SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૪૮ થી ૫પર બાલચન્દ્રસૂરિનું વંસતવિલાસ ૨૫૫ જિનની પ્રભાતિક સ્તુતિ રચી હતી, તેમના ધનેશ્વરસૂરિ થયા કે જેમણે પોતાના સ્વર્ગસ્થ ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો અને સમય નામના નગરના દેવતા-પુરુદેવતાને પ્રબોધ્યો હતો. તેને સરસ્વતીના ચાર હસ્ત જેવા ચાર શિષ્ય નામે વીરભદ્ર, દેડૂસરિ, દેવપ્રભ અને દેવેન્દ્રસૂરિ થયા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિએ જિન પ્રાસાદો જ્યાં પુષ્કળ હતાં એવી મંડલી (માંડલ) નામની નગરીમાં મહાવીર ચૈત્યની પ્રતિષ્ઠા કરી. તેમના ભદ્રેશ્વરસૂરિ અને તેમના અભયદેવસૂરિ થયા કે જેનું ધર્મોપદેશામૃત પીને આસડે પોતાની વિવેકમંજરી અને ઉપદેશકંદલી રચી. તેમના શિષ્ય હરિભદ્રસૂરિ પદર્શનો અને સાહિત્યમાં નિષ્ણાત થયા; અને તેમના શિષ્ય તે બાલચંદ્ર. સમરાદિત્યસંપાદિના કર્તા અને અનેક ગ્રંથોના સંશોધક પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિને પદપ્રતિષ્ઠાપ્રાપ્તિ આ સુકવિ બાલચંદ્ર દ્વારા થઈ હતી. - ૫૫૧. આ બાલચંદ્રસૂરિએ કરુણાવજાયુધ (પ્ર. ઓ. સભા) એ નામનું પંચાંકી નાટક રચ્યું, તે વિરધવલના મંત્રી વસ્તુપાલની આજ્ઞાથી શત્રુંજયમંડન પ્રથમ તીર્થંકર (ઋષભદેવ) ના ઉત્સવમાં ભજવાયું હતું તે પરથી જણાય છે કે તે મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા (સં. ૧૨૭૭) ત્યારે રચ્યું. તેમાં વજાયુધ ચક્રવર્તિએ પોતાના પ્રાણના ભોગે પણ પારેવાનું રક્ષણ કર્યું તે પ્રસિદ્ધ વસ્તુને અવલંબીને આ નાટક રચાયેલું છે. પોતાના સમકાલીન મહાકવિ આસડે રચેલા ગ્રંથો નામે વિવેકમંજરી અને ઉપદેશકંદલી ઉપર ટીકાઓ તેમણે રચી, વિવેકમંજરી ટીકા સં. ૧૨૪(૭)માં રચી (કી. ૨, ૫; પી. ૩, ૧૦૦), કે જે નાગૅદ્ર ગચ્છના વિજયસેનસૂરિએ અને બૃહગચ્છના શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધી તથા તેમાં દેવાનંદગચ્છના કનકપ્રભસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ સહાય કરી; અને ઉપદેશકંદલી પર વૃત્તિ રચી કે જેની તાડપત્રની સં. ૧૨૯૯ની પ્રત પાટણના ભંડારમાં છે. (પી, ૫, ૪૨) અને તે ઉપરાંત વસન્તવિલાસ નામનું મહાકાવ્ય (ગા. ઓ. સી. નં. ૭) બનાવ્યું છે, તેમાં કીર્તિકૌમુદીની પેઠે વસ્તુપાલનાં પરાક્રમો વર્ણવેલાં છે. વસ્તુપાલ સોમશર્મા અને હરહરાદિ કવિઓથી વસંતપાલ કહેવાતો હતો તેથી તે નામ પરથી કાવ્યનું નામ વસન્તવિલાસ રાખ્યું છે. આમાં વસ્તુપાલના મૃત્યુનો ઉલ્લેખ હોવાથી તે મૃત્યુ સંવત ૧૨૯૬ પછી અને તે વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના વિનોદ માટે રચાયું તેથી તે ગ્રંથની રચના સમય વિક્રમ તેરમા સૈકાની આખરનો અથવા ચૌદમા સૈકાની શરૂઆતના આશરાન છે એ ચોક્કસ છે. તેમાં ૧૪ સર્ગ છે અને તેમાં ગુજરાતના ઇતિહાસ માટે કેટલીક સામગ્રી મળી આવે છે. ૩૯૭ પપર. જયસિંહસૂરિ-તે વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રત સ્વામીના મંદિરના આચાર્ય હતા. તેજપાલ મંત્રી એકદા મંદિરની યાત્રાએ આવતાં તે આચાર્યે કાવ્યથી તેમની સ્તુતિ કરી અને અંબડના શકુનિકાવિહારમાંની ૨૫ દેવકુલિકા માટે સુવર્ણધ્વજ દંડ બનાવી આપવા કહ્યું. વસ્તુપાલની સંમતિથી તેજપાલે કરાવી આપ્યા તેની સ્મૃતિમાં આ સૂરિએ બંને ભાઇઓના આ દાન માટે એક સુંદર લાંબું પ્રશસ્તિકાવ્ય રચ્યું, કે જેમાં મૂળરાજથી વીરધવલ સુધીના રાજાઓની વંશાવલીએ ટૂંક વર્ણન પણ આવેલ છે અને તે ઉક્ત મંદિરની ભીંતના પથ્થરમાં કોતરવામાં આવ્યું હતું તેમ લાગે ૩૯૭. જુઓ તેના પર સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલની અંગ્રેજી પ્રસ્તાવના, કે જેના ગૂ. ભાષાન્તર માટે જુઓ જૈનયુગ સં. ૧૯૮૩ ભાદ્ર. અશ્વિન ને સં. ૧૯૮૪ ના અંકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy