SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પરની પ્રત આશાદિત્ય નામના દ્વિજે લખી તે લેખકે ખ. જિનપતિસૂરિના પરમભક્ત મોઢવંશીય શાંતિ નામના શ્રાવકને યશોમતિ નામની ભાર્યાથી થયેલ પ્રદ્યુમ્ન નામના પુત્રની ભાર્યા લક્ષ્મી માટે પ્રશસ્તિ રચી પ્રાંત મૂકી છે. તે લક્ષ્મીએ વર્તમાન (વઢવાણ) નામના પુરમાં દેવભદ્રસૂરિનાં વ્યાખ્યાન સાંભળી આ પ્રત લખાવી તે જ સૂરિને અર્પણ કરી તે ભાં. ઇ. માં મોજાદ છે. પ૬૨. આ વસ્તુ-તેજ-યુગમાં બીજા ઘણા ગ્રંથકારો થયા - સં. ૧૨૭૬માં રાજગચ્છના અભયદેવસૂરિ (સંમતિ ટીકાકાર)-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-શીલભદ્ર-ભરતેશ્વર-વરસ્વામી-નેમિચંદ્રસાગરેન્દુસૂરિ શિષ્ય) માણિકયચંદ્રસૂરિ કે જેમણે સં. ૧૨૧ (૪) ૬ માં કાવ્યપ્રકાશસંકેત રચ્યો હતો તેમણે પાર્થચરિત (પી. ૩, ૧૫૭; જે. ૫) ભિલ્લમાલવંશીય શ્રેષ્ઠિ દેહડની પ્રાર્થનાથી સં. ૧૨૭૬માં દિવાળી દિને વેલકૂલ શ્રીદેવકૂપકમાં પૂર્ણ કર્યું, અને શાંતિનાથ ચરિતાદિ (જે. પ્ર. ૪૯ (સં. રમ્યરેણુ પ્ર. ૐકારસૂરિ જ્ઞાન. ગ્રં}) ગ્રંથો રચ્યા. સં. ૧૨૭૭માં મૂલ ચંદ્રપ્રભ સૂરિકૃત પ્રાકૃત સમ્યક્ત્વ પ્રકરણ=દર્શનશુદ્ધિ પર ચક્રેશ્વરસૂરિએ અધૂરી ટીકા મૂકી સ્વર્ગે જતાં તેના પ્રશિષ્ય પૂર્વોક્ત તિલકાચાર્યે પૂરી કરી; (કા. વડો. નં. ૧૬૯ {સં. પુણ્યકીર્તિ વિ. પ્ર. સન્માર્ગ પ્ર}) અને તેમણે સં. ૧૨૯૬માં આવશ્યક નિર્યુક્તિલઘુવૃત્તિ (પી. ૨, ૬; પી, ૪, ૭૪) તેમજ દશવૈકાલિક ટીકા (પી. ૫, ૬-પ૨) તથા બીજા સામાચારી-જૈન સાધુ શ્રાવકોના આચારસંબંધી સં. ૧૩૦૪માં અનેક ગ્રંથો પર વૃત્તિઓ જેવી કે શ્રાવક પ્રાયશ્ચિત્ત સામાચારી-પૌષધિક પ્રાયશ્ચિત્ત સામાચારી-ચૈત્યવંદના વંદનકપ્રત્યાખ્યાન લઘુવૃત્તિ-શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ-સાધુ પ્રતિક્રમણસૂત્ર લઘુવૃત્તિ (પી. ૪, ૧૦૮), પાકિસૂત્રપાક્ષિકક્ષામણકા વચૂરિ આદિ રચી. (જેસ. પ્ર. ૨૦, ૩૬) તેઓ સં. ૧૩૦૪ સુધી વિદ્યમાન હતા. પ૬૩. વળી સં. ૧૨૭૮માં ચંદ્રકુલના વર્ધમાનસૂરિ–જિનેશ્વર–નવાંગીવૃત્તિકાર અભયદેવજિનવલ્લભ-જિનશેખર-પબૅન્દુ (શિષ્ય અભયદેવસૂરિ (બીજા) એ “શ્રી' એ શબ્દથી અંકિત જયન્તવિજય કાવ્ય (પ્ર. કાવ્યમાલા નં. ૭૫), સં. ૧૨૮૦માં શ્રીપ્રભસૂરિએ આ. હેમચંદ્રના કારકસમુચ્ચયોધિકારટાયમાંથી પહેલા બે અધિકાર પર વૃત્તિ, સં. ૧૨૮૧માં લક્ષ્મીધારે તિલકમંજરીકથાસાર, સં. ૧૨૮૨માં (ખ. જિનપતિસૂરિ શિ.) ઉક્ત પૂર્ણભદ્ર ગણિએ સ્થાનાંગ-ભગવતીઋષિસ્તવમાંથી ઉદ્ધરી અતિમુક્ત ચરિત્ર પાલણપુરમાં, અને તેમણે જ સં. ૧૨૮૪માં જેસલમેરમાં છ પરિચ્છેદવાળું ધન્યશાલિભદ્રચરિત તેમજ જેસલમેરમાં સં. ૧૩૦૫ (બાણશૂન્યાનલગ્ન ?) કૃતપુણ્યચરિત્ર (મોટી ટોલી ભં. પાલીતાણા) આદિ રચ્યાં. આ ધન્યશાલિભદ્રચરિતમાં સર્વદેવસૂરિએ સહાય આપી છે અને તેના સંશોધક સૂરપ્રભવાચક હતા કે જેમણે વાદિ યમદંડ નામના દિગંબરને ખંભાતમાં જીત્યો હતો, કાલસ્વરૂપકુલક વૃત્તિ રચી હતી અને જેમણે ચંદ્રતિલક ઉપાધ્યાય અને વિદ્યાનંદને અભ્યાસ કરાવ્યો હતો. પ૬૪. સં. ૧૨૮૫ના અરસામાં પાર્શ્વનાથ ચરિત્રાદિ વિંશતિ (૨૦) પ્રબંધના કર્તા આચાર્ય વિનયચંદ્ર વિદ્યમાન હતા. તેમનો કવિશિક્ષા નામનો કાવ્યસાહિત્ય પર રચેલ (વિનયાંક) ગ્રંથ તાડપત્ર પર પાટણ ભંડારમાં વિદ્યમાન છે. (પા. સૂચિ નં. ૫૯ {કાવ્યશિક્ષા પ્ર.લા.દ. વિદ્યામંદિર }) તે કવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy