SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વ્યાખ્યાનથી પ્રલ્હાદનપુરમાં નાગપુરીય શ્રાવક આદિએ ચતુર્વિધ સંઘ પઠનાર્થે વાચનાર્થે આત્મશ્રેયાર્થે લખાવ્યાં. (પી. ૩, ૭૩), અને તેજ વર્ષમાં અનુયોગદ્વારસૂત્ર તાડપત્રપર લખાવ્યું (પી. ૩, ૩૭). સં. ૧૩૦૩ માં અણહિલપાટકે વીસલદેવ રાજ્યે મહામાત્ય શ્રી તેજપાલના સમયમાં શીલાંક આચારાંગવૃત્તિ તાડપત્ર પર લખાઇ તે ખંભાત શાં. ભં. માં છે (પી. ૧, ૪૦). ૨૭૦ ૫૮૫. આ સિવાય બીજી અનેક પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ તેમાંની ઉપલબ્ધ થયેલી અને નિર્દિષ્ટ સંવતવાળી નીચે પ્રમાણે છે : સં. ૧૩૦૬ માં (જાલોરના) રાજા ઉદયસિંહરાજ્યે રામચંદ્રસૂરિષ્કૃત નીર્ભય ભીમવ્યાયોગની (પી. ૧, ૮૧), સં. ૧૩૦૯ માં મેવાડના આઘાટ (આહાડ)માં જયતસિંહરાજ્યે પાક્ષિકવૃત્તિની (પી. ૩, ૧૩૦), ધવલક્ક (ધોલકા) માં છે. સહજલના હાથથી શાંતિસૂરિ વિરચિત ધર્મરત લઘુવૃત્તિની (જે. ૫૨), અને વ્યવહારસૂત્ર પર મલયગિકૃિત ટીકાની (પી. ૧, ૧૩), સં. ૧૩૧૩માં વીસલદેવરાજ્યે તન્નિયુક્ત નાગડના મહામાત્યપણામાં મહેશ્વરસૂરિષ્કૃત જ્ઞાનપંચમી કહાની (પા. સૂચિ નં. ૪૦ સંઘવી ભંડાર), સં. ૧૩૧૭માં મેવાડના આહાડમાં તેજસિંહ રાજ્યે સમુદ્વરના મહામાત્યપણામાં વિજયસિંહસૂરિષ્કૃત શ્રાવકપ્રતિક્રમણસૂત્ર ચૂર્ણિની (પી. ૫. ૨૩), સં. ૧૩૧૮માં હેમાચાર્યકૃત ત્રિ. શ. પુ. ચરિત્રના સાતમા પર્વની (પી. ૧, ૨૪), ન્યાયાવતારવૃત્તિ ટિપ્પનની (પી. ૧, ૮૧), હિરભદ્રકૃત ન્યાયપ્રવેશ ટીકા પર પાર્શ્વદેવગણિની પંજિકાની (પી. ૧, ૮૨), સં. ૧૩૨૪માં ઉજ્જયિનીમાં હેમાચાર્યકૃત ત્રિ. શ. પુ. ચરિત્રની (પી. ૧, ૩૫), સં. ૧૩૨૭માં વીજાપુરમાં શીલાંકસૂરિષ્કૃત સૂયગડાંગવૃત્તિ નિર્યુક્તિ સહિતની (પી. ૧, ૩૮), સં. ૧૩૩૨માં ઉત્તરાધ્યયન સૂત્રની (કી. ૨, ૨), સં. ૧૩૩૪માં દેવપત્તનમાં સાત ગ્રંથો નામે ધર્મદાસકૃત ઉપદેશમાલા, મલધારી હેમસૂરિકૃત ઉપદેશમાલા-ભવભાવના સંગ્રહણી, હેમાચાર્યકૃત યોગશાસ્ત્ર, નરચંદ્રકૃત ચતુર્વિશતિસ્તોત્ર અને મલધારી શ્રીચંદ્રસૂરિષ્કૃત સંગ્રહણીરતની (પી. ૫, ૯૬), સં. ૧૩૩૬માં સારંગદેવરાજ્યે પર્યુષણ કલ્પની (પી. ૫, ૫૩), સં. ૧૩૩૮માં મુનિદેવસૂરિકૃત શાંતિનાથ ચરિત્રની (પી. ૧, ૬), સં. ૧૩૪૦માં પદ્મચંદ્રે લખેલી ધંધુપુત્ર મહાદેવકૃત દુર્ગસિંહની કાતંત્ર ટીકા પરની શબ્દસિદ્ધિ વૃત્તિની (ભાં. ઇ.), સં. ૧૩૪૨માં ઉત્તરાધ્યયન સૂત્ર પરની સુખબોધા વૃત્તિની, સં. ૧૩૪૩માં સારંગદેવરાજ્યે તન્નિયુક્ત મહામાત્ય શ્રી મધુસૂદને સતિ તેણે નીમેલા મહં. સોમની પ્રતિપત્તિમાં વીજાપુરમાં ઉત્તરાધ્યયનસૂત્ર, તે પરની નિર્યુક્તિ, તથા તે પર શાંત્યાચાર્યની ટીકાની (પી. ૫, ૫૦), અને સં. ૧૩૪૪ માં કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથાની (પી. ૫, ૧૧૦) પ્રતો તાડપત્ર પર લખાઈ. ૫૮૬, સં. ૧૩૦૨માં સર્વાનન્દે સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત રચ્યું. સં. ૧૩૦૪માં (‰. ટિ.) નવાંગી વૃત્તિકા૨ અભયદેવસૂરિ {ની પરંપરામાં થયેલા રુદ્રપલ્લીય અભયદેવસૂરિ} શિ. દેવભદ્રસૂરિ શિષ્ય પ્રભાનન્દસૂરિએ હિતોપદેશમાલા પ્ર. અને તેમના ગુરુભાઈ પરમાનન્દસૂરિએ હિતોપદેશમાલાવૃત્તિ-હિતોપદેશમાલા પ્રકરણ (જે. ૩૭, જે. પ્ર. ૪૧ {સં. કીર્તિયશસૂરિ પ્ર. સન્માર્ગ પ્રકાશન }) રચ્યું. (કે જેની તાડપત્રની સં. ૧૩૧૦ની આ વિશ્વલદેવના રાજ્યમાં નાગડના મહામાત્યપણામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy