SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કાવ્યના પહેલા જ શ્લોકમાં ચતુર્ભુજ ભગવાનની (કૃષ્ણની) પ્રાર્થના છે; વળી તે જ સમયનો એક બીજો કવિ-નામે સુભટ-બૂતાંગદ એટલે કે “અંગદવિષ્ટિ' નામના એક નાટકમાં લખે છેઃ भूयाद् भूत्यै जनानां जगति रघुपतेर्वैष्णवः कोऽपि भावः । (રઘુપતિનો અવર્ય વૈષ્ણવભાવ જગતમાં લોકનું કલ્યાણ કરો.) (૨) વિષ્ણુભક્તિ ગ્રંથો જેવા કે શ્રીમદ્ભાગવત, રામાયણ, મહાભારત અને હરિવંશ ગુજરાતમાં જાણીતા હતા. (સોમેશ્વરના સુરથોત્સવ, કીર્તિકમુદિ ગ્રંથ પરથી જણાય છે.) (૩) કૃષ્ણલીલા-બાલક્રીડા અને કૃષ્ણ રાધાની લીલા પણ હતી. જુઓ સુરથોત્સવમાંનો એક શ્લોક "स पातु गोवर्धनभारखिन्न-यदंगसंवाहनकैतवेन गोप्यो गुरुणां पुरतोऽप्यशंकमवापुराश्लेषसुखं स्मरार्ताः राधाऽस्तु सिध्ध्यै रतिविग्रहे या...." એ કૃષ્ણ તમારું રક્ષણ કરો- ગોવર્ધન પર્વત ઉપાડવાથી થાકેલાં જેના અંગ ચાંપવાને બહાને, કામથી પીડાએલી ગોપીઓએ, મોટેરાંની સમક્ષ પણ નિઃશંક રીતે આલિંગનનું સુખ મેળવ્યું, અને રાધા પણ તમારી મનવાંછના પૂરી કરો- “રતિકલહમાં.” (૩) વળી સિદ્ધરાજ અને કુમારપાળના સમયના સર્વોત્તમ જૈન વિદ્વાન આ. હેમચંદ્ર, પોતાના કાવ્યાનુશાસન' નામના ગ્રંથમાં નીચે મુજબ બે શ્લોકો ટાંકે છે "कृष्णेनाम्ब ! गतेन रन्तुमधुना मृद्भक्षिता स्वेच्छाया, सत्यं कृष्ण ! क एवमाह ? मुसली, मिथ्याम्ब ! पश्याननम् । व्यादेहीति विकाशिते शिशुमुखे माता समग्रं जगद् दष्ट्वा यस्य जगाम विस्मयपदं यायात् स वः केशवः ॥ कनककलशस्वच्छे राधापयोधरमंडले नवजलधरश्यामामात्मद्युतिं प्रतिबिम्बिताम् । असितसिचयप्रान्तभ्रान्त्या मुहुर्मुहुरुत्क्षिपञ्जयति जनितव्रीडाहास: प्रियाहसितो हरिः ॥ -“બા કૃષ્ણ રમવા ગયો હતો ત્યાં એણે હમણાં જ ફાવે તેટલી માટી ખાધી?' “કૃષ્ણ, ખરી વાત કે?” “કોણે કહ્યું?” “ બળદેવે કહ્યું;” “ બા, એ ખોટું કહે છે- જો મારું મો’ ‘ઉઘાડ, જોઈએ.’-એમ કહેતાં વેંત બાળકે મો ઉઘાડ્યું અને એ મોંમાં સમસ્ત જગત્ જોઈ મા વિસ્મય પામી-એ કૃષ્ણ તમારું રક્ષણ કરો. -કનકકલશ જેવા સ્વચ્છ રાધાના સ્તનમંડળમાં કૃષ્ણની નવજલધરની જેવી શ્યામ કાન્તિનું પ્રતિબિમ્બ પડ્યું. એને કાળું લુગડું સમજી કૃષ્ણ વારંવાર ખસેડવા જાય છે! એ જોઈ રાધા હસી. અને કૃષ્ણ પણ એ વિસ્મયકારક ભૂલ માટે શરમાયા અને હસ્યા-એ કૃષ્ણનો જય હો! આટલા ઉતારાઓથી સ્પષ્ટ જણાઈ આવશે કે સિદ્ધરાજ કુમારપાળથી માંડી લવણપ્રાસાદ વરધવલ અને વસ્તુપાલના સમય સુધીમાં પણ શ્રીમદ્ ભાગવત તેમજ રામાયણ મહાભારત અને હરિવંશ ગૂજરાતમાં જાણીતાં હતાં, એટલું જ નહીં પણ કૃષ્ણ અને રાધાની લીલા પણ પ્રસિદ્ધ હતી”-વસન્તઃ ભાદ્રપદ ૧૯૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy