SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૨૬ થી ૫૨૭ લુણીગવસહિ - આબૂ ૨૪૩ ભમતીની દેરીઓમાંની ઘણીખરી દેરીઓ પોતના ભાઇઓ, ભોજાઇઓ, બહેનો, પોતાના તથા ભાઇઓના પુત્રો, પુત્રવધૂઓ તથા પુત્રીઓ વગેરે પોતાના સમસ્ત કુટુંબના કલ્યાણાર્થે કરાવી, જ્યારે થોડી દેરીઓ પોતાના વેવાઇઓ અને બીજા પરિચિત સંબંધીઓએ કરાવી. બધી દેરીઓની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ થી લઇને ૧૨૯૩ સુધીમાં થઈ ગઈ હતી અને ઉક્ત બે ગોખલાની સં. ૧૨૯૭માં થઈ. આ મંદિરનો બાંધનાર શોભનદેવ નામનો સૂત્રકાર હતો. તેની પૂજા આદિને માટે આબૂના (પારા ૫૦૧માં ઉક્ત ધારાવર્ષના પુત્ર) પરમારરાજા સોમસિંહે બારઠ પરગણાનું ડબાણી ગામ ઉક્તમંદિરને ભેટ કર્યું. એ ઇ. વાઁ. ૮ પૃ. ૨૨૨ (ઓઝા રા. ઇ. ૧-૧૭૯). વળી મંત્રીએ તેની વિશેષ સુવ્યવસ્થા કરીઃ૩૮૯ આ મંદિર સ્થાપત્યના અદ્ભુત કૌશલના નમુના રૂપે જગતમાં પંકાયેલ છે. ‘મધ્યયુગમાં ભારતનું શિલ્પ જૈનસંઘે જાળવ્યું.' એ કથન આ બંને ભાઇઓ તથા પૂર્વે વિમલશાહનાં આધૂપરનાં જૈન મંદિરોના પ્રતાપે જ સત્ય થયું છે.॰ આ મંદિરને હાલ લોકો ‘તેજપાલનું મંદિર’ પણ કહે છે અને અંગ્રેજો Delwara Temples કહે છે. ૫૨૭. જે જે સુકૃત્યોની સાલવાર નોંધ શિલાલેખો આદિથી મળે છે તે એ છે કે સં. ૧૨૪૯૫૦માં સંઘપતિ તરીકે અશ્વરાજ (પોતાના પિતા) સાથે વસ્તુપાલે શત્રુંજય અને ગિરનારની યાત્રા કર્યા પછી પોતાને મંત્રીપદ મળ્યું. ત્યારબાદ પોતે સંઘાધિપતિ તરીકે થઇ સં. ૧૨૭૭માં વસ્તુપાલે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી. ૧૨૭૮માં આબુ પર્વત પર વિમલવસતિમાં મલ્લદેવના પુણ્યાર્થે ૩૮૯. આ મંદિરની રક્ષા માટે તથા વાર્ષિક પર્વોને દિવસે પૂજા મહોત્સવ વગેરે કાયમ ચાલુ રહે તે માટે કાળજીભરી સુવ્યવસ્થા તેજપાલે કરી હતી તે તેના શિલાલેખો પરથી જણાય છે, પોતાના વારસો તથા ભાઇ વેવાઇઓના વંશવારસો સર્વ પ્રકારની દેખરેખ રાખે તથા પૂજાદિ હંમેશા કરે કરાવે ચાલુ રાખે, મંદિરની વર્ષગાંઠ પ્રસંગે આઠ દિનના-ફા. વદ ૩ થી તે ફા. વદ ૧૦ અમુક અમુક ગામના મહાજનજનો ઉત્સવ કરે અને નેમિનાથ ભ. ના પાંચ કલ્યાણકના દિને દેઉલવાડાના શ્રાવકો મહોત્સવ કરે એમ ઠરાવ્યું હતું. આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ઉક્ત ચંદ્રાવતીના રાજા સોમસિંહ, તેના યુવરાજ કાન્હડ (કૃષ્ણરાજ) તથા બીજા કુમારો, રાજ્યના અધિકારીઓ, ચંદ્રાવતીના સ્થાનપતિ ભકારક આદિ, ગૂગલી બ્રાહ્મણ, સમસ્ત મહાજન, તથા આબૂ ઉપરના બધાં ગામોમાં રહેનારા સ્થાનપતિ, તપોધન, ગૂગલી બ્રાહ્મણ રાઠિય આદિ તમામ લોકો અને બીજાં ગામના પ્રતિહારવંશી રાજપૂતો હાજર હતા તે વખતે ઉક્ત વ્યવસ્થા કરવામાં આવી, અને તે પ્રસંગે તે રાજા સોમસિંહે બારઠ પરગણાનું ડબાણી ગામ ભગવાનની પૂજા આદિને માટે ઉક્ત મંદિ૨ને અર્પણ કર્યું અને તે હમેશાં કબૂલ રાખવા માટે પરમારવંશના રાજાઓને વિનતિપૂર્વક તેમણે ફરમાન કર્યું હતું. ૩૯૦. આ લૂણવસહિના સંબંધે ભારતીય શિલ્પના પ્રસિદ્ધ શાતા મિ. ફર્ગ્યુસને પોતાના ‘Pictures and Illustrations of Ancient Architecture in Hindustan' નામના ગ્રંથમાં લખ્યું છે કે ‘આ મંદિર કે જે સંગેમરમરનું બનેલું છે, તેમાં અત્યંત પરિશ્રમ સહન કરનાર હિંદુઓના ટાંકણાથી ‘ફીતેં' જેવી બારીકી સહિત એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર બનાવવામાં પણ કેટલાયે સમય અને પરિશ્રમ લેતાં છતાં હું સફલ થઇ શકયો નથી.’-ઓઝાજી રસ. ઇ. ૧ પૃ. ૨૩-૨૪. વસ્તુપાલચરિતમાં જિનહર્ષ જણાવે છે કે અહીં આવી પ્રશસ્તિ લખાયેલી છેઃ ‘શ્રી તેજપાલ મંત્રીએ શંખ સમાન ઉજ્જ્વળ એવી શિલાઓથી સ્ફુરાયમાન ચંદ્ર તથા કુંદપુષ્પસમાન વિશદ એવો આગળના ભાગમાં ઉંચો મંડપ, પાર્શ્વભાગમાં બાવન જિનાલયો અને સામે બલાનક છે એવું શ્રી નેમિપ્રભુનું મંદિર કરાવ્યું. શ્રી અર્બુદાચલ પર તેજપાલ મંત્રીએ કરાવેલા શ્રી નેમિચૈત્યમાં શોભીતાં તોરણો, બેઠકના ઓટલા, વિચિત્ર કોરણી તથા ચંદ્રસમાન વિશુદ્ધ પાષાણના વિવિધ મંડપોની રચનાને જોઇને લોકો પોતાની દૃષ્ટિ સદાને માટે સફળ માનવા લાગ્યા.' ગૂ. ભા. પૃ. ૨૭૯. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy