SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્યાંના રાજાનો માંડલીક શાકંભરીનો રાજા ચાહમાન ગોગાદે હતો. તેની શિખવણીથી પેથડને બોલાવી તેની પાસેથી ચિત્રવેલી માંગી તે તેણે રાજાને આપી, પણ તે તેની પાસેથી ચાલી ગઈ. રાજાએ પેથડને બહુ માન આપી છત્રચામર આદિ રાજ્યાધિકાર ચિહ્નો આપ્યા. પછી અર્બદ (આબુ) ની યાત્રા કરવા પેથડ ચાલ્યો. જીરાપલ્લી પાર્શ્વનાથના દર્શન કર્યા ને પછી આબુની યાત્રા કરી. ૫૮૧. ધર્મઘોષસૂરિ મંડપદુર્ગમાં આવ્યા. ચૈત્યનિર્માણનાં ફલ બતાવતાં પેથડે જુદાં જુદાં સ્થળે એમ ૮૪ પ્રાસાદ કરાવ્યા. મંડપદુર્ગમાં ૭૨ જિનાલયવાળો આદ્ય તીર્થંકરનો શત્રુંજયાવતાર નામનો પ્રાસાદ સુવર્ણદંડ કલશવાળો ૧૮ લક્ષ દ્રમ્મ ખર્ચો કરાવ્યો. શત્રુંજયમાં શાન્તિનાથ ચૈત્ય બંધાવ્યું. બીજાં સ્થળોનાં નામ નીચે પ્રમાણે છે: भारतीपत्तने तारापुरे दर्भावतीपुरे । सोमेशपत्तने वांकिमान्धातृपुरधारयोः ॥ नागहृदे नागपुरे नासिक्यवटपद्रयोः । सोपारके रत्नपुरे कोरंटे करहेटके ॥ चंद्रावती चित्रकूट चारुपैन्द्रीषु चिक्खले । विहारवामनस्थल्यां ज्यापुरोजयिनिपुरोः ॥ जालन्धरे सेतुबन्धे देशे च पशुसागरे । प्रतिष्ठाने वर्धमानपुर-पर्णविहारयोः ॥ हस्तिनापुर देपालपुर गोगपुरेषु च । जयसिंहपुरे निम्बस्थूराद्रौ तदधोभुवि ॥ सलक्षणपुरे जीर्णदुर्गे च धवलक्कके । मकुड्यां विक्रमपुरे दुर्गे मंगलतः पुरे ॥ इत्याद्यनेक स्थानेषु रैदंडकलशान्विताः । चतुरंकाधिकाशीतिः प्रासादास्तेन कारिताः ॥ દેવગિરિમાં શ્રી રામ નામનો રાજા હતો તેને હેમાડિ (દ્રિ) નામનો સચિવ હતો. દ્વિજોનું ત્યાં સામ્રાજ્ય પ્રવર્તતું હતું ત્યાં પણ તે પ્રધાનના નામથી સદાવ્રત કાઢી તેને પ્રસન્ન કર્યો અને પછી પેથડે મોટુ જૈનચૈત્ય કરાવ્યું. તે સં. ૧૩૩૫ માં પૂર્ણ થયું. ત્યાં વિરબિંબ પ્રતિષ્ઠિત થયું. તેનું નામ અમૂલ્યપ્રસાદ પાડવામાં આવ્યું. ઓંકારનગરમાં સત્રાગાર (સદાવ્રતસ્થાન) બંધાવ્યું. ધર્માભિમુખ થઇ શેત્રુંજય અને રૈવતક પર્વતની યાત્રા કરી. રૈવતકમાં (ગિરિનારમાં) યોગિની પુર (દિલ્હી) વાસી અગરવાલ પૂર્ણ નામનો દિગંબર શ્રીમંત સંઘ લઈને આવેલ હતો. તે અલાયદીન શાખાનો માન્ય હતો. બંને સંઘ વચ્ચે તકરાર થઈ; આખરે પેથડે ઈદ્રમાલા પહેરી. પેથડે ઘણું દ્રવ્ય ખર્ચી મોટા સાત ભારતી-સરસ્વતી ભંડારો ભરૂચ (દેવગિરિ, માંડવગઢ, આબૂ) આદિ શહેરોમાં ભરાવ્યા અને પુસ્તકોની સાચવણ માટે પુંઠા બંધન વગેરે સર્વ સામગ્રી કરાવી. धनेनानिधनेनाढ्यो भृगुकच्छादिपूर्षु च । प्रौढानि सप्तभारत्या भाण्डागाराण्यबीभरत् ॥ ६३ ॥ पट्टसूत्रगुणक्षौमवेष्टन स्वर्णचातिकाः । निर्माप्य पुस्तकेषु स्वं कृतार्थ्यकृत धीसखः ॥ ६४ ॥ (ઉપદેશતરંગિણીમાં કહેલ છે કે ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડે અગ્યારે અંગો સાંભળવા માંડ્યાં - પાંચમા ભગવતી અંગમાં જ્યાં જ્યાં “ગોયમાએ' (ગૌતમ) શબ્દ આવતો ગયો ત્યાં ત્યાં એક એક સોનામહોર મૂકી અને એ રીતે થયેલ ૩૬ હજાર સોનામહોરોથી તે આગમની પૂજા કરી અને તે દ્રવ્યથી તેણે સર્વ શાસ્ત્રો લખાવીને ભૃગુકચ્છાદિક દરેક શહેરોના ભંડારમાં રાખ્યાં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy