SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૬૬ થી ૧૭૨ ૧૩મા શતકની ગ્રંથ રચના ૨૬ ૩ ભુવનદીપક આદિના ગ્રંથકાર આ પદ્મપ્રભ છે કે બીજા તેનો નિશ્ચય થયો નથી. પ૭૦. સં. ૧૨૯૫માં ખ. જિનપતિસૂરિ શિષ્ય સુમતિ ગણિએ મૂલ જિનદત્તસૂરિકૃત ગણધરસાર્ધશતક પર બ્રહવૃત્તિ રચી. તે વૃત્તિ પહેલાં ખંભાતમાં આરંભીને ધારાપુરી-નલ કચ્છકાદિ વિહાર કરતાં કરતાં છેવટે મંડપદુર્ગ-માંડવગઢમાં પૂરી કરી, અને તેને જૈન વિદ્વાન જલ્ડણે લખી; એ તેનો પ્રથમાદર્શ ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય કનકચંદ્ર લખ્યો. (જેસ. ૩૯, જે. પ્ર. ૫૦; ભાંડા. રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮). આજ વર્ષમાં ઉદયસિંહસૂરિએ જિનવલ્લભની પિંડેવિશુદ્ધિ પર સૂત્ર સહિત ૭૦૩ શ્લોક પ્રમાણ દીપિકા રચી. (પા. સૂચિ.) પ૭૧. સં. ૧૨૯૬માં ગુણાકરસૂરિએ નાગાર્જુન કૃત યોગરતમાલા પર વૃત્તિ કરી; સં. ૧૨૯૮માં ચંદ્રગચ્છમાં (ભદ્રેશ્વરસૂરિ-હરિભદ્ર-શાન્તિસૂરિ-અભયદેવ-પ્રસન્નચંદ્ર-મુનિરત્ન-(શ્રીચંદ્રસૂરિશિષ્ય) દેવેન્દ્રસૂરિએ ૫૭૩૦ શ્લોક પ્રમાણ ઉપમિતિભવપ્રપચકથા સારોદ્ધાર (પી. ૬, ૪૦) રચ્યો કે જેનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસરિએ કર્યું હતું, આ દેવેન્દ્રસૂરિને સૂરિપદ તેમના ગુરુ શ્રીચંદ્રસૂરિના પટ્ટધર યશોદેવસૂરિએ આપ્યું હતું. પ૭૨. “ગૂર્જરેશ્વર ભીમદેવ અને મહારાણા વિરધવલના મહામાત્ર, ગૂજરાતના ગૌરવને વિસ્તારનાર, પ્રૌઢપ્રતિભાસંપન્ન, લક્ષ્મી અને સરસ્વતીના લાડીલા ધર્મપુત્ર, તેજપાલના જયેષ્ઠ બંધુ, પોતાના પ્રચંડ બાહુબલથી વૈરીઓના વિક્રમને પરાસ્ત કરનાર યુદ્ધવીર, દિલ્હીના સુલતાન મોદીના પાદશાહને વિચક્ષણતાથી ગૂર્જરભૂમિ સાથે સંધિ કરાવનાર, મહારાણા વિરધવલ દ્વારા શત્રુંજયની પૂજા માટે અંકેવાવાલિય ગામ શાસનમાં અપાવનાર, શત્રુંજય-ગિરનાર-આબુ વગેરે અનેક તીર્થસ્થાનોમાંદેવમંદિરોમાં-સંઘયાત્રા મહોત્સવમાં તથા સેંકડો અન્ય ધર્મસ્થાનકોમાં કરોડો અને અબજોની સંખ્યામાં લક્ષ્મીનો સદ્વ્યય કરનાર ધર્મવીર, ચતુરતાપૂર્વક નિર્દોષ ધર્માચરણો આચરી કલિયુગમાં પણ કૃતયુગને ઉતારનાર સર્વ દર્શનોને સન્માન અને સમભાવથી જોનાર, કવિઓના આશ્રયદાતા, સુવર્ણધારાધર વરસાવી સમસ્ત યાચકોને સંતુષ્ટ કરનાર દાનવીર, નરનારાયણાનંદ મહાકાવ્ય આદીશ્વર મનોરથમય સ્તોત્ર સૂકિતઓ વગેરે રચનાર, વિચારચતુર, વિવેકવાચસ્પતિ વિખ્યાત મંત્રીશ્વર વસ્તુપાલન ૦૭ શત્રુંજયની તેરમી યાત્રા માટે પ્રયાણ કરતાં માર્ગમાં વિ. સં. ૧૨૯૬માં માઘમાસની પંચમી તિથિએ રવિવારના પ્રથમ પહોરમાં ધર્મરાજની-પુત્રી સદ્ગતિ સાથે પાણિગ્રહણ થયું-સ્વર્ગમન થયું. (વ. વિ.) મંત્રી તેજપાલ સં. ૧૩૦૪માં સ્વર્ગસ્થ થયો.૦૮ પ૭૩. વસ્તુપાલના મુખથી મૃત્યુ પહેલાં જે પદ્ય નીકળેલાં રાજશેખર જણાવે છે તેથી તેમની અંતર્ગત ભાવનાનું સ્વરૂપ સમજાય છે. ૪૦૭. પંડિત લાલચંદનો લેખ સિદ્ધરાજ અને જૈનો.” ૪૦૮. સ્વ. સં. મ. ત્રિપાઠીને એક જીર્ણ પ્રતના પાનામાં પણ લખેલું મળ્યું હતું કે 'सं. १२९६ महं. वस्तुपालो दिवं गतः । सं. १३०४ महं. तेजःपालो दिवं गतः ॥' જ્યારે ચ. પ્ર. માં વસ્તુપાલનું અને તેજપાલનું મૃત્યુ સં. ૧૨૯૮ અને ૧૩૦૮ માં અનુક્રમે થયેલું જણાવેલું છે, તે ઠીક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy