SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૮૧ થી ૫૮૪ દેદાશાહ-પેથડશાહ ૨૬૯ ૫૮૨. પેથડનો પુત્ર ઝાંઝણ પણ તેવો દાની અને ધર્મરાગી થયો. તેણે મંડપદુર્ગમાંથી સંઘ લઇ તીર્થયાત્રા સં. ૧૩૪૦ ની માઘ શુદ પંચમીને દિને શરૂ કરી. ધર્મઘોષ ગુરુને સાથે રાખ્યાઃ બાલપુરમાં જઈ ૨૪ જિનબિંબો સ્થાપી ચિત્રકૂટ જઇ ત્યાં ચૈત્ય પરિપાટી કરી કહેટકમાં આવી ત્યાંના પાર્શ્વનાથ માટે ગુરુની આજ્ઞાથી મોટું મંદિર ૭ ભૂમિવાળું મંડપોથી યુક્ત બંધાવ્યું. ત્યાંથી આઘાટપુર, નાગહૃદ, જીરાપલ્લિ, અર્બુદગિરિ, ચંદ્રાવતી પછી આરાસણ જતાં મુંજાલ ભિલ્લને વશ કરી આરાસણ જઈ ત્યાંથી તારણગિરિ, પ્રલ્હાદનપુર, અણહિલપુર, પછી શેત્રુંજય તીર્થની યાત્રા કરી. ત્યાં સ્થિરાપદ્ર (થરાદ) ના શ્રીમાલ જ્ઞાતિના આભૂ નામનો ધનિક મોટો સંઘ લઈ આવેલ હતો. તેનું બિરૂદ ‘પશ્ચિમ માંડલિક’ હતું અને તેના સંઘને ‘લઘુકાશ્મીર’ એ નામ લોકોએ આપ્યું હતું. ઝાંઝણે પછી રૈવતક તીર્થની યાત્રા કરી. વામનસ્થલી, પ્રભાસ, થઇને કર્ણાવતી આવ્યા. ત્યાં સારંગદેવ રાજાના એક માગધને તેના કાવ્યથી પ્રસન્ન થઇ દાન આપ્યું; ત્યાં ૯૬ રાજબંદીને છોડાવ્યા. સારંગદેવ સાથે રાજભોજન કર્યું. પછી મંડપદુર્ગ આવ્યા. (જુઓ રતમંડન ગણિકૃત સુકુતસાગર કાવ્ય તથા ઉપદેશતરંગિણી.) ૫૮૩. તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિના પટ્ટધર દેવેન્દ્ર નામના સૂરિ થયા; તેમનું વ્યાખ્યાનકૌશલ વિશેષ પ્રશસ્ત હતું. એમના વ્યાખ્યાનમાં ખંભાતમાં (કુમાર પ્રાસાદમાં) અઢારસો મનુષ્યો તો સામાયિક કરીને જ બેસતા, શ્રી વસ્તુપાલ મંત્રી પણ એમના શ્રોતાઓમાંના એક હતા. તેમણે પાંચ નવ કર્મ ગ્રંથ (જૂના કર્મગ્રંથ હતા તેને તેનાં જ નામ રાખી નવા સ્વરૂપમાં ઉદ્ધાર્યા માટે ‘નવ્ય’) નામે કર્મવિપાક, કર્મસ્તવ, બંધસ્વામિત્વ, ષડશીતિ, અને શતક રચ્યાં.૪૧૪ ને તે ૫૨ સ્વોપજ્ઞ ટીકા બનાવી. તે ટીકાઓમાં હરિભદ્રસૂરિષ્કૃત નંદી સૂત્ર ટીકા, મલયગિરિષ્કૃત સપ્તતિકા ટીકા, શતકચૂર્ણિ, ધર્મરત ટીકાના ઉલ્લેખ છે. આ ટીકા દેવેન્દ્રસૂરિના મિત્રો ધર્મકીર્ત્તિ (ધર્મઘોષસૂરિ) અને વિદ્યાનંદસૂરિએ સંશોધેલ છે. આ ઉપરાંત સિદ્ધપંચાશિકા, સૂત્રવૃત્તિ, સિદ્ધપ્રાભૃતવૃત્તિ (જુઓ તેમનો ઉલ્લેખ ત. ૨તશેખરસૂરિષ્કૃત શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પૃ. ૮), ત્રણ ભાષ્યો નામે દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાષ્ય (વે. નં. ૧૬૦૧ પ્ર. જૈ. ધ. સભા અને ભી. મા.), (પ્રા.) સુદર્શનાચરિત્ર કે જેમાં સહકર્તા તેમના ગુરુભ્રાતા વિજયચંદ્રસૂરિ હતા (પી. ૩, ૨૮૯; પી. ૪, ૮૧; કાં વડો. નં. ૧૩૬), શ્રાવકદિનનૃત્ય સવૃત્તિ (જે. પ્ર. ૩૬; પી. ૨, ૪૧, કાં. વડો.) કે જેની વૃત્તિ તેમના ગુરુભ્રાતા વિજયચંદ્રસૂરિએ સુધારી, ધર્મરતટીકા, દાનાદિકુલક તેમજ અનેક સ્તવન પ્રકરણાદિ રચ્યાં. તેઓ સં. ૧૩૨૭ માં સ્વર્ગસ્થ થયા. (જુઓ મુનિસુંદરકૃત ગુર્વાલિ ગ્લો. ૧૦૮ થી ૧૨૦-૧૬૮ ય. ગ્રં.) ૫૮૪. સં. ૧૩૦૧ માં વીજાપુરમાં ઉપાસકાદિ વિપાકાન્ત પાંચ સૂત્રો અભયદેવસૂરિની ટીકા સહિત ઠ. અરસીહે તાડપત્રપર લખ્યાં અને તે ઉક્ત દેવેંદ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, ઉ. દેવભદ્રગણિના ૪૧૪. મૂળ ને ગૂ. ભાષાંતર પ્રકરણ રતાકર ભાગ ૪ થામાં ભી. માણેકે પ્રકટ કર્યા છે મૂળ અને ટીકા જૈ. ધ. સભાએ સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરેલ છે. વે નં. ૧૫૭૬ થી ૧૫૮૪. આ પાંચ કર્મગ્રંથમાં છઠ્ઠો કર્મગ્રંથ ચંદ્રર્ષિમહત્તરનો સપ્તતિકા ઉમેરવાથી કુલ છ કર્મગ્રંથ થાય છે. આનું શ્વેતામ્બર સમાજમાં બહુ માન છે, અને દરેક જૈન અભ્યાસી તેનું પઠનપાઠન કરે છે. જૂના કર્મગ્રંથ (શતક) ના કર્તા શિવકર્મ સ્વામી છે. છઠા કર્મગ્રંથમાં મૂળ ગાથા ૭૦ છે. તેથી તે ‘સપ્તતિકા' કહેવાય છે; તેમાં ૧૯ ગાથા દેવેન્દ્રસૂરિએ ઉમેરી કુલ ગાથા ૮૯ કરી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy