SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ વાઘેલા વંશનો સમય. (સં. ૧૩૦૦ થી ૧૩૫૬) जीए पसायाउ नरा सुकईसरसत्थवल्लहा हुंति । सा सरसई य पउमावई य मे दिन्तु सुयरिद्धिम् ॥ - જેના પ્રસાદથી મનુષ્યો સુકવિ અને સરસાર્થના વલ્લભ થાય છે તે સરસ્વતી અને પદ્માવતી મને શ્રતની ઋદ્ધિ આપો. જિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા. પ૭૬. વસ્તુપાલ-તેજપાલે ગૂજરાત નવેસર રચ્યું. સર્વ જાતિની પ્રજાના હિતનાં કાર્યો કરી તેમાં એકતા સાધી. જૈન શાસનને ઉજ્વલ અને દૃઢ બનાવ્યું. વિશલદેવે સં. ૧૩00માં સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજય લઈ સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. આ સમયમાં કૃષ્ણર્ષિના સંતાનય જયસિંહસૂરિ થયા. તેમણે સં. ૧૩૦૧માં મંત્રવાસિતજલથી મરૂભૂમિમાં સંઘને જીવાડયો હતો. ૧૧ ૫૭૭. આ સમયમાં તપાગચ્છના દેવેન્દ્રસૂરિ અને તેમના ગુરુભ્રાતા વિજયચંદ્ર સૂરિ વચ્ચે મતભેદ થયો હતો; ખંભાતમાં વિજયચંદ્ર એકી સાથે ઘણાં ચોમાસાં વૃદ્ધશાલામાં-મોટા ઉપાશ્રયમાં ગાળ્યાં અને તેથી ત્યારપછી તેમના અનુયાયીઓનો પક્ષ “વૃદ્ધશાલિક' કહેવાયો ને દેવેંદ્રસૂરિનો પક્ષ તેઓને વિહાર કરી આવતાં લઘુશાલામાં રહેવું પડતું તેથી “લઘુશાલિક' કહેવાયો. વિજયચંદ્રસૂરિએ કડક આચારમાં થોડો ઘણો શિથિલ માર્ગ દાખલ કર્યો કે “ગીતાર્થો (મુનિઓ) વસ્ત્રની પોટલીઓ રાખી શકે, હંમેશાં ઘી દૂધ વગેરે ખાઈ શકે, કપડાં ધોઈ શકે, ફળ અને શાક લઇ શકે, સાધ્વીઓએ આણેલું ભોજન જમી શકે, અને શ્રાવકોને પ્રસન્ન રાખવા તેઓની સાથે બેસી પ્રતિક્રમણ પણ કરી શકે.” (ધર્મસાગરકૃત પટ્ટાવલી). ૫૭૮. વસલદેવના વારામાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫માં જબરો દૂકાળ પડ્યો, તે વખતે કચ્છના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડુશાહે સિંધ, કાશી, ગૂજરાત વગેરે દેશમાં પુષ્કળ અનાજ આપી ૪૧૧. તHદ્ વિસ્મયનીયવાસ્તેિ શ્રી રવિ મીનાતે શ્રી સિદરિદ્રમૂર્નિગ્રન્થવૂડનઃ | संवद् विक्रमतस्त्रयोदशशतेष्वेकोत्तरेष्व (१३०१) करुक् क्लान्तं संघमजीजिवजलभरैर्यो मंत्रकृष्टै मरौ ॥ - જયસિંહસૂરિ (ઉક્ત જયસિંહસૂરિના સંતાનીય) કૃત કુમારપાલ ચરિત્ર પ્રશસ્તિ. સં. ૧૪૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy