SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. જો કે શકુનિકા વિહારની મજીદ બનાવવામાં આવી છે, છતાં તે તેના અન્ય નાટક ગ્રંથ હમીરમદમર્દનકાવ્યની પ્રતની અંતે લખાયેલ મળી આવ્યું છે. (જુઓ પારા પ૨૮) બીજો ગ્રંથ નામે ઉક્ત હમ્મીરમદ મર્દન (ગા.ઓ.સી. નં. ૧૦) તે ગુજરાત ઉપર મુસલમાનોએ કરેલો હુમલો બંને ભાઇઓએ પાછો હઠાવ્યો એ ગુજરાતના ઇતિહાસમાંના એક અગત્યના બનાવને નાટકના રૂપમાં રજૂ કરતું કાવ્ય છે; અને તે નાટક વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી (ખંભાતના) ભીમેશ્વર૩૯૮ ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે ખંભાતમાં પહેલ વહેલું ભજવાયું હતું. આમાં પાંચ અંક છે. તેની તાડપત્રની સં. ૧૨૮૬ની લિખિત પ્રત મળી આવે છે. તેથી તે પહેલાં અને વસ્તુપાલનો કારભાર સં. ૧૨૭૬માં થયો ત્યાર પછી રચાયેલું છે. પપ૩. ઉદયપ્રભસૂરિ–આ વસ્તુપાલના ગુરુ ઉપર્યુક્ત વિજયસેનસૂરિના શિષ્ય હતા. તેમને વસ્તુપાલ મંત્રીએ સૂરિપદથી સમલંકૃત કરાવેલ હતા. તેમણે સુકૃતકલ્લોલિની (ક. છાણી) નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું (પ્ર. હમ્મીરમદમર્દન પરિ. ૩ ગા. ઓ. સી.) તેમાં વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃત્યો-ધાર્મિક કાર્યો અને યશનો ગુણાનુવાદ બતાવેલ છે. વસ્તુપાલ શત્રુંજયની યાત્રા કરી (સં. ૧૨૭૭) તે પ્રસંગે આ કાવ્ય રચાયું લાગે છે, અને વસ્તુપાલે પોતે બંધાવેલા ઈદ્રમંડપના એક મોટા પથ્થરની તખતી ઉપર તે કોતરાવ્યું હતું. આમાં કાવ્યત્વના ઉંચા ગુણો હોવા ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ આપણને ઘણી માહિતી મળે છે. અરિસિંહના સુકૃતસંકીર્તન કાવ્યની માફક આમાં પણ વસ્તુપાલની વંશાવલી આપેલી છે અને ચાપોત્કટ (ચાવડા) અને ચૌલુક્ય વંશના રાજાઓનું વર્ણન આપ્યું છે. વિશેષમાં બહુ મોટા ગ્રંથો ઉક્ત સૂરિએ રચ્યા છે - ૧. ધર્માલ્યુદય મહાકાવ્ય વસ્તુપાલના યાત્રા પ્રસંગે “લક્ષ્યક રચ્યું છે. (પી. ૨, ૩૩ પી. ૩, ૧૬{u. સિંધી ગ્રં.)) તેનું બીજું નામ સંઘાધિપતિ ચરિત્ર મહાકાવ્ય છે. તેમાં પ્રથમ તથા છેલ્લા સર્ગમાં વસ્તુપાલ તથા તેના ગુરુ અને બીજા જૈનાચાર્યો સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીનો ભાગ આદિનાથ અને નેમિનાથ વગેરે તીર્થકરોનાં ચરિત્રોનો છે. તેને માલધારી નરચંદ્રસૂરિએ સંશોધ્યું. (પા. ભ. તાડપત્ર) ૨ જ્યોતિષનો ગ્રંથ નામે આરંભસિદ્ધિ (પ્ર. પુરુષોત્તમ ગીગાભાઇ ભાવ.) ૩ સંસ્કૃત નેમિનાથ ચરિત, ૪-૫ ષડશીતિ અને કર્મસ્તવ એ બે કર્મગ્રંથો પર ટિપ્પન, તથા ૬ સં. ૧૨૯૯ માં ધર્મદાસ ગણિકૃત ઉપદેશમાલા પર ઉપદેશમાલાકર્ણિકા નામની ટીકા ધોળકામાં રચી પૂર્ણ કરેલ છે. ઉદયપ્રભસૂરિકૃત શબ્દબ્રહ્મોલ્લાસ અપૂર્ણ (૪૬ ગાથા) ખેતરવસી ભંડાર પાટણમાં છે.) પપ૪. વસ્તુપાલનો પોતાનો પુસ્તકભાંડાગાર જબરો હતો અને તેમાં સર્વ જાતના કિંમતી અને અલભ્ય ગ્રંથોનો અપૂર્વ સંગ્રહ એકત્રિત કર્યો હતો. (હરિહર પ્રબંધ). પ્રસિદ્ધ આલંકારિક માણિકચંદ્રસૂરિ કાવ્યપ્રકાશ પરની ટીકા નામે કાવ્યપ્રકાશ સંકેત રચવામાં વ્યગ્ર હોવાથી વસ્તુપાલે તીર્થયાત્રામાં સાથ આપવા બોલાવ્યા છતાં આવી શક્યા નહોતા, તેમને પોતાના પુસ્તકાલયની સર્વ ધાર્મિક ગ્રંથોની ૩૯૮. આ ભીમેશ-ભીમેશ્વરના ખંભાતના મંદિરમાં સોનાના લશ અને ધ્વજદંડ વસ્તુપાલે કરાવ્યા હતા-જુઓ જિનહર્ષકૃત વસ્તુપાલચરિત ૪-૭૨૦, અને સુકૃતસંકીર્તન ૧-૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy