SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પારા પ૩૧ થી ૫૩૪ વસ્તુપાલના સમયનું સાહિત્ય ૨૪૭ લેવાયાં છે. સોમેશ્વરના ઉલ્લાઘરાઘવ પરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાને શોખ હતો; અને વિશેષમાં વસ્તુપાલની કવિ તરીકેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ ચારે દિશાએ પ્રસરવા પામી હતી. તેનાં બિરૂદો પણ તે વાત સિદ્ધ કરે છે પોતે પોતાને સરસ્વતીપુત્ર-વાદેવીજૂનુ (સરખાવો શારદા પ્રતિપક્ષાપત્ય-ગિરનારપ્રશસ્તિ), જણાવે છે. બીજાં બિરૂદો ‘કાવ્યદેવી પુત્ર’ (ગિરનાર પ્રશિસ્ત) ‘કવિકુંજર’ ‘કવિચક્રવર્તિ’ મહાકવિ વગેરે હતાં અને આબૂની પ્રશસ્તિમાં સોમેશ્વરે તેને ‘શ્રેષ્ઠ કવિ' વર્ણવેલો છે. એક કવિએ પીયૂષાપિ પેશા એ શ્લોકથી તેની સૂક્તિઓનું વર્ણન કર્યું છે તે આ પ્રકરણની આદિમાં મૂકેલ છે. ૫૩૨. વસ્તુપાલ મહાકવિ હતો છતાં તેનામાં તે માટે અભિમાન ન્હોતું; એ વાત પોતાના નરનારાયણાનંદમાં છેવટે આપેલ નમ્રતાભર્યા શ્લોક પરથી સ્પષ્ટ જણાય છે. उद्भास्वद् विश्वविद्यालयमयमनसः कोविदेन्द्रा ! वितन्द्रा मन्त्री बद्धांजलि व विनयनतशिरा याचते वस्तुपालः । अल्पप्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन्प्रबन्धे भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोषमोषम् । - પ્રકાશવત્તા વિશ્વવિદ્યાનાં સ્થાનરૂપ જેનાં મન છે એવા હે વિતન્દ્ર કોવિદો ! આપને હસ્તાંજલિ જોડી વિનયથી શિર નમાવી વસ્તુપાલ મંત્રી યાચના કરે છે કે અલ્પમતિજ્ઞાનથી પણ એકદમ મેં કલ્પેલા આ પ્રબંધમાં આપ વારંવાર દૃષ્ટિક્ષેપ કરી દોષને દૂર કરશો. ૫૩૩. તેનામાં ટીકાકારની-સમાલોચકની, કાવ્યના ગુણદોષ પારખવાની અને બીજાઓનાં કાવ્યોની ભૂલો શોધી કાઢવાની વિવેચક શક્તિ હતી. સુંદર કાવ્યકલાને તે હમેશાં પ્રશંસતો, જ્ઞાનના પ્રચાર અને ઉદ્ધાર માટે બહુ ચીવટ રાખતો. અઢાર કરોડ રૂપિયાના મોટા ખર્ચે ત્રણ પુસ્તકાલયો (ભંડાર) કરાવ્યાં હતાં.૩૯૨ ૫૩૪. તે કવિઓનો આશ્રયદાતા હતો. રાજપુરોહિત સોમેશ્વર આદિ કવિઓને ભૂમિ આદિ દાનથી પુષ્કળ આજીવિકા કરી આપી હતી તે કૃતજ્ઞતા પ્રકાશવા માટે સોમેશ્વરે એક શ્લોક કહ્યો હતો કે ઃ सूत्रे वृत्तिः कृता पूर्वं दुर्गसिंहेन धीमता । विसूत्रे तु कृता तेषां वस्तुपालेन मंत्रिणा ॥ ૩૯૧. अंभोजसंभवसुता वक्त्रांभोजेऽस्ति वस्तुपालस्य । પીળા ખિતાનિ બ્રૂયન્ત સૂવિત્તવમેન ॥ ઉ. રા. ૮ મો સર્ગ. ૩૯૨. અષ્ટાવશ હોટિસુવર્ણવ્યયેન સરસ્વતીમાન્ડારાળાં સ્થાનત્રયે મળે તમ્ ।। જિનપ્રભસૂરિના તીર્થકલ્પમાંના વસ્તુપાલ સંકીર્તનમાંથી સ્વ. ચી. દલાલે ‘પાટણના ભંડારો’ નામના લેખમાં જણાવ્યું છે કે ‘વસ્તુપાલના સ્થાપેલા ભંડારોનો નાશ મુસલમાનોના હાથે થયો જણાય છે. શેઠ હાલાભાઇના તાડપત્રના સંગ્રહમાં શ્રીચંદ્રસૂરિની બનાવેલી જીતકલ્પવૃત્તિની સંવત ૧૨૮૪માં ઉતારેલી પ્રત મળી આવે છે તેને છેવટે વસ્તુપાલની સ્તુતિમાં બનાવેલ શ્લોકો મળી આવે છે; તેથી આ વસ્તુપાલના ભંડારમાંની એક પ્રત હોય એમ ધારી શકાય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy