SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૫૩ થી ૫૫૭ જયસિંહસૂરિ-ઉદયપ્રભસૂરિ-નરચન્દ્રસૂરિ ૨૫૭ પ્રતા આપવાની આજ્ઞા કરી હતી. તે સૂરિએ તે મંત્રીને “સર્વ ધર્મશાસ્ત્રોના એક આદર્શ એવું બિરૂદ આપ્યું હતું. (જિનહર્ષત વ. ચ.) પપ૫. વસ્તુપાલ કાવ્યશક્તિની કદર કરતો એટલું જ નહિ, પરંતુ ગ્રંથકારોને ધાર્મિક તેમજ સાહિત્યના ગ્રંથો રચવાને પોતાના બોધ અને આનંદ માટે વિનવતો-પ્રેરતો; તેના ઉદાહરણ તરીકે નીચે જણાવવામાં આવ્યું છે. પપ૬. નરચંદ્રસૂરિ કે જે હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિઅભયદેવસૂરિ (મલધારી)-હેમચંદ્રસૂરિશ્રીચંદ્રસૂરિ-મુનિચંદ્ર સૂરિના શિષ્યો દેવાનંદ અને યશોભદ્ર, તેમના શિષ્ય દેવપ્રભસૂરિના શિષ્ય હતા તે વસ્તુપાલની સંઘયાત્રામાં ગયા હતા ને તેની સાથે ઘણો પરિચય ધરાવતા હતા. તેમને એકદા વસ્તુપાલે વિજ્ઞપ્તિ કરી કે “આપે મારા શિર પર હાથ મૂકવાથી હું સંઘાધિપત્ય પામ્યો, સેંકડો ધર્મસ્થાનો અને દાનવિધિઓ કર્યા, અને હવે જૈનશાસનકથાઓ સાંભળવા મારૂં ચિત્ત ઉત્કંઠ છે' તેથી તેમણે ૧૫ તરંગોમાં કથારત્નસાગર રચ્યો. (સં. ૧૩૧૩ની તાડપત્રની પ્રત પા. સૂચિ) વિશેષમાં એક વિજ્ઞપ્તિ કરી કે “અતિ વિસ્તૃત અને અતિ સંક્ષિપ્ત એવા ગ્રંથો છે તે ક્લેશથી સમજાય છે અને કાવ્યરહસ્યનો નિર્ણય તેથી થઈ શકતો નથી તો અતિ વિસ્તૃત નહિ પણ કવિ-કલાનું સર્વસ્વ જેમાં આવી જાય અને દુર્મધને પણ બોધક થાય એવું અનન્યસદશ શાસ્ત્ર કહો,” આથી તે સૂરિએ પોતાના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિને તેવો ગ્રંથ રચવાની આજ્ઞા કરતાં વસ્તુપાલના આનંદ માટે નરેન્દ્રપ્રભે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામનો ગ્રંથ રચ્યો. પપ૭. નરચંદ્રસૂરિએ વળી ૩૯૯મુરારિકૃત અનર્ધરાઘવ પર ૨૩૫૦ શ્લોક પ્રમાણ ટિપ્પન (જે. નં. ૨૨૦), શ્રીધરક્ત ન્યાયકંદલી પર ટીકા (કે જેમાં વિમલસૂરિએ સહાય આપી હતી જે-૩), જ્યોતિસાર (વે. નં. ૩૧૧; પી. ૩, ૨૭૫) કે જે નારચન્દ્ર જ્યોતિષસાર કહેવાય છે,{મુદ્રિત } પ્રાકૃત દીપિકા-પ્રબોધ કે જેમાં હેમાચાર્યના અષ્ટમાધ્યાયના આખ્યાનોની રૂપસિદ્ધિ છે. (બુહ. ૭ નં. ૮; પા. ભં), ચતુર્વિશતિજિન સ્તોત્ર (પી. ૫, ૯૬) ઇત્યાદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમજ સ્વગુરુ દેવપ્રભસૂરિનું પાંડવચરિત અને ઉદયપ્રભસૂરિનું ધર્માલ્યુદય કાવ્ય સંશોધ્યાં છે. તેમના આદેશથી ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂરિ સં. ૧૨૭૧માં રચી. સં. ૧૨૮૮માં તેમણે રચેલા વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો ગિરનાર પર શિલાલેખમાં મોજુદ છે. (જે. પૃ. ૩૨ અને ૬૫) તેમણે સમરાદિત્યસંક્ષેપના કર્તા પ્રદ્યુમ્નસૂરિને ઉત્તરાધ્યયનસૂત્રની વાચના આપી હતી.૪૦૧ ૩૯૯. “મુરારિનું અનઈરાઘવ ગુજરાતમાં ઘણું પ્રિય થયેલું માલુમ પડે છે, કારણ કે તેના ઉપર માલધારી દેવપ્રભાચાર્યનો અનર્થરાઘવ રહસ્યાદર્શ (ગ્રંથ ૭૫00), તેમના શિષ્ય નરચંદ્રાચાર્યનું મુરારિ ટિપ્પન (ગ્રંથ ૨૫૦૦) અને તપાગચ્છના જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષની અનરાઘવવૃત્તિ એમ ત્રણ ટીકાઓ છે.” સ્વ. દલાલ. ૪૦૦. આ નચંદ્રસૂરિના વંશમાં પહ્મદેવસૂરિ-પ્રીતિલકસૂરિશિષ્ય રાજશેખરસૂરિએ શ્રીધરકૃત ન્યાયતંદલિ પર પંજિકા (પી. ૩, ૨૭૦-૨૭૫) રચી છે. તેમાં નરચંદ્રસૂરિના ગ્રંથો જણાવેલ છે કે : टिप्पनमन_राघवशास्त्रे किल टिप्पने च कंदल्यां सारं ज्योतिषमभद्यः प्राकृतदीपिकामपि च ॥ १५ ॥ ૪૦૧. શ્રીમતે નરેન્દ્રાય નમોડસ્તુ મધરિ ટુ ગેડનુત્તરા વેનોત્તરધ્યયનવાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy