SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૫૪૮. પ્રબંધ ચિંતામણીમાં વસ્તુપાલ મંત્રી પ્રત્યે આ બાલચંદ્ર પંડિતે એક સ્તુતિશ્લોક ૩૯દ કહ્યો હતો તેનો ઉલ્લેખ છે : गौरी रागवती त्वयि वृषो बद्धादरस्त्वं युतो भूत्या त्वं च लसद्गुणः शुभगणः किं वा बहु ब्रूमहे । श्री मंत्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते बालेन्दुं चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ? ॥ - હે મંત્રિ ! તારામાં અને શિવમાં હવે કંઈ ફેર રહ્યો દેખાતો નથી. કેમ કે શિવને ગૌરી (પાર્વતી) જેમ હાલી સ્ત્રી છે તેમ તને ગૌરી-ગૌર અંગવાળી વ્હાલી સ્ત્રી છે, જેમ શિવમાં વૃષને-નંદીને ઘણો આદર છે તેમ તારામાં વૃષધર્મનો આદર છે, જેમ શિવ ભૂતિ-ભસ્મથી યુક્ત છે, તેમ તું પણ ભૂતિ-સમૃદ્ધિથી યુક્ત છે. જેમ શિવ ગુણથી શોભે છે તેમ તું પણ ગુણથી શોભે છે, જેમ શિવને શુભ ગણ છે તેમ તને શુભ ગણ-સેવકો છે એથી તું ઈશ્વરની-શિવની કલાયુક્ત છો. શિવને (ભાલમાં) બાલેન્દુ છે તે રચવાનું-આ બાલચંદ્રને સ્વીકારવાનું તને યોગ્ય છે. તારા કરતાં બીજો કયો પ્રભુ છે ? આ કહેનાર બાલચંદ્રને તેમની આચાર્યપદ સ્થાપનામાં વસ્તુપાલે એક હજાર કામ ખર્ચા. પ૪૯. આ કર્તાએ પોતાની હકીકત પોતાના વસંતવિલાસ કાવ્યના પ્રથમ સર્ગમાં આપી છે કે- મોઢેરક નામના શહેરમાં (ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતમાં આવેલું મોઢેરા) ધરાદેવ નામનો પ્રસિદ્ધ મોઢ બ્રાહ્મણ હતો. તે દીન જનોને રક્ષતો અને જિનપ્રણીત શાસ્ત્રના રહસ્યનો જાણનાર હતો. તેને વિદ્યુત (વીજળી) નામની પતિથી મુંજાલ નામનો પુત્ર થયો. તે પિતાના ઘરમાં રહેતો હોવા છતાં સંસારને જાલ સ્વરૂપ સમજતો હતો. હરિભદ્રસૂરિની વાણી સાંભળી વિવેકરૂપી સંપત મેળવી માબાપની અનુમતિથી જૈનમતનું વ્રત અભ્યાસ્ય-ક્રમે ક્રમે સમગ્ર કલામાં ગુરુ પાસેથી નિપુણ થઈ દીક્ષા લીધી અને બાલચંદ્ર નામ રાખ્યું. હરિભદ્ર સૂરિએ પોતાના આયુષ્યને અંતે બાલચંદ્રને પોતાના પદમાં સ્થાપ્યા. ટૂંકમાં તેના ધર્માચાર્ય અને સૂરિપદપ્રદાતા હરિભદ્ર સૂરિ હતા. રતશ્રી ગણિનીના તે ધર્મપુત્ર હતા. ચૌલુક્ય ભૂપાલો જેના ચરણમાં નમતા અને જે સરસ્વતીના નિવાસ સ્થાનરૂપ હતા એવા ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય તેના અધ્યાપક હતા. વાદિ દેવસૂરિ ગચ્છના આચાર્ય ઉદયસૂરિએ તેને સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વખત તેણે સરસ્વતીનું ધ્યાન કરતાં યોગનિદ્રામાં એક મુહુર્ત આવી શારદાએ કહ્યું “વત્સ ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા પર પ્રસન્ન થઈ છું અને જેમ પૂર્વે કાલીદાસ આદિ બુદ્ધિશાળી મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ વત્સ ! તું પણ થશે.” આ સરસ્વતીના પ્રસાદથી જેણે મહાકવિત્વરીતિ મેળવી છે એવો હું આ વસન્તવિલાસ કાવ્ય રચું છું.' તેમણે પોતાને “વાગ્દવી પ્રતિપન્નસૂનુ' તરીકે ઓળખાવેલ છે. (પી. ૩, ૧૦૦; પી. ૫, ૪૮). ૫૫૦. પોતાની ગચ્છ પરંપરા પોતે ઉપદેશકંદલી વૃત્તિમાં આપી છે કે - ચંદ્ર ગચ્છમાં પ્રદ્યુમ્ર સૂરિ થયા કે જેમણે તલવાટકના રાજાને પ્રબોધ્યો હતો, તેમની પછી ચંદ્રપ્રભસૂરિ થયા કે જેમણે - ૩૯૬. આ શ્લોકને લગભગ મળતો શ્લોક બાલચંદ્ર જૈત્રસિંહ સંબંધે કહ્યો છે તે માટે જુઓ વસંતવિલાસ ૩જા સર્ગને અંતે મૂકેલો શ્લોક પૃ. ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy