SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ૫૫૮. નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સં. ૧૨૭૦ લગભગ “છઠા અંગોપનિષદ-જ્ઞાતા ધર્મકથા અને ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ઇત્યાદિ જોઇને કૌતુહલથી પાંડવોના ચરિત્ર રૂપે ૧૮ સર્ગનું ૮000 શ્લોક પ્રમાણ પાંડવ ચરિત્ર મહાકાવ્ય રચ્યું તેનું યશોભદ્રસૂરિ રતચંદ્રસૂરિ અને નરચંદ્રસૂરિએ સંશોધન કર્યું હતું. (પી. ૩, ૧૩૨; વે. નં. ૧૭૪૮ પ્ર. કાવ્યમાલા સન ૧૯૧૧. તેનું ગૂ. ભા. ભી. મા. તરફથી મુદ્રિતી; વળી દેવપ્રત્યે ધર્મસારશાસ્ત્ર-અમરનામ મૃગાવતી ચરિત્ર પાંચ વિશ્રામમાં (જેસ. પૃ. ૨૨) તથા મુરારિના અનર્ધરાઘવ પર અનર્થરાઘવકાવ્યાદર્શ (ગ્રંથ ૭૫00) રચ્યાં. ઉક્ત નરેન્દ્રપ્રત્યે અલંકાર મહોદધિ (મ.ગા.ઓ.સિ. ઉપરાંત કાકુલ્થકેલિ નામનો ગ્રંથ રચ્યો હતો. અને વસ્તુપાલની બે પ્રશસ્તિઓ રચી. જુઓ અલંકાર મહોદધિ પરિશિષ્ટ ૫, ૬} પપ૯. આ સમયે “કવીન્દ્રબધુ' નામનું બિરૂદ ધરાવનાર યશોવીર તે જાબાલિપુરમાં ચાહમાન રાજા ઉદયસિંહનો મંત્રી હતો. એ બહુશ્રુત વિદ્વાન અને રાજનીતિનિપુણ પ્રધાન હતો. મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલની સાથે આની ગાઢ મૈત્રી હતી. તેજપાલના બનાવેલા આબુ પરના નેમિનાથ ચિત્યના શિલ્પકામમાં એણે કેટલાક દોષો બતાવ્યા હતા. (જુઓ જિનહર્ષનું વ. ચ.). તેણે માદડીમાં સં. ૧૨૮૮માં બિંબપ્રતિષ્ઠા તથા સં. ૧૨૯૧માં આબુ પર દેવકુલિકા કરાવી હતી. જ પ૬૦. આ સમયે અનેક પુસ્તકોની તાડપત્ર પર પ્રતિઓ લખાઈ હતી. તે પૈકી કેટલીકનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે - સં. ૧૨૭૪માં સિદ્ધસૂરિએ જિનભદ્ર ગણિકૃત ક્ષેત્રસમાસ પર રચેલી ટીકાની (પા. સૂચિ નં. ૪૪) સં. ૧૨૭૫માં તાડપત્ર પર કર્મવિપાક ટીકાની (પા. સૂચિ નં. ૨૦), સં. ૧૨૮૪માં તાડપત્ર પર શ્રીચંદ્રસૂરિકૃતિ જીતકલ્પચૂર્ણિ (પા. ભ. પી. ૫, ૧૨૯) ની પ્રતો ... ४०२. तत्क्रमिको देवप्रभसूरिः किल पांडवायनचरित्रं । श्री धर्मसारशास्त्रं च निर्ममे सुकविकुलतिलकः ॥१३॥ - રાજશેખરત ન્યાયતંદલિપંજિકા પી. ૩, ૨૭૫. ४०3. तस्य गुरोः प्रियशिष्यः प्रभु नरेन्द्रप्रभः प्रभावाढ्यः । योऽलंकारमहोदधिमकरोत्काकुत्स्थकेलिं च ॥१६॥ - એજન. ૪૦૪. માદડી તે હાલનું માદ્રી કે જે એરનપુરારોડથી ૩૦ મિલ પશ્ચિમે જોધપુર રાજ્યમાં આવેલું નાનું ગામ છે, તે તે વખતે મોટું શહેર હશે. ત્યાંના બે શિલાલેખો સં. ૧૨૮૮ના “જૈન” તા. ૧૩-૧૧-૨૭ પૃ. ૭૮૭ માં પ્રકટ થયા છે તે પરથી જણાય છે કે તે વર્ષમાં ખંડેરક ગચ્છાચાર્યોના ચરણોના ઉપાસક શ્રદ્ધવંશી સમસ્ત રાજાઓમાં જાગૃત યશવાલા અને ઉદયસિંહના પુત્ર યશોવીર મંત્રીએ સ્વમાતા ઉદયશ્રીના કલ્યાણાર્થે પોતે કરાવેલા ચૈત્યમાં જેઠ સુદ ૧૩ બુધ શાંતિનાથનું બિંબ તથા જિનયુગની કાયોત્સર્ગસ્થ મૂર્તિઓ શાંતિસૂરિએ પ્રતિષ્ઠિત કરી; અને સં. ૧૨૯૦ના લેખ માટે જુઓ જિ. ૨, નં. ૧૦૮-૦૯-તેમાં જણાવેલ છે કે તેના પિતાનું નામ મંત્રી શ્રી ઉદયસિંહ હતું કે જે વિપુલ ધનનું દાન કરવાથી દાનવીર, ગિરનાર આદિ તીર્થોની મહાન આડંબર સાથે યાત્રા વગેરે ધર્મકૃત્યો કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનું પણ માનમર્દન કરવાથી યુદ્ધવીર-એમ ત્રિવિધવીર ચૂડામણી કહેવાતો હતો. તે પિતાના પુણ્યાર્થે આ યશોવીર કે જેને સરસ્વતી અને લક્ષ્મીએ એકીસાથે અંગીકાર કર્યો છે તેણે સુમતિનાથની પ્રતિમાયુક્ત એક, અને પોતાની માતા અર્થે પદ્મપ્રભ ભ ની પ્રતિભાવાળી બીજી એમ બે દેવકુલિકાઓ કરાવી. જુઓ મુનિશ્રી કલ્યાણવિજયનો લેખ નામે “ત્રી યશોવર ગૌર ફન શિલાનૈg' સને ૧૯૩૧ના જાન્યુ. તા. ૨૫ ફેબ્રુ. તા. ૧, ૧૫, ૨૨ અને માર્ચ તા. ૧ ના “જૈન'ના અંકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy