SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ભ મલ્લિનાથનો ગોખલો બંધાવ્યો. ૧૨૮૩-૯૩માં શત્રુંજયની અગિયાર યાત્રાઓ કરી. ૧૨૮૪માં તારંગા પર્વત પરના ભ. અજિતનાથના મંદિરમાં પદ્માવતીની મૂર્તિ કરાવી અને સં. ૧૨૮૫માં ત્યાં બે ગોખલા બંધાવ્યા. ૧૨૮૫ (૮ ?) માં સેરીસામાં નેમનાથ અને મહાવીર ભ.ના બે ગોખ બંધાવ્યા. ૧૨૮૬ માં આબુ પર મંદિર બાંધવાનો આરંભ કર્યો, અને ૧૨૮૭ માં તે આબુના મંદિરમાં પ્રતિષ્ઠાની ક્રિયાઓ કરી. ૧૨૮૮માં ગિરનાર પર્વત પર પ્રતિમા પ્રતિષ્ઠા, ૧૨૮૯ માં ખંભાતમાં પૌષધશાળા, (ના. ૨ નં. ૧૭૯૩) ૧૨૮૯ થી ૯૩ માં આબુ પર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૨ માં આબુના મંદિરોનું કામ પૂરું થયું. ૧૨૯૨ માં ખંભાત પાસેના (? મારવાડના) ગામ નગરામાં સૂર્યના મંદિરમાં રતાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના (ના. ૨, નં. ૧૭૧૩-૪) અને સં. ૧૨૯૭ માં આબુ પર તેજપાલે બે દેવકુલિકાઓ બંધાવી. (આ સર્વ શિલાલેખો મળવાથી સાલવાર મુખ્યત્વે જૈનધર્મનાં સુક્યો છે, (વસન્તવિલાસ પ્રસ્તાવના.) પ૨૭ક. પરંતુ તે સિવાયનાં તે ધર્મના તેમજ અન્ય ધર્મનાં સ્થલવાર સુકૃત્યો આ પ્રમાણે છે - અણહિલવાડ પાટણમાં વનરાજના પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો પુનરુદ્ધાર. ખંભાતમાં ભીમેશના મંદિરમાં સુવર્ણ દંડ તથા કળશ ચડાવ્યાં, ભટ્ટાદિત્ય પાસે ઉત્તાનપટ્ટનું ઉભું કરવું અને તેના મસ્તકે સુવર્ણહાર ચઢાવ્યો, ભટ્ટાર્કવહક નામે વનમંદિરમાં કૂવો ખોદાવ્યો, સૂર્યદેવ બકુલના મંદિર પાસે મંડપ કરાવ્યો, વૈદ્યનાથના મંદિર અને તેના મંડપને સમરાવ્યાં, છાશ તથા દહીંના વિક્રયસ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારૂ ઉંચી દિવાલની વાડો બાંધી આપી, બે ઉપાશ્રય, તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યાં. ધોલકામાં આદિનાથનું મંદિર, બે ઉપાશ્રય, વાવ ને પાણીની પરબ એટલાં બંધાવ્યાં અને ભટ્ટાર્ક રાણક નામે મંદિરને સમરાવ્યું. શત્રુંજય પર્વતપર, આદિનાથના મંદિર આગળ ઇદ્રમંડપ, નેમિનાથને સ્તંભન પાર્શ્વનાથના મંદિર બંધાવ્યાં તથા સરસ્વતી દેવીની પોતાના બાપદાદાઓની તથા હાથી ઉપરની પોતે બે ભાઈઓ તથા વિરધવનની મૂર્તિઓ કરાવી; વળી ત્યાં ગિરનારનાં ચાર શિખરો નામે અવલોકન અંબા, શાંબ અને પ્રદ્યુમ્નની શિલ્પમય રચનાઓ, આદિનાથ મંદિર પાસે તોરણ તથા આદિનાથની મૂર્તિ આગળ સુવર્ણ અને રતમય પૂર્વપટ્ટ અને સુવર્ણ તોરણ બનાવ્યા, તથા ત્યાં ભરૂચના સુવ્રતસ્વામી અને સાચોરના વીર મંદિરના અવતારરૂપે મંદિરો ચણાવ્યાં. પાલીતાણાની નજીકમાં એક મોટું તળાવ, (વસ્તુપાલનું લલિતા સરોવર) અને બીજું (તેજપાલનું), અનુપમા સરોવર), એક ઉપાશ્રય અને એક પાણીની પરબ કરાવ્યો અંકેવાલીયા ગામમાં એક તળાવ કરાવ્યું. ગિરનાર પર્વતપર સ્તંભન પાર્થ અને શત્રુંજયના આદીશ્વરનાં મંદિર બંધાવ્યાં. સ્તંભનમાં (ઉમરેઠ પાસેના થામણામાં) પાર્શ્વનાથનું મંદિર સમરાવ્યું અને તેની પાસે બે પરબ બંધાવી, ડભોઈમાં વૈદ્યનાથના શિવમંદિર ઉપરથી માલવાના રાજાએ જૂનાં સુવર્ણનાં શિખરો ઉપાડી જવાથી નવાં સુવર્ણ શિખર ચડાવ્યાં અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી. આબુ પર્વત પર પોતાના મોટભાઈ મલદેવના ધર્મકલ્યાણ માટે મલ્લીદેવનો ગોખલો બંધાવ્યો. (આ સુકૃત સંકીર્તનમાંથી લખ્યું છે. વિશેષ જિનપ્રભના તીર્થકલ્પમાંથી અને વધુ વિસ્તારમાં જિનહર્ષના વસ્તુપાલ ચરિતમાંથી જોઈ લેવું.) જુવો ના. ૨, નં. ૧૭૮૮-૧૭૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy