SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જિનંદ્રચરિત્ર છે. પ્રબંધકોશમાં તેમના બીજા જે બે ગ્રંથોનાં નામ પણ આપ્યાં છે તે સૂકતાવલી તથા કલાકલાપ નામનાં છે. દ્રૌપદી સ્વયંવર પણ તેમની રચના મનાય છે. શ્રમણ પ૦/૧૦-૧૨} ૫૪૫. તેમણે બાલભારતમાં એક જગ્યાએ પ્રભાતવર્ણનના એક શ્લોકમાં વેણી-અંબોડાનું વર્ણન કરતાં તેની કૃપાણ-તરવાર (કામદેવની) સાથે સરખામણી કરી છે તેથી તેને “પીપળોમ:' પણ કહેતા હતા. અમરચંદ્ર તે વિવેકવિલાસના કર્નાવાયડગચ્છીય જિનદત્તસૂરિ (જુઓ પારા ૪૯૬)ના શિષ્ય હતા. પ્રબંધકોશમાં રાજશેખર જણાવે છે કે જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહ કવિરાજ પાસેથી અમરચંદ્રને સિદ્ધ સારસ્વત મંત્ર મળ્યો. તે મંત્રને ર૧ દિવસ જપવાથી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યો કે તું એક સિદ્ધ કવિ થઈશ અને બધા રાજાઓ તને માન આપશે. તેજ પ્રબંધકોશ તેને વિશલદેવના દરબારમાં પ્રવેશ તથા તેમના દ્વારા તેમના ગુરુ અરિસિંહનો પ્રવેશ કેમ થયો તેનું વર્ણન કરે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે અમરચંદ્ર વસ્તુપાલના વખતમાં ધોલકાના દરબારમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં શક્તિશાલી તથા કીર્તિવંત કવિ તરીકે તે સન્માનિત હતા. અમરચંદ્ર પોતે અરિસિંહનો શિષ્ય હતા એવું પોતાના એક પણ ગ્રંથમાં જણાવતા નથી, પણ ગ્રંથો પરથી એટલું જણાય છે તે પોતે અરિસિંહ અને તેની કવિતાને બહુ જ માનદૃષ્ટિથી જોતા હતા. અરિસિંહદ્વારા અમરચંદ્રને સિદ્ધસારસ્વત અમરચંદ્ર દ્વારા થયેલ પ્રવેશ-એ બંને બાબતો સત્ય હોય એ બહુ વિચારણીય છે, પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વિશલદેવના દરબારમાં અરિસિંહ અને અમરચંદ્રએ બંને કવિ તરીકે નામાંકિત દરજ્જો ભોગવતા હતા. જેમ સુકૃતસંકીર્તનમાં અમરચંદ્ર ચાર શ્લોકો રચ્યા છે તેવી જ રીતે અમરચંદ્રની કાવ્યકલ્પલતામાં કેટલાંક સૂત્રો અરિસિંહે અને કેટલાંક સૂત્રો અમારે બનાવ્યાં છે; ૩૯૪ વળી તેમાં અમરચંદે જણાવ્યું છે કે અરિસિંહે કવિતારહસ્ય નામનો એક વધુ ગ્રંથ પણ રચ્યો છે અને સુકૃત સંકીર્તનમાં અરસિંહને એક શક્તિસંપન્ન તાર્કિક તરીકે અમરચંદ્ર જણાવ્યો છે. ૩૯૩. વાયડગચ્છમાં સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ્ય અને જીવદેવસૂરિ વારંવાર આવ્યા કરે છે :अमीभिस्त्रिभिरेव श्री जिनदत्तादिनामभिः । सूरयो भूरयोऽभूवन् तत्प्रभावास्तदन्वये ॥ - પદ્માનંદકાવ્ય પ્રશસ્તિ શ્લોક ૩૫. વાયડ ગચ્છ અને વાયડ જ્ઞાતિ (જુઓ પારા ૪૯૬) જે સ્થાનના નામથી આજ પર્યત પ્રસિદ્ધ છે. તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલણપુર)ની પાસે એ જ “વાયડ' નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનોમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગૂજરાતમાં વર્તમાન છે, પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં કયાંયે જોવાતા નથી. આ ગચ્છના એક પૂર્વાચાર્ય જીવદેવસૂરિનો પ્રબંધ પ્રભાવક ચરિતમાં આપ્યો છે. તેની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ “અમર' શબ્દથી આ પ્રસ્તુત અમરચંદ્રસૂરિ સૂચિત કરેલ છે. તેથી જણાય છે કે સં. ૧૩૩૪ સુધી તે સૂરિ વિદ્યમાન હશે. (મુનિ ક. વિ. પ્ર. ચ. પ્ર.) उ८४. सारस्वतामृतमहार्णवपूर्णिमेन्दोऽर्मत्वाऽरिसिंहसुकवे:कवितारहस्यं । किंचिच्च तद्रचितमात्मकृतं च किंचिद् व्याख्यासते त्वरित काव्यकृतेऽत्र सूत्रं ॥ –ાવ્ય~ત્તતા વૃત્તિ -૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy