SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દાનશાળાઓ ખોલી અને ત્રણ વર્ષના દુષ્કાળનું સંકટ નિવાર્યું. તેણે આદ્રપુર (એડન) સુધી વેપાર ખેડ્યો હતો. આમ વ્યાપારનિપુણ, અતિ ધનાઢય હોવા ઉપરાંત સાહસી વીર, ધર્મનિષ્ઠ અને દીન દુઃખીઆંને ઘણી સહાય આપનાર તે હતો. શત્રુંજય અને ગિરિનારના સંઘ કાઢી જૈન મંદિરો બંધાવી, જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરી જૈનધર્મની સેવા કરી. જૈન હોવા છતાં બીજા ધર્મો પર તેને જરાપણ દ્વેષ ન હતો, તેથી તેણે શિવ અને વિષ્ણુનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મુસલમાનોને માટે મસજીદ બંધાવી હતી. તેના વિચાર સુધારક હતા. તેણે પોતાની વિધવા પુત્રીનું પુનર્લગ્ન કરવાનો વિચાર કરી તેને માટે પોતાની જ્ઞાતિની આજ્ઞા પણ તે પ્રાપ્ત કરી ચૂક્યો હતો. પરંતુ પોતાના કુટુમ્બની બે વૃદ્ધ સ્ત્રીઓના વિરોધથી તે તેમ કરતાં અટક્યો હતો.૧૨ પ૭૯. ઉદયન મંત્રીના પુત્ર ચાહડના પુત્ર પદ્ધસિંહના પુત્ર સલક્ષ(સલખણ)ને વીસલદેવે પ્રથમ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડનો મોટો ભાગ)નો અધિકારી કર્યો હતો, અને પછી લાટ (ભરૂચ આદિ) દેશનો અધિકારી બનાવ્યો હતો કે જ્યાં નર્મદા તીરે તેનો દેહાન્ત થયો હતો. (સં. ૧૩૨૦ પૂર્વે) તેના શ્રેય સારૂ તેના ભાઈ સામંત સિંહ) મંત્રીએ “સલક્ષનારાયણ' નામે હરિ વિષ્ણુ)ની પ્રતિમા સ્થાપી. ઉક્ત સામંતસિંહ સચિવ (મંત્રી)ને વીસલદેવે સુરાષ્ટ્રનો અધિકાર સોંપ્યો હતો, તેમજ અર્જુન (દેવ) રાજાએ પણ સોંપ્યો. તેણે સમુદ્રતીરે દ્વારકાપતિના માર્ગમાં જર્જર (જીર્ણ) થયેલા રેવતીકુંડને પોતાની માતાના શ્રેય સારૂ નવા પત્થરનાં પગથીઆંથી (બંધાવી) વાવ સમાન કર્યો ને ત્યાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય અને ચંડિકાદિ માતાઓ સહિત મહાદેવ અને જલશાયી (વિષ્ણુ કરાવ્યા ને રેવતી તથા બલદેવની બે મૂર્તિ સ્થાપી. તે કુંડ સંબંધીના લેખની પ્રશસ્તિ સામંત મંત્રિના ગોત્ર (કુલે-વંશે) પૂજાયેલા ૪૧૨. જુઓ ધનપ્રભસૂરિ શિ. સર્વાનન્દસૂરિકૃત જગડુચરિત. મૂળ તેમજ ગૂ. ભાષાંતર ટીકા સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે પ્રકટ કર્યું છે. (બુહ ૨ નં. ૨૮૪) નાગરી પ્રચારિણી પત્રિકામાં લેખ તથા વસંતમાં આવેલ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો લેખ. “સર્વાનન્દસૂરિનું શ્રી જગડૂચરિત એક કાવ્ય-ચરિત પુસ્તક છે. આ કાવ્યગ્રંથ છે એટલે તેમાં અલંકાર અને અતિશયોક્તિ હોય તે સાહજિક જ છે, પરન્તુ એ અતિશયોક્તિ અને અલંકાર છતાં પણ તેમાંથી ઇતિહાસને યોગ્ય ઘણાં બિન્દુઓ મળી આવે છે. જગડૂશાહના વૃત્તાંતની સાથે સંબંધ રાખતાં બીજા બનાવોને નોંધતાં સર્વાનન્દસૂરિએ આ કાવ્ય-પુસ્તકમાં પણ ઐતિહાસિક બિંદુ લક્ષમાં લીધેલાં હોય એમ લાગે છે. લોકની રીતભાત, દેશની સ્થિતિ અને નાયકના વૃત્તાંતનું વર્ણન તે કાળનું વાચકને યથાર્થ દર્શન કરાવે છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરે નગરોનાં વર્ણન તે તે સ્થાનની વિભૂતિથી તે કાળે, તે કેવાં સમૃદ્ધિવાન હતાં તે સ્પષ્ટ દેખાડે છે. ++ ગૂજરાત, સિંધ, થરપારકર, કચ્છ, કાઠિઆવાડ વગેરેમાં રાજ્ય કરતા રાજાઓના સંબંધમાં પણ કેટલાક પ્રસંગ જાણવા જેવા આવે છે. પારકર-થર-પારકરના રાજા પીઠદેવના સંબંધમાં જગડૂશાહે ગુજરાતના રાજાની મદદ મેળવી હતી. મોટા રાજાઓની સાથે પણ તે કાળના વ્યાપારીઓ કેવા મમતથી કામ લેતા હતા તે તથા દરબારમાં જગડૂશાહ જેવા માતબર વ્યાપારીઓનું કેવું માન હતું વગેરે બીના જગડૂશાહ ગુજરાતના રાજદરબારમાં ગયો તે વેળાએ તેને મળેલા માન પરથી જણાઈ આવે છે. તે કાળે ગૂજરાત અને કચ્છ કાઠીઆવાડના વેપારીઓ સમુદ્રમાર્ગે વેપાર ચલાવતા હતા અને ખંભાતમાં તુર્ક લોકોનું રાજ્ય હતું વગેરે બીના જેતસી નામના જગડૂશાહના એક વહાણવટે ગયેલા ગુમાસ્તાના વૃત્તાંત પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતી. ૧૪-૬-૧૮૯૬ પૃ. ૬૪પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy