SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આશય-પૂર્વકાલમાં બુદ્ધિમાન દુર્ગસિંહે સૂત્રોમાં વ્યાકરણના સૂત્રોમાં) વૃત્તિ (વ્યાખ્યા) કરી, પરંતુ અદ્ભુત તો એ છે કે વસ્તુપાલે વિસૂત્રોમાં (સૂત્રોની રચના કર્યા વગર પણ) વૃત્તિ (આજીવિકા) કરી આપી. પ૩૫. સોમેશ્વર-પોતાના સુરથોત્સવ કાવ્યમાં પોતાનો પરિચય આપતો કવિપ્રશસ્તિવર્ણન નામનો સર્ગ છે તે પરથી જણાય છે કે તેના પૂર્વજો ચૌલુક્ય મૂલરાજથી રાજપુરોહિત તરીકે કામ કરતા વંશપરંપરાથી ચાલ્યા આવ્યા છે. મૂળ પુરુષ સોલ તે ગુલવા કુલનો બ્રાહ્મણ, તે દ્વિજોના “નગર” (આનંદપુર-વડનગર) માં રહેતો તે મૂલરાજનો પુરોહિત થયો. તેનો પુત્ર લલ્લશર્મા ચામુંડરાજનો, અને તેનો પુત્ર મુંજ દુર્લભરાજનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમ-તેનો પુત્ર આમશર્મા કર્ણનો પુરોહિત હતો. તેનો પુત્ર કુમાર સિદ્ધરાજનો પુરોહિત હતો અને તેનો પુત્ર વિષ્ણુનો ઉપાસક સર્વદેવ (૧)તેનો અમિગ ને તેનો સર્વદેવ (બીજા) એ કુમારપાલનાં ફૂલ ગંગાજીમાં નાંખ્યા. સર્વદેવ (૨) ના નાનાભાઈ કુમાર (બીજા) એ ઘવાયેલ અજયપાલની વ્યથા દૂર કરી. તે રાષ્ટ્રકૂટ વંશના પ્રતાપમલ્લનો પ્રધાન બન્યો ને પછી ચૌલુક્ય રાજાનો સેનાપતિ પણ થયો હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રીથી ત્રણ પુત્ર નામે મહાદેવ, સોમેશ્વર અને વિજય થયા તે પૈકી સોમેશ્વરે યામાર્ધ (દોઢ કલાક) માં એક નાટક અને એક સુંદર ભાવપૂર્ણ કાવ્યની રચના કરીને ભીમ (ભોળાભીમ)ની સભાના સભ્યોને પ્રસન્ન કર્યા. (આ કાવ્યનું શું નામ હતું તે જણાતું નથી) ત્યાર પછી તે વિરધવલનો રાજપુરોહિત થયો. તે વસ્તુપાલનો આશ્રિત કવિ હતો. વસ્તુપાલે અનેક વખત જાગીર વગેરે બક્ષીસ તેને આપી હતી. તેના ગ્રંથો ૧ સુરથોત્સવ-૧૫ સર્ગનું ૧૧૮૭ શ્લોકનું કાવ્ય. આનો વિષય માર્કડેય પુરાણના દેવીમાહાસ્ય યા સપ્તશતી ચંડી આખ્યાનમાંથી લીધો છે અને તેની શૈલીપર લખાયું છે (પ્ર. કાવ્યમાલા નિ. પ્રેસ.) ૨ રામશતક-(તેની ડા. ભાંડારકરને ૧૨ પત્રની પ્રતિ પ્રાપ્ત થઈ છે). ૩ ઉલ્લાઘરાઘવનાટક કે જેના દરેક અંકને અંતે એક શ્લોક વસ્તુપાલની પ્રશંસાનો લખ્યો છે. ૪ કીર્તિકૌમુદી-૯ સર્ગનું ૭૨૨ શ્લોકનું મહાકાવ્ય તેમાં વસ્તુપાલની કીર્તિકૌમુદીનું પ્રધાનતઃ વર્ણન છે અને તે આપતાં આદિના શ્લોકોમાં વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, માઘ, ભારવિ, બાણ, ધનપાલ, બિલ્ડણ, હેમસૂરિ, નીલકંઠ, પ્રલ્હાદનદેવ, નરચંદ્ર, વિજયસિંહ, સુભટ, યશોવર અને વસ્તુપાલની પ્રશંસાના ચમત્કૃત શ્લોક લખ્યા છે. વિશેષમાં મૂલરાજથી લઈ વિરધવલ સુધીનું વૃત્તાંત છે. આથી આ એક ઐતિહાસિક કાવ્ય છે. તે લગભગ સં. ૧૨૮૨ માં રચાયું લાગે છે. (ગૂ. ભા. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યકૃત ગુ. વ. સો. એ{અને સીધી ગ્રં} પ્રકટ કર્યું છે.) પ૩૬. આ ઉપરાંત સં. ૧૨૮૭ માં આબૂના “લૂણવસહી' મંદિરમાં લગાવેલી પ્રશસ્તિ, સં. ૧૨૮૮ માં ગિરિનાર પર્વત પર વસ્તુપાલ તેજપાલે જીર્ણોદ્ધા મંદિરપર લગાવેલી ગદ્યપદ્ય પ્રશસ્તિ, સોમેશ્વરે રચી છે. વળી વીરનારાયણ નામનો પ્રાસાદ વરધવલે પાટણમાં કરાવ્યો હતો તેમાં સોમેશ્વરે ૧૦૮ શ્લોકની પ્રશસ્તિ રચી હતી એમ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિહર પ્રબંધ પરથી જણાય છે પણ તે હાલ ઉપલબ્ધ નથી. સોમેશ્વરે પોતાની કવિતાની પ્રશંસા કરતાં સુરથોત્સવમાં જણાવ્યું છે કે વસ્તુપાલ, હરિહર, સુભટ આદિ કવિપ્રવરો પોતાની કવિતાની ઘણી પ્રશંસા કર્યા કરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy