિએ “પંચિકા' ભણાવી, (જિનપતિસૂરિના શિષ્ય) સુરપ્રભ કે જેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy