SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પારા પ૩પ થી ૪૧ વસ્તુપાલના સમયનું સાહિત્ય ૨૪૯ પ૩૭. હરિહર-ગૌડદેશી પંડિત હતો. તેણે ગુજરાતમાં આવી સોમેશ્વરનો વેષ છતાં રાજસભામાં આદર પામ્યો. પછી તેના અને સોમેશ્વર વચ્ચે સારો મેળ થયો હતો. હરિહરની “નૈષધીય'ની પ્રત પોતે ચતુરાઈથી ઉતારી વસ્તુપાલે પોતાના પુસ્તકાલયમાં રાખી હતી. (વધુ માટે જુઓ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિહર પ્રબંધ.) પ૩૮. સુભટ-તેમનું રચેલું દૂતાંગદ નામે એક અતિ લઘુ નાટક છે. દેવશ્રી કુમારપાલદેવના મેળામાં મહારાજાધિરાજ ત્રિભુવનપાલની પરિષદની આજ્ઞાથી આ નાટક ભજવાય છે. એમ આરંભમાં સૂત્રધાર જાહેર કરે છે. માત્ર એકજ અંકનું આ નાટક છે, અને તેમાં પણ રાજશેખર ભર્તૃહરિ આદિ પૂર્વના કવિઓમાંથી કાંઈક કાંઈક લીધું છે-છતાં આ કવિ માટે સોમેશ્વર કહે છે કે : 'सुभटेन पदन्यासः स कोऽपि समितौ कृतः । येनाधुनाऽपि धीराणां रोमांचो नापचीयते ॥' દૂતાંગદમાંના કેટલાક શ્લોકને આ પ્રશંસા લાગુ પાડી શકાય એવી છે ખરી, પરંતુ અત્રે તેમજ અન્યત્ર પણ “કવિપ્રવર'માં એમની ગણના થઈ છે તે માટે તો આ લઘુ નાટક કરતાં કાંઈક વધારે મહત્ત્વની કૃતિ તેણે રચેલી હોવી જોઇએ એમ લાગે છે. પ૩૯. નાનાકપંડિત-તે પણ તે જ સમયના બીજા એક સંસ્કૃત કવિ હતાં. વડનગર પાસેના એક ગામમાં કપિઝલ ગોત્રના એક કુળમાં એ જન્મ્યા હતા. એ કવિપંડિત જ્ઞાતિએ નાગર, શ્રીમાનું અને વેદ રામાયણ ભરત નાટક અલંકાર આદિ વિષયોમાં ઘણા નિપુણ હતા. એમનું એક કાવ્ય ઉપલબ્ધ થતું નથી. પ૪છે. આ સર્વ સોમેશ્વરથી માંડી નાનાક પંડિત સુધીના સર્વ કવિઓ જૈનેતર હતા. અરિસિંહ જૈન હતો કે શૈવ તે ખાત્રીથી કહી શકાતું નથી. સોમેશ્વરના પોતાના સમયમાં કેટલાક નવીન કવિઓની કદર થવા માંડી હતી એમ તેણે તેની યાદી પોતાના ગ્રંથમાં આપેલી છે તે પરથી જણાય છે. જૈન બ્રાહ્મણ વચ્ચેનો ભેદ ભૂલાઈ જઈ હેમચંદ્રની વાણી કેવી લોકપ્રિય થઈ હશે એ પણ એમના વિષેના શ્લોક થકી જણાય છે. વળી જૈન મત્રી પણ બ્રાહ્મણોને દાન આપતા એવો એ બે ધર્મના અનુયાયીઓનો પરસ્પર પ્રીતિભર્યો સંબંધ હતો એમ દેખાય છે. પ૪૧. “ગૂજરાતમાં જૈનધર્મની સાથે બ્રાહ્મણધર્મનો શૈવસંપ્રદાય પ્રચલિત હતો અને વિષ્ણુભક્તિ પણ અજ્ઞાત ન હતી. સોમેશ્વરની કીર્તિકૌમુદીમાં વસ્તુપાલ સંબંધ શ્લોક આ પણ છે કે (૨) નાનત્ત્વ વિક્તમામી ને શંકરરાવ | जैनोऽपि यः सवेदानां दानाम्भः कुरुते करे ॥ -નેમિ ભગવાનમાં ભક્તિવાળા આ વસ્તુપાલે શંકર અને કેશવનું પૂજન ન કર્યું એમ ન સમજવું; જૈન છતાં વેદધર્મીઓના હાથમાં પણ એ દાનનું પાણી આપે છે. એટલું જ નહીં પણ કેટલેક ઠેકાણે એ કાવ્યમાં શંખપૂજાનો ઉલ્લેખ જોઇએ છીએ, અને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy