SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ , પારા પર૭ ક થી પ૩૦ વસ્તુપાલ-તેજપાલના સત્કૃત્યો ૨૪૫ પ૨૮. ભરૂચમાં ત્યાંના પ્રસિદ્ધ શકુનિકા વિહાર નામના મુનિસુવ્રત સ્વામીના મંદિરની યાત્રાએ એક વખત તેજપાલ ગયો ત્યારે તે મંદિરના આચાર્ય વરસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ તેની સ્તુતિ કરી આંબડના (પારા ૩૮૫) ઉદ્ધરેલા શકુનિકા વિહારમાંની પચીસ દેવકુલિકા માટે સુવર્ણધ્વજ બનાવરાવવા કહેતાં વસ્તુપાલની સંમતિથી તેજપાલે પચીસ સુવર્ણધ્વજ દંડ કરાવી આપ્યા. તેથી તે દાન માટે ઉક્ત જયસિંહસૂરિએ એક સુંદર લાંબું પ્રશસ્તિકાવ્ય રચ્યું અને તે મંદિરની ભીંતમાં કોતરવામાં આવ્યું. જોકે તે શકુનિકા વિહારની મજીદ પછી મુસલમાનોએ બનાવી, છતાં તેની નકલ હમ્મીરમદ મર્દનકાવ્યની પ્રતને અંતે સચવાઈ રહેલી મળેલી છે જુઓ પારા પપ.). પર૯. મહાયાત્રા-સર્વ મળી વસ્તુપાલે ૧૩ યાત્રા કરી. પોતાના પિતા સંઘપતિ આશરાજ સાથે સં. ૧૨૪૯ અને સં. ૧૨૫૦ માં શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. પોતે સંઘપતિ બની સપરિવાર તે બંનેની યાત્રા સં. ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯૧, ૧૨૯૨ અને ૧૨૯૩ માં કરી અને તે ઉપરાંત એકલા શત્રુંજયની સાત યાત્રા સપરિવાર સં. ૧૨૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, અને ૮૯ માં કરી. પોતાના મરણ પહેલાં જે શત્રુંજયની મહાયાત્રા કરી. તેનું વર્ણન વસંતવિલાસના ૧૩મા સર્ગમાં કરેલું છે ને છેવટની ૧૩ મી યાત્રાપ્રયાણનું ટૂંક વર્ણન તેના છેલ્લા સર્ગમાં આપ્યું છે; માર્ગમાં સં. ૧૨૯૬ ના માઘ માસની પંચમી તિથિ રવિવારે સ્વર્ગગમન કર્યું. યાત્રાનું સવિસ્તર વર્ણન ઉદયપ્રભસૂરિના ધર્માલ્યુદય કાવ્ય અપરનામ સંઘપતિ ચરિતમાં મળશે. પ૩૦. એમ કહેવાય છે કે એક સમયે બંને ભાઇઓ એવું વિચારી રહ્યા હતા કે આપણા ધનનો શું ઉપયોગ કરીએ ? ત્યારે તેમને એક સાધુ કવિએ અન્યોક્તિરૂપે નીચેનો શ્લોક સંભળાવ્યો कोशं विकाशय कुशेशय संश्रितालौ प्रीतिं कुरुष्व यदयं दिवसस्तवास्ते । दोषोदये निविडराजकरप्रतापे ध्वान्तोदये तव समेष्यति कः समीपम् ?॥ આશય-હે કમલ ! અત્યારે દિવસ છે, તો તું તારી કળીને ખીલવ અને તારો આશ્રય લેનાર ભ્રમર પર પ્રેમ કર. અરે ! જ્યારે રાત થઈ જશે અને અંધારું ફેલાઈ જશે અથવા ચંદ્રમાનાં કિરણો તને દુખદાયી કરશે ત્યારે ભલા તારી પાસે કોણ આવશે ? એટલે કે, તું તારા કોશ-ખજાનાને પ્રકાશિત કર, તારા આશ્રિતોમાં ધનને વહેંચ, અત્યારે તારા સમૃદ્ધ દિવસ છે. જ્યારે તારા દોષનો ઉદય થશે અને રાજાની ક્રૂર દૃષ્ટિ થશે ત્યારે કોણ તારી પાસે આવશે ? જ છે Jain Education International For Private & Persorral Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy