SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પારા પ૭૯ થી ૧૮૦ જગડુશાહ ૨૬ ૭ એવા બુદ્ધિમાન મોક્ષાર્ક (મોક્ષાદિત્ય)ના પુત્ર હરિહર કવિએ રચી હતી ને તેની પ્રતિષ્ઠા સં. ૧૩૨૦ જ્યેષ્ઠ સુદિ ૪ બુધે થઈ. અને રૈવતાચલના શિખર ઉપર નેમિનાથના મંદિર પાસે એક ઉચ્ચ પ્રાસાદ અને પાર્શ્વનાથનું બિંબ (પ્રતિમા) સ્થાપ્યાં. ૫૮૦. સં. ૧૩૨૦ આસપાસ ઇતિહાસ પ્રસિદ્ધ માંડવગઢના પેથડકુમારે ભિન્ન ભિન્ન ૮૦ સ્થળોમાં જિનમંદિરો બંધાવ્યાં. આ પેથડકુમારનો ઇતિહાસ જાણવા જેવો છે?-અવન્તિ દેશના એક ભાગ નમ્યાટ નામના દેશમાં નાદુરી નામની પુરીમાં ઊકેશ વંશનાં દેદ નામના દરિદ્ર વાણીઆને એકદા યોગીએ સુવર્ણરસસિદ્ધિ કરી તેને તે આપતાં તે શ્રીમંત થયો. રાજાને કોઈએ તેને નિધિ પ્રાપ્ત થયો છે એવી ચાડી કરતાં રાજાએ તેને કેદમાં નાંખ્યો. ત્યાંથી સ્તંભન પાર્શ્વનાથની પ્રાર્થનાથી છૂટી તેને છોડી વિદ્યાપુર (વીજાપુર) જઈ ત્યાં વાસ કર્યો, ત્યાંથી ખંભાત જઈ તે પાર્શ્વનાથની પૂજા કરી સુવર્ણદાન કરતાં લોકોમાં કનકગિરિ'નું બિરૂદ મેળવ્યું. પછી ત્યાંથી કાર્યવશાત્ દેવગિરિ થઈ ત્યાં મહા વિશાલ ધર્મશાલાપૌષધશાળા બંધાવી. ત્યારપછી પેથડ (પૃથ્વીધર) નામનો પુત્ર થયો. તે પેથડને ઝાંઝણ નામનો પુત્ર થયો, ને દેશ સ્વર્ગસ્થ થયો. પેથડના સમયમાં તપાગચ્છના ધર્મઘોષસૂરિ હતા. ગૂર્જરાધીશ તેમનો મિત્ર હતો, અને તેમણે દેવપત્તનમાં કપર્દિયક્ષને પ્રતિબોધી જિનબિંબનો અધિષ્ઠાયક કર્યો હતો, ઉજ્જયંતમાં મોહનવેલીથી ભ્રમિત થયેલ શિષ્યને સરખો કર્યો, ઉજ્જયિનીમાં કોઈ યોગીને મંત્રથી વશ કર્યો અને સર્વ વિકૃતિનો ત્યાગ કરી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. તે વિદ્યાપુરમાં ચાતુર્માસ કરવા આવ્યા. તેમના ઉપદેશથી પેથડે પરિગ્રહપ્રમાણ વ્રત લીધું. માલવદેશમાં ભાગ્યોદય છે એમ ગુરુ પાસેથી જાણી લઈ તે મંડપદુર્ગમાં ગયો. ત્યાં પરમાર જયસિંહના રાજ્યમાં લવણ વેચનારની દુકાન માંડી, ત્યાં એક આભીરી ઘી વેચવા આવી ને તેના ઘડાની નીચેથી ચિત્રકવેલી સાંપડી, રાજાની કૃપા થઈ. જબરો વેપારી થયો. ઝાંઝણની સાથે દિલ્લીના શ્રેષ્ઠી ભીમે પોતાની સૌભાગ્યદેવી નામની પુત્રી પરણાવી. ૪૧૩. જુઓ આ સંબંધીનો “શ્રી પોરબંદર રાજ્યમાં કાંટેલા ગામમાં મહાકાલેશ્વર મંદિરનો સં. ૧૩૨૦ નો શિલાલેખ” - લેખક સ્વ. શ્રી તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠી. બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૫ પુ. ૬૨, પૃ. ૮ થી ૧૮, ૪૫ થી ૪૯, અને ૭૬ થી ૮૨. પાર્શ્વનાથ બિંબ સ્થાપ્યાનું વર્ષ સં. ૧૩૦૫ છે. ગિરનાર પર વસ્તુપાલનાં મંદિરોમાં મધ્ય મંદિરમાં એક પાર્શ્વનાથ બિંબ છે. તેના તલે આ પ્રમાણે લેખ છે-સંવત ૧૩૦૫ વર્ષે વૈશાખ શુદિ ૩ શનૌ શ્રીપત્તન વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય ઠ. વા (ચા ?) હડ સુત માં પદ્મસિંહ પુત્ર 6. પથિમિદેવી અંગજ (મહણસિંહા). જ મહં. શ્રી સામતસિંહ તથા મહામાત્ય શ્રી સલખણસિંહાભ્યાં શ્રી પાર્શ્વનાથ બિંબ પિત્રોઃ શ્રેયસેડત્ર કારિત હતો બૃહદ્ ગચ્છ શ્રી પ્રદ્યુમ્રસૂરિ પટ્ટોદ્ધરણ શ્રીમાનદેવસૂરિ શિષ્ય શ્રી જયાનંદિસૂરિભિઃ) પ્રતિષ્ઠિતમ્'-આ વખતે સલખણ જીવતો હતો એમ જણાય છે. સામંતસિંહ ચુસ્ત જૈન હતો છતાં તેણે વિષ્ણુપ્રતિમા સ્થાપી એ સંબંધમાં ઉક્ત સાક્ષર શ્રી ત્રિપાઠી જણાવે છે કે “જૈનો-પણ શિવ, વિષ્ણુ, અંબા આદિનાં મંદિરો બંધાવતા. પૂર્વકાલમાં ધર્મભેદ હોવા છતાં હાલના કાલમાં જણાય છે તેવો દેવદ્વેષ ન હતો. એવી રીતિએ વસ્તુપાલ હેમચંદ્ર આદિ ઘણા જૈનોએ શિવાદિ દેવો પ્રતિ પોતાનો અવિરોધ દર્શાવ્યો છે. ગમે તે રૂપમાં પરમાત્મા જ પૂજાય છે એમ તેઓની શુભ અને સત્ય મતિ હતી. પૂર્વના જૈનો બહુધા અપરદેવદ્વેષી ન હતા. વસ્તુપાલ સંબંધમાં પણ સોમેશ્વર (કી. ક. ૪-૪૦) લખે છે--નાનર્વ ભક્તિમાને પૌ સંવરવેશવ | નેમિ જિનમાં ભક્તિમાન એ વસ્તુપાલ શંકર અને કેશવની પૂજા કરતો ન હતો એમ ન હતું. વસ્તુપાલે પુનઃ ખંભાતમાં શ્રી વૈદ્યનાથનું શિવાલય બંધાવ્યું હતું. (સુ. સં. ૧૧-૭)” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy