SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પારા પપ૮ થી ૧૬૧ વસ્તુપાલના સમયમાં સાહિત્ય-રચના ૨૫૯ લખાઇ; તથા આઘાટદુર્ગમાં જૈત્રસિંહના રાજ્યમાં તે જગતુસિંહના મહામાત્યપણામાં હેમચંદ્ર નામના શ્રાવકે સમસ્ત સિદ્ધાંતોનો ઉદ્ધાર કર્યો એટલે કે સર્વ સૂત્રો તેણે તાડપત્ર પર લખ્યાં-લખાવ્યાં. આ પૈકી દશવૈકાલિક, પાક્ષિક સૂત્ર અને ઓઘનિર્યુક્તિની પ્રતો ખંભાત શાંતિનાથના ભંડમાં વિદ્યમાન છે (પી. ૩, પર). સં. ૧૨૮૬માં જયસિંહસૂરિકૃતિ હમીરમદમર્દનની તાડપત્ર પર લખાયેલી પ્રત હાલ જે. ભ. માં છે. સં. ૧૨૮૮માં ગોવિન્દ ગણિકૃત કર્મસ્તવ ટીકાની પ્રત ગુરુ દેવનાગની આજ્ઞાથી શીલચંદ્ર જિનસુંદરી નામની ગણિનીને માટે તાડપત્ર પર લખી (પા. ભં, કી. ૩ નં. ૧૪૮) ગર્ગ ઋષિકૃત કર્મવિપાક પરની પરમાનન્દ સૂરિકૃત ટીકા અને બૃહદ્ ગચ્છીય હરિભદ્રસૂરિકૃત આગમિકવસ્તુવિચારસારવૃત્તિ લખાઈ (પા. સૂરિ નં. ૧૯) સં. ૧૨૮૯માં દ્રોણાચાર્ય કૃત ઓઘનિર્યુક્તિ વૃત્તિ, મલયગિરિકૃત પિંડનિર્યુક્તિવૃત્તિ, દશવૈકાલિક, તે પરની નિયુક્તિ તથા હરિભદ્રસૂરિકૃત ટીકા તાડપત્ર પર લખાઇ (જે. ૪૧) સં. ૧૨૯૧માં લખાયેલા એક તાડપત્રના પુસ્તકમાં (પા. ભં.) સિદ્ધસેન, પાદલિપ્ત, મલવાદિ અને બપ્પભટ્ટનાં પ્રાકૃત પદ્યમાં ચરિત્રો છે. બપ્પભટ્ટ ચરિત્રમાં ગૌડવોના ર્જા બપ્પઇરાયને બપ્પભટ્ટિએ જૈન બનાવ્યો એ વાત વર્ણવેલી છે. ગૌડવો (ગૌડ-મગધરાજ-વધ) નામનું પ્રાકૃત કાવ્ય મહારાજા યશોવર્મા (વિ. સં. ૭૩૧ થી ૭૮૧)ની કીર્તિરૂપ છે ને તેનો રચનાર કવિરાજ વાકપતિરાજ (બપ્પUરાય) તે યશોવર્માનો આશ્રિત સામંત હતો કે જેને અંતિમાવસ્થામાં જૈનાચાર્ય બપ્પભટ્ટએ જૈન ધર્મનો પ્રતિબોધ કર્યો હતો-એવા ઉલ્લેખો મળે છે (પં. લાલચંદનો પ્રાકૃતભાષાની ઉપયોગિતા” નામનો નિબંધ પૃ. ૨૭) જુઓ ટિ. ૧૭૮. આ પ્રાકૃતચરિત્રો પ્રાચીન હોવાથી સંસ્કૃત કરતાં વધારે વિશ્વસનીય છે (સ્વ. દલાલ) સં. ૧૨૯૨માં વિજાપુરમાં દેવભદ્રગણિ, પં. મલયકીર્તિ, પં. અજિતપ્રભગણિ વગેરેનાં વ્યાખ્યાનથી સમસ્ત શ્રાવકોએ સંઘના પઠન-વાચનાર્થે મલયગિરિકૃત નંદીટીકા તાડપત્ર પર લખાવી. (પી. ૩, ૩૬) સં. ૧૨૯૨માં દર્ભાવતી-ડભોઇમાં લખાયેલ હેમાચાર્યકૃત યોગશાસ્ત્રની પ્રત લખાઇ (પાટણ સંઘનો ભં.). સં. ૧૨૯૪માં સ્તંભતીર્થવાસી શ્રીમાલવંશીય ઇ. સાઢાસુત ઠ. કુમરસીંહે નિશીથચૂર્ણિની પ્રત તાડપત્ર પર લખી (કી. નં. ૩૮) સં. ૧૨૯૫માં શ્રીમનું નલકમાં મહારાજા જયતુગિદેવના રાજ્યમાં મહાપ્રધાન ધર્મદેવના સમયમાં ઉપકેશ વંશના ચિત્રકૂટવાસી સા. સાલ્હાકે કર્મસ્તવ તથા કર્મવિપાકની ટીકાની તાડપત્ર પર પ્રત લખી (જે. પૃ. ૨૬) અને તે જ વર્ષમાં વિસલદેવ રાયે દંડાધિપતિ વિજયસિંહના વારામાં સંડેરગચ્છીય ગણિ આસચંદ્ર શિ. પંડિત ગુણાકરે પવિધાવશ્યક વિવરણ (યોગશાસ્ત્રમાંથી) ની તાડપત્ર પર પ્રત લખી (પા. સૂચિ નં. ૩૭) સં. ૧૨૯૬માં ત. દેવેન્દ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, ઉપા. દેવભદ્રગણિના વ્યાખ્યાનની અસરથી વિજાપુરમાં નાગપુરીય શ્રાવકોએ પાક્ષિક પ્રતિક્રમણની ચૂર્ણિ અને વૃત્તિ તાડપત્ર પર લખાવી (પી. ૧, ૩૫; ખં. શાંતિ. ભં.) અને તે વર્ષમાં મહારાજા ભીમદેવના રાજ્યમાં મહામંડલેશ્વર રાણક વીરમદેવની રાજધાનીમાં વિદ્યુત્પર (વીજાપુર)માં રહીને મલયગિરિકૃત સંગ્રહિણી ટીકા તાડપત્ર પર લખાઈ (જે. ૩૫.). પ૬૧. આ સમયમાં (સં. ૧૨૯૦ પછી) વિશેષાવશ્યક પર શિષ્યહિતા નામની ટીકાની તાડપત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy