SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ [ સં. ૧૨૭૫થી સં. ૧૩૦૩ ] Jain Education International पीयूषादपि पेशला : यशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमंजरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसामसूक्त विशदोद्गारादपि प्रांजला: केषां न प्रथयन्ति चेतसि मुदं श्री वस्तुपालोक्तयः ॥ -અમતૃથી પણ મધુર, ચંદ્રમાની ચાંદનીના સમૂહથી પણ સ્વચ્છ, નૂતન આમ્રમંજરીના ઢગથી પણ વિશેષ ઉઠતી સુગંધવાળી અને સરસ્વતીના મુખના સામસૂક્તિઓના શુદ્ધ ઉદ્ગારો કરતાં પણ મનોરમ એવી શ્રી વસ્તુપાલની ઉક્તિઓ કોના ચિત્તમાં પ્રમોદ પ્રસારતી નથી ? રાજશેખર પૃ. ૯૨, જિનહર્ષ પૃ. ૮૩, ઉપદેશતરંગિણી પૃ. ૭૦. ૫૩૧. વસ્તુપાલ વીર પુરુષ હતો એટલું જ નહિ પરંતુ પ્રસિદ્ધ વિદ્વાન પણ હતો-કવિ હતો. તેણે નરનારાયણાનંદ નામનું કાવ્ય (પ્ર. ગા. ઓ. સી. નં. ૨) ૧૬ સર્ગમાં રચ્યું, તેમાં પોતાનું નામ કર્તા તરીકે કવિ હરહર અને સોમેશ્વરે આપેલ ‘વસન્તપાલ’ રાખેલ છે (જુઓ સર્ગ ૧૬-૩૮) અને તેજ નામ પરથી બાલચંદ્રસૂરિએ તેના ચરિત્રરૂપ ‘વસંતવિલાસ’ નામનું મહાકાવ્ય રચ્યું. આ નરનારાયણનંદ કાવ્યમાં કૃષ્ણ અને અર્જુનની મિત્રતા, બંનેનો ગિરિનાર૫૨ આનંદવિહાર, અર્જુનદ્વારા સુભદ્રાનું કૃષ્ણે કરાવેલું હરણ એ મહાભારતમાંથી લીધેલ વિષય છે, અને તેમાં મહાકાવ્યનાં બધાં લક્ષણો કવિ માત શિશુપાલવધના નમુના પ્રમાણે સમાવ્યાં છે. તેનો રચનાકાળ સં. ૧૨૭૭ થી ૧૨૮૭ ની મધ્યમાં અનુમાનાય છે. આની પહેલાં સંસ્કૃતમાં આદિજિનેશ્વર મનોરથમય સ્તોત્ર રચ્યું હતું. (જુઓ નરનારાયણાનંદ ૧૬-૨૯. તેના પરિશિષ્ટમાં મુદ્રિત) તથા અંબિકાસ્તવન રચ્યું (જુઓ જૈનસ્તોત્ર સમુચ્ચય પૃ. ૧૪૩) તેણે અનેક સૂક્તિઓ બનાવી હતી કે જે પૈકી કેટલીકનાં અવતરણ યાદવ રાજા કૃષ્ણના સૈન્યના અને હાથીઓના ઉપરી જલ્લણે પોતાના સૂક્તિમુક્તાવલી નામના ગ્રંથ કે જેમાં આ. હેમચંદ્ર, સિદ્ધરાજ, શ્રીપાલ, સોમપ્રભ, અરસિં (અરિસિંહ) ઠક્કર, વિજયપાલ વગેરે ઘણા કવિઓનાં કાવ્યોને સ્થાન મળ્યું છે તેમાં, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, સારંગધર પદ્ધતિમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy