SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૪૫ થી ૫૪૭. અરિસિંહ-અમરચંદ્રસૂરિ ૨૫૩ ૫૪૬. અમરચંદ્રનાલ્ય શીઘ્રકવિત્વનો એક રમુજ પ્રસંગ એક સ્થળે નોંધાયો છે. એકદા તેમણે વ્યાખ્યાન કરતાં એક શ્લોકાર્ધ કહ્યો : अस्मिन्नसारे संसारे सारं सारंगलोचनाः । -“આ અસાર સંસારમાં મૃગનયની સ્ત્રીઓ) સારરૂપ છે.” આ વખતે વંદના કરવાને મંત્રી વસ્તુપાલ આવ્યો હતો. તેણે બારણમાં આવતાં આ શ્લોકાર્ધ સાંભળતાં વિચાર્યું “અહો ! આ મુનિ તો સ્ત્રીકથામાં આસક્ત થયેલ છે.” તેથી તેણે નમન કર્યું નહિ. તેનો અભિપ્રાય જાણી તે આચાર્ય ઉત્તરાર્ધ કહ્યો કે : ___ यत्कृक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ॥ - કે જેની કુખમાંથી તે વસ્તુપાલ ! તમારા જેવા જન્મ્યા છે.' આ સાંભળીને વસ્તુપાલ આચાર્યના પગમાં પોતાનું શિર ઝુકાવ્યું. એમ કહેવાય છે કે આ અમરચંદ્ર વિશલદેવ રાજાની સભામાં આવ્યા તે વખતે ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વરદેવ, વામનસ્થલીના કવિ સોમાદિત્ય, કૃષ્ણનગરના કમલાદિત્ય તથા વીસલનગરના -મહાનગરના નાનાક પંડિત બેઠા હતા. તેમાં જુદા જુદા કવિઓએ અમરચંદ્રને જે સમસ્યા પૂછી તેમાં નાનાક પંડિતની “તું ન જાતિતર યુવતિ ર્નિશાસુ ની પૂર્તિમાં અમરચંદ્રે કહ્યું - श्रुत्वा ध्वनेर्मधुरतां सहसावतीणें भूमौ मृगे विगतलांछन एव चन्द्रः । मागान् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां युवतिं र्निशासु ॥ તાત્પર્ય કે – હું ગાઇશ તો આ ચન્દ્રમાંનો મૃગ તે સાંભળવા નીચે ઉતરી આવશે અને આમ મૃગલાંછનથી મુક્ત થઈને ચન્દ્ર મારા મુખની બરોબરી કરી શકશેઃ તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી ! આ પ્રસંગે અમરચંદ્રસૂરિએ કુલ ૧૦૮ સમસ્યા પૂર્યાનું કહેવાય છે. ૫૪૭. વસ્તુપાલની કવિઓ તરફ દાન-વીરતા એટલી બધી હતી કે તેને “લઘુ ભોજરાજ' કહેવામાં આવતો. સોમેશ્વર, હરિહર, અરિસિંહનો તે ખાસ આશ્રયદાતા હતો અને દામોદર, નાનાક, જયદેવ, મદન, વિક્લ, કૃષ્ણસિંહ, શંકર સ્વામી, સોમાદિત્ય કમલાદિત્ય અને તે ઉપરાંત ભાટ ચરણો અને અન્ય કવિઓને તેણે ધનવાનું બનાવ્યા હતા બાલચંદ્રસૂરિ. बहुप्रबन्धकर्तुः श्री बालचन्द्रस्य का स्तुतिः । मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ -પ્રદ્યુમ્નસૂરિકૃત સમરાદિત્યસંક્ષેપ સં. ૧૩૨૪ -બહુ પ્રબન્ધ કરનાર બાલચંદ્ર કે જેની સ્તુતિ કવિતાના ગુણને માટે મંત્રીશ્વર વસ્તુપાલે કરી હતી તેની શું સ્તુતિ કરવી ? ૩૯૫. આવો ઉલ્લેખ ઉપદેશતરંગિણીમાં છે પરન્તુ રાજશેખરના ચ. પ્ર. માં પૃ. ૧૧૯ તેમજ જિનહર્ષના વ. ચ. માં ગુ. ભા. પ્ર. ૧૨૬-૧૩૫. સ્તંભતીર્થમાં સ્તંભનપાર્શ્વનાથના ચૈત્યના અધ્યક્ષ કવીશ્વર મલ્લવાદીના સંબંધમાં આ પ્રસંગ વર્ણવાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy