SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સામેલગીરી હતી. (મુનિસુંદરકૃત ગુર્વાવલી શ્લો. ૧૨૨-૧૨૫) આ વિજયચંદ્રસૂરિથી “વૃદ્ધ પોશાલિક તપાગચ્છ' સ્થપાયો. પ૬૬. સં. ૧૨૮૬માં નાગોરના રહીશ દેલ્હાના પુત્ર પૂનડ કે જેણે સં. ૧૨૭૩માં બિંબેરપુરથી શત્રુંજયની પ્રથમ યાત્રા કરી હતી તેણે શત્રુંજયની યાત્રા માટે સંઘ કાઢ્યો અને વસ્તુપાલે ભક્તિ સારી કરી સાથે રહી યાત્રા કરી હતી. (ચ. પ્ર.) આ વર્ષમાં ચંદ્ર ગચ્છના સર્વદેવ-શ્રીપ્રભ-માણિકયપ્રભ સૂરિશિષ્ય ઉદયસિંહ સૂરિએ પ્રગુરુ શ્રીપ્રભસૂરિની ધર્મવિધિ (પારા ૪૯૨) પર વૃત્તિ ચંદ્રાવતીમાં રચી. શ્રીપ્રભસૂરિના ૪ શિષ્યો હતાઃ-ભુવનરત્નસૂરિ, નેમિપ્રભ, માણિકયપ્રભસૂરિ અને મહીચંદ્રસૂરિ, તે પૈકી પ્રથમના પોતાના દીક્ષાગુરુ, બીજા મામા, ત્રીજા શિક્ષાગુરુ ને ચોથા આચાર્યપદ આપનાર હતા એમ કર્તા ઉદયસિંહ જણાવે છે. આ વૃત્તિને રવિપ્રભસૂરિના શિષ્ય મહાકવિ વિનયચંદ્ર શોધી અને તે રચવામાં વિમલચંદ્ર સહાય આપી. આની પ્રથમ પ્રતિ ચંદ્રાવતીમાં શ્રેષ્ઠિ સોમદેવની પુત્રી રાજીમતીએ લખી. પ્ર. હંસવિજય ગ્રંથમાલા નં. ૨૨ સં. ૧૨૮૭માં સર્વદેવસૂરિએ જેસલમેરમાં * સ્વપ્નસતતિકાવૃત્તિ રચી (ક. છાણી.) પ૬૭. ખ. જિનપતિસૂરિ શિષ્ય જિનપાલ ઉપાધ્યાયે (કે જેમણે સં. ૧૨૬૨માં ષસ્થાનક વૃત્તિ અને પછી સનતકુમારચક્રિચરિત મહાકાવ્ય સટીક રચેલ છે) સં. ૧૨૯૨માં જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન પર વિવરણ, સં. ૧૨૯૩માં જિનવલ્લભસૂરિકૃત દ્વાદશ કુલક પર વિવરણ અને પંચલિંગી વિવરણ-ટિપ્પન, સં. ૧૨૯૪માં જિનદત્તસૂરિકૃત ચર્ચરી નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ, (પ્ર. ગા. ઓ. સી.) તથા તે ઉપરાંત સ્વપ્નવિચારભાષ્યાદિ રચ્યાં. (અપભ્રંશ કાવ્યત્રયી. પ્રસ્તાવના પૃ. ૬૫-૭૦, જેસ. પ્ર. ૪૧. વ. નં. ૧૬૨૩) પ૬૮. સં. ૧૨૯૨માં દિગંબરી પંડિત આશરે ત્રિષષ્ટિમૃતિ માલવાના પરમાર દેવપાલના રાજ્યમાં અને સં. ૧૩૦૦માં જયતુગિ દેવ (જયસિંહ)ના રાજ્યમાં ધર્મામૃત શાસ્ત્રની રચના કરી. (પ્ર.ભા.જ્ઞા. } આ ઉપરાંત તેણે અનેક ગ્રંથો રચ્યા છે. પ૬૯. સં. ૧૨૯૪માં આં. ધર્મઘોષસૂરિના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસૂરિએ ઉક્ત ધર્મઘોષની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, ક્રમરચનામાં ક્વચિત ફેરફાર કરી તે શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિનો સમુદ્ધાર કર્યો (પી. ૧, ૧૨; પી. ૫, ૬૭ {આના હિન્દીસાર રૂપેન્દ્રકુમાર પગારિયાકૃત માટે જુઓ “જૈન વિદ્યાકે વિવિધ આયામ” ભા. ૪ પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ }). કે જેની સં. ૧૩૦૦માં લખાયેલી પ્રત પા. ભં. માં છે. વળી તેમણે ૧૧૧ ગાથાનું તીર્થમાલા સ્તોત્ર-પ્રતિમા સ્તુતિ પ્રાકૃતમાં સટીક રચ્યું. (બુદ્ધ ૮ નં. ૪૧૮ મુ. વિધિપક્ષ પ્રતિક્રમણ. ભી.મા.) જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર (પી. ૧ નં. ૩૧૬)ના રચનાર મહેંદ્રસૂરિ આ હશે. આ મહેંદ્રસૂરિના શિષ્ય (પ્રાયઃ ભુવનતુંગસૂરિએ) ચતુદશરણાવચૂરિ રચી (લી.) પ૬૯ક. વળી સં. ૧૨૯૪માં ચંદ્ર કુલના વિબુધપ્રભસૂરિ શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત (પી. ૩, ૩૦૨) અને કુંથુચરિત (કે જેની સં. ૧૩૦૪ની પ્રત જેસ. ભં. માં છે) રચ્યાં. પાર્થસ્તવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy